હવામાનની આગાહી/ ઓક્ટોબર મહિનામાં વધુ વરસાદની શક્યતા, શિયાળામાં કેવો રહેશે મૌસમ, આવો જાણીએ

અગાઉ હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 12મી તારીખ સુધી વરસાદની શક્યતા છે. આની અસર ગુજરાતમાં 14, 15 અને 16 ઓક્ટોબર…

Top Stories Gujarat
October Rainfall

October Rainfall: રાજ્યમાં આજે વરસાદી માહોલ સર્જાતા લોકોએ હર્ષની લાગણી અનુભવી છે, ચોમાસાની વિદાય વેળાએ ફરી એકવાર અનેક શહેરોમાં વરસાદનું જોર વધ્યું છે. આજે અમદાવાદ, વડોદરા, અરવલ્લી સહીતના શહેરોમાં વરસાદ ખાબક્યો હતો. તો હવામાન વિભાગ દ્વારા પણ 15 ઓક્ટોબર સુધી વરસાદની આગાહી કરાઇ છે.

અગાઉ હવામાન વિભાગના જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે આગામી 12મી તારીખ સુધી વરસાદની શક્યતા છે. આની અસર ગુજરાતમાં 14, 15 અને 16 ઓક્ટોબર સુધી જોવા મળી શકે છે. બંગાળની ખાડીમાં બનેલી વિશેષ સ્થિતિને કારણે ગુજરાત સહિત દેશના કેટલાક ભાગોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. રાજ્યના ઘણા ભાગોમાં નવરાત્રી દરમિયાન પણ વરસાદ પડ્યો હતો, જોકે હવે વરસાદ વધી શકે છે. ગુજરાતમાં આજથી હવામાનમાં પલટો આવ્યો છે અને ઓક્ટોબર મહિનામાં વધુ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં 12 ઓક્ટોબર સુધી વરસાદની પ્રબળ સંભાવના છે. જો કે 14, 15 અને 16 ઓક્ટોબરે વાદળછાયું વાતાવરણ રહેશે. રાજ્યના મોટા ભાગ પર ચોમાસું વિદાય લઈ રહ્યું છે, પરંતુ તેની અસર બંગાળની ખાડીના કારણે જોવા મળી રહી છે. દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અને દક્ષિણ સૌરાષ્ટ્રના સાગરકાંઠે પણ ભારે વરસાદ પડી શકે છે. ઉત્તર સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે. શિયાળા અંગે તેમણે જણાવ્યું કે દિલ્હી, ઉત્તર ભારતના વિસ્તારોમાં ડિસેમ્બરની શરૂઆતમાં ધુમ્મસ છવાઈ શકે છે અને 22 ડિસેમ્બર પછી રાજ્યમાં તીવ્ર ઠંડી પડી શકે છે. આ વખતે ઠંડીનું પ્રમાણ ફેબ્રુઆરીની શરૂઆત સુધી રહેવાની શક્યતા છે.

આ પણ વાંચો: માદરે વતન / PM નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતની મુલાકાતે, 712 કરોડની આરોગ્ય સુવિધાઓનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

આ પણ વાંચો: ચૂંટણીની તૈયારી / વિધાનસભા ચૂંટણીમાં સોશ્યલ મીડિયા માટે અલગ સેલ ઉભો કરી રાજકીય પક્ષોની સોશિયલ મીડિયા પોસ્ટ પર ખાસ વોચ રાખવામાં આવશે.