Not Set/ સેનિટાઈઝરને પાણીમાં ભેળવીને પીતા 9 લોકોનાં થયા મોત, પોલીસે શરૂ કરી તપાસ

આંધ્રપ્રદેશમાં સેનિટાઇઝર પીવાનાં કારણે 9 લોકોનાં મોત થયા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. પ્રકાસમ જિલ્લાનાં એસપી સિદ્ધાર્થ કૌશલે આ માહિતી આપી છે. કુરીચેડૂ મંડળનાં મુખ્ય મથકની મુલાકાતે આવેલા એસપીએ જણાવ્યું હતું કે, મૃતકો ઘણા દિવસોથી સેનિટાઇઝરને પાણી અથવા અન્ય કોઈ પીણા સાથે પી રહ્યા હતા. એસપીએ જણાવ્યું હતું કે, આ વાતની તપાસ ચાલી રહી છે […]

India
b6b74d45c97796b434ca450d801ebdea સેનિટાઈઝરને પાણીમાં ભેળવીને પીતા 9 લોકોનાં થયા મોત, પોલીસે શરૂ કરી તપાસ
b6b74d45c97796b434ca450d801ebdea સેનિટાઈઝરને પાણીમાં ભેળવીને પીતા 9 લોકોનાં થયા મોત, પોલીસે શરૂ કરી તપાસ

આંધ્રપ્રદેશમાં સેનિટાઇઝર પીવાનાં કારણે 9 લોકોનાં મોત થયા હોવાનુ સુત્રો જણાવી રહ્યા છે. પ્રકાસમ જિલ્લાનાં એસપી સિદ્ધાર્થ કૌશલે આ માહિતી આપી છે. કુરીચેડૂ મંડળનાં મુખ્ય મથકની મુલાકાતે આવેલા એસપીએ જણાવ્યું હતું કે, મૃતકો ઘણા દિવસોથી સેનિટાઇઝરને પાણી અથવા અન્ય કોઈ પીણા સાથે પી રહ્યા હતા. એસપીએ જણાવ્યું હતું કે, આ વાતની તપાસ ચાલી રહી છે કે આ સેનિટાઇઝરોમાં અન્ય કોઈ ઝેરી પદાર્થ ભેળવીને તો નહોતી પી રહ્યા હતા. એસપીએ જણાવ્યું હતું કે, તેના પરિવારનાં લોકોએ જણાવ્યું હતું કે આ તમામ મૃતકો છેલ્લા 10 દિવસથી સેનિટાઇઝર પી રહ્યા હતા.

આપને જણાવી દઇએ કે, જે વિસ્તારમાં આ બનાવ બન્યો છે તે આ સમયે કન્ટેનમેન્ટ ઝોનમાં આવે છે. અહીં કોરોના વાયરસનાં ઘણા દર્દીઓ મળી આવ્યા છે. લોકડાઉન થવાને કારણે આ વિસ્તારમાં દારૂની દુકાન પણ બંધ કરી દેવામાં આવી છે. એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે દારૂ પીતા લોકો સેનિટાઇઝર પીતા હતા કારણ કે તેમા પણ આલ્કોહોલની માત્રા જોવા મળે છે. એક સ્થાનિક મંદિરની નજીક બે ભિખારીઓ આ ઘટનાનો સૌથી પહેલો શિકાર બન્યા છે. વળી ત્રીજો શખ્સ સરકારી હોસ્પિટલમાં મૃત્યુ પામ્યો હતો. આ ત્રણેય મોત ગુરુવારે થયા હતા. જ્યારે બાકીનાં 6 લોકો શુક્રવારે સવારે મૃત્યુ પામ્યા હતા. સેનિટાઇઝર પીધા પછી આ બધાની હાલત પણ કથળી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરીશકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો MantavyaNews” ની નવી મોબાઇલ એપ્લિકેશન.