chotaudepur/ છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

છોટાઉદેપુર નગરની સરકારી શાળામાં અપાતા મધ્યાન ભોજનમાં સડેલું અનાજ હોવાની ફરિયાદ સાથે વાલીઓનો કર્યો હોબાળો, અનાજમાં અસંખ્ય જીવાણુઓ હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવતા ખળભળાટ.

Gujarat Others Videos
YouTube Thumbnail 80 3 છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ
  • છોટાઉદેપુરની સરકારી શાળામાં બની ઘટના
  • સડેલુ અનાજ જોઈ વાલીઓએ હોબાળો મચાવ્યો
  • વાલીઓ દ્વારા આચાર્યને પણ જાણ કરવામાં આવી

Chotaudepur News: છોટાઉદેપુરની સરકારી શાળામાં બાળકોને મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ અપાતા હોવાની ફરિયાદ સામે આવી છે. ત્યારે ભોજનમાં સડેલુ અનાજ વપરાતુ હોવાની જાણ વાલીઓને થતા તેમણે હોબાળો મચાવ્યો હતો. તેમજ અનાજમાં અસંખ્ય જીવાણુઓ હોવાના ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે.તો વાલીઓ દ્વારા આચાર્યને પણ જાણ કરવામાં આવી છે.

બાળકોને પોષણ ક્ષમ આહાર મળી રહે તે માટે સરકાર દ્વારા શાળામાં જ મધ્યાહન ભોજન પૂરું પાડવાની યોજના છે પરંતુ અવારનવાર સડેલુ અનાજ અપાતા હોવાની વિગતો સામે આવતી રહી છે.  છોટાઉદેપુર નગરમાં સ્થિત છોટાઉદેપુર પ્રાથમિક શાળા નંબર 2 માં બાળકોને અપાતા મધ્યાહન ભોજનમાં વપરાતા અનાજ બિલકુલ હલકી કક્ષાનું અને સળેલું હોવાના આક્ષેપ સાથે વાલીઓ એ શાળામાં જઈ હોબાળો મચાવ્યો છે.

વાલીઓએ મધ્યાહન ભોજનના રસોડામાં જઈ અનાજ જોતા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા, ઘઉં અને ચોખામાં પુષ્કળ પ્રમાણમાં જીવાતો જોવા મળી, વાલીઓએ શાળાના આચાર્યને બોલાવી ઉગ્ર રજૂઆતો કરી છે. વાલીઓનો આક્ષેપ છે કે સરકાર પૂરતું અનાજ આપે છે છતાં મધ્યાહન ભોજન સંચાલક અનાજ સગેવગે કરી બાળકોને સળેલું અનાજ જમવામાં આપી બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરવામાં આવે છે.

બીજીતરફ શાળાના આચાર્ય એ પણ અનાજ ખાવા લાયક ના હોવાની વાત ને સ્વીકારી છે. એટલુ જ નહીં જે સરકારી ધારા ધોરણ મુજબ બાળકોને ભોજન આપવાનું હોય છે તેની સામે અપૂરતી સામગ્રી નો જ ઉપયોગ કરવામાં આવે છે, રોજે સો સવાસો બાળકોની શાળામાં હાજરી હોય છે તેમના માટે ભોજનના નામે સડેલા અનાજથી બનેલી વાનગી પીરસાય છે જ્યારે લીલા અને સૂકા શાકભાજી અને તેલ મસાલાનો નહિવત ઉપયોગ થાય છે.


whatsapp ad White Font big size 2 4 છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ


આ પણ વાંચો:ઇઝરાયેલ અને હમાસ યુદ્ધ વચ્ચે સુરતના હીરા ઉદ્યોગ પર 4200 કરોડના વેપારની અસર

આ પણ વાંચો:ચાર જિલ્લામાં સજાનો દર વધારવા પોલીસનો પાયલોટ પ્રોજેક્ટ

આ પણ વાંચો:સેટેલાઈટમાં મહિલાએ તેના પરિવાર વિરુદ્ધ નોંધાવી FIR, જાણો શું છે મામલો

આ પણ વાંચો:EX- ગર્લફ્રેન્ડનું અપહરણ કરી નબીરાએ વટાવી બધી હદો