કાર્યવાહી/ સુરતમાં કાર કૌભાંડનો પર્દાફાશ, વાંચીને ચોંકી ઉઠશો કે કેટલી કારનું થયું કૌભાંડ

  @ સંજય મહંત, મંતવ્ય ન્યુઝ સુરતમાં રાજ્ય વ્યાપી કાર ભાડે લઈ અલગ અલગ લોકોને ગાડીઓ વેચી અથવા તો ગીરવે મુકવાનું કૌભાંડ સામે આવતા પોલીસ પણ ચોંકી છે કારણ કે માત્ર એક જ વ્યક્તિ દ્વારા સુરતના અલગ અલગ લોકો પાસે 260 થી વધુ ગાડીઓનું કૌભાંડ કરવામાં આવ્યું.જે બાબતે સુરત ઇકો સેલમાં ફરિયાદ પણ નોંધવામાં આવી […]

Gujarat Surat
IMG 20210607 144704 સુરતમાં કાર કૌભાંડનો પર્દાફાશ, વાંચીને ચોંકી ઉઠશો કે કેટલી કારનું થયું કૌભાંડ

 

@ સંજય મહંત, મંતવ્ય ન્યુઝ

સુરતમાં રાજ્ય વ્યાપી કાર ભાડે લઈ અલગ અલગ લોકોને ગાડીઓ વેચી અથવા તો ગીરવે મુકવાનું કૌભાંડ સામે આવતા પોલીસ પણ ચોંકી છે કારણ કે માત્ર એક જ વ્યક્તિ દ્વારા સુરતના અલગ અલગ લોકો પાસે 260 થી વધુ ગાડીઓનું કૌભાંડ કરવામાં આવ્યું.જે બાબતે સુરત ઇકો સેલમાં ફરિયાદ પણ નોંધવામાં આવી છે…

 

ટીવી સ્ક્રીન પર તમે જે લાઇનમાં પડેલી કારો જોવો છો તે કાર કોઈ કાર મેળવાના કે ગેરેજ ના દ્રશ્યો નહિ પણ સુરત પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલ કારો છે હા વાત સાચી છે જેમાં સુરત માંથી રાજ્યવ્યાપી કાર ભાડે આપવાનું કૌભાંડ સામે આવ્યું જેમાં એક વ્યક્તિ દ્વારા કાર બારોબાર ગીરવે મૂકી કરોડો રૂપોયનું ફુલેકુ ફેરવી દેતા શહેરમાં ફરિયાદીનો ડોધામ થઈ ગઈ છે.સુરત ઇકો સેલમાં જે ફરિયાદ નોંધાઇ છે જેમાં આરોપી કેતુલ પરમાર જે મૂળ બનાસકાઠ અને સુરતના કામરેજ ખાતે આવેલ લાસકાણા ખાતે રહેતો છે જે પહેલા તેને ફરિયાદીઓ પાસે ડી જી સોલાર કંપની ઝઘડિયા ખાતે કારો ભાડે મુકવાની હોવાથી તે બાબતે પ્રથમ 112 ગાડીઓ લોકો પાસે કરાર કરાવી ભાડે રાખી હતી અને આ કૌભાંડી કેતુલ પરમારે સૌ પ્રથમ લોકોને સમયસસર કરાર માં નક્કી કરેલ મુજબ ભાડું ચૂકવતો પણ હતો…

 

એક કહેવત છે કે જ્યા લોભિયા હોય ત્યાં ઘુતાર પણ ભૂખ્યા મરતા નથી તે વાત અહીં સાબિત થવા થઈ રહી છે હા આટલી બધી હાડીઓમાં કોઈ એક બે કે 10 લોકો ભોળવાઈ ગયા અને કરો ભાડે મૂકી અને છેલ્લા બે ત્રણ વર્ષ થી આ ગાડીઓ ભાડે ફરી રહી હોવાનું જુઠ્ઠું રટણ કૌભાંડી દ્વારા કરવામાં આવતું તો પણ કોઈ એક વ્યક્તિએ પોતાની આટલી કિંમતી ગાડીઓ ખરેખર ક્યાં ભાડે અને કેવી સ્થિતિમાં ફરે જોયું નથી જ્યારે એક દર મહિને કેતુલ દ્વારા એક ગાડી નું ભાડું એટલે કે 30 હજાર મહિને અને મોટી ગાડીનું 40 કે 45 હજાર ભાડું આપતો હતો જર આપવાનું બંધ થયું અને લોકોને ધક્કા ખવડામાં આવ્યા ત્યારે ખ્યાલ આવ્યો કે આ કાર કૌભાંડી દ્વારા કરોડો રૂપિયાનું કારનું કૌભાંફ આચરી પોતે રૂપિયા માં રમતો થઈ ગયો પણ આખરે પોલીસની પકડમાં આવી ગયો ખરી…..

 

● આરોપીનું નામ – કેતુલ પ્રવીણભાઈ પરમાર ( મૂળ બનસકાંઠા ના પાલનપુરનો રહેવાસી…. )

.

● ‘ જય ગોગા ટુર & ટ્રાવેલ્સ ‘ ના નામે કંપની ખોલી હતી.

 

● 260 થી વધુ ગાડીઓ લોકો પાસે ભાડે લીધી હતી…

દર મહિને નાની ગાડી નું 30 હજાર અને મોટી ગાડીનું 40 હાજર ભાડું ચૂકવતો હતો…

● ગાડી માલિકોને ભાડા પેટે કરાર પણ કરી આપવામાં આવ્યા હતા..

● ઇકો સેલમાં નોંધાઇ પોલીસ ફરિયાદ…

● 260 ગાડીઓમાં કેટલીક ગાડીઓ વેચી દેવામાં આવી તો કેટલીક ગીરવે મુકવામાં આવી…

● ગાડીના કાગળો સાથે ચેડાં કરી કેટલીક ગાડીઓ ના નામ ત્રફસાર કરી દેવામાં આવ્યા….

●સુરત પોલીસે 60 ગાડીઓ કબ્જે કરી….

● જે લોકો પાસે ગાડી ભાડે રખાતો હતો તેના ગાડીના ઓરીજનલ કાગળો પણ સાથે લઈ લેતો જેથી ગીરવે મુકવામાં સરળતા રહે….

 

સુરત ઇકો સેલમાં જ્યારે ફરિયાદ નોંધી ત્યારે સુરતના અલગ અલગ 60 થી વધુ ગાડીઓ સુરતની હોવાનું સામે આવ્યું અને જેમાં કેટલાક ફરિયાદીઓ તો નાના માણસો એટલે કે ગાડી લૉન પર લીધી અને ભાડે આપી જેથી સાઈડ માં નાનો મોટો વેપાર થઈ જાય પણ આવા લોકોને પણ છેતરી ગાડીઓ કોઈની પાસે ગીરવે કે કાગળો ની ઉથલ પાથલ કરી વેચી પણ દેવામાં આવી છે.હાલાં સુરત પોલીસ દ્વારા આ કૌભાંડ બાબતે સતત તપાસ કરવામાં આવી રહી છે કે આ કૌભાંડની અંદર કેટલા લોકો સામેલ છે અને કેટલા કરોડનું કૌભાંડ આચરવામાં આવ્યું છે 65 જેટલી ગાડીઓ કબ્જે કરી અને જેમ જેમની ગાડીઓ માલિકોને બોલાવી નિવેદનો લેવામાં આવી રહ્યા છે…

 

આરોપીને બોટાદ પોલીસે કોઈ ગુનામાં પકડાતા આખો ગુનાનો ભેદ ઉકેલાયો છે પણ સુરત પોલીસ હવે આરોપીને કોર્ટમાં થી કબજો મેળવી તપાસ કરશે તો અનેક રહ્યો બહાર આવશે ઉપરાંત આ વ્યક્તિએ જેબ વ્યક્તિઓને કાર ગીરવે મૂકી તે વ્યાજ વટાવ નો વેપાર કરી રહ્યા છે તેમના તેમની સામે પણ પોલીસે તપાસ કરશે તો અનેક રહસ્યો સામે આવશે…