સમીક્ષા/ સીએમ ભુપેન્દ્ર પટેલે વાવાઝોડા માટે વહીવટીતંત્રએ કરેલી કામગીરીની સમીક્ષા કરી

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં CMએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.

Gujarat Trending
CM Assessment સીએમ ભુપેન્દ્ર પટેલે વાવાઝોડા માટે વહીવટીતંત્રએ કરેલી કામગીરીની સમીક્ષા કરી

ગુજરાતમાં સંભવિત ‘બિપરજોય’ વાવાઝોડા Bipperjoy સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલી કામગીરીની વિગતો મેળવવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે મુખ્ય સચિવશ્રી સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. બેઠકમાં CMએ વાવાઝોડાના પરિણામે સંભવિત પરિસ્થિત સામે વહીવટી તંત્ર દ્વારા કરાયેલા આયોજનની વિગતો મેળવી અને જરૂરી સૂચનો આપ્યા હતા.
રાહત કમિશનર આલોક પાંડે એ આ સમીક્ષા બેઠકની વિગતો આપતાં ઉમેર્યું હતું કે સંભવિત વાવાઝોડાના પરિણામે રાજ્યમાં કોઇપણ પ્રકારની જાનહાનિ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા સંપૂર્ણ તકેદારી રાખવામાં આવી રહી છે. રાજ્ય સરકારે સ્થળાંતર પર ખાસ ભાર મૂકીને આઠ જિલ્લાઓમાં અત્યાર સુધીમાં કુલ 47 હજારથી વધુ લોકોનું સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરાવ્યું છે. હજુ પણ Bipperjoy સ્થળાંતરની કામગીરી પ્રગતિમાં છે અને બુધવાર સાંજ સુધીમાં આ કામગીરી પૂરી થવાનો અંદાજ છે. તેમણે વધુ માહિતી આપતા જણાવ્યું કે અત્યાર સુધીમાં જૂનાગઢ જિલ્લામાં 4,462 કચ્છમાં 17,739 જામનગરમાં 8,542 પોરબંદરમાં 3,469 દેવભૂમિ દ્વારકામાં 4863, ગીર સોમનાથમાં 1,605 મોરબીમાં 1,936 અને રાજકોટમાં 4,497 મળી કુલ 47,773 લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.

CM Assessment 1 સીએમ ભુપેન્દ્ર પટેલે વાવાઝોડા માટે વહીવટીતંત્રએ કરેલી કામગીરીની સમીક્ષા કરી
રાહત કમિશનરે ઉમેર્યું કે સંભવિત વાવાઝોડાથી અસર થઇ શકે તેવા જિલ્લાઓમાં NDRFની 18 અને SDRFની 12 ટીમ તહેનાત કરાઇ છે. NDRFની કચ્છમાં છ, દેવભૂમિ દ્વારકામાં ત્રણ, રાજકોટમાં બે, જામનગરમાં Bipperjoy બે અને જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી અને વલસાડ ખાતે એક-એક ટીમ તહેનાત કરાઈ છે. જ્યારે SDRFની કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા ખાતે બે-બે ટીમ, જ્યારે જૂનાગઢ, પોરબંદર, ગીર સોમનાથ, મોરબી, પાટણ અને બનાસકાંઠામાં એક-એક ટીમ તહેનાત છે. આ ઉપરાંત સુરત ખાતે એક ટીમ રિઝર્વ રખાઈ છે.
તેમણે ઉમેર્યું હતું કે આ જિલ્લાઓમાં સંભવિત વાવાઝોડાની પરિસ્થિતિને ધ્યાને લઇ ચાર હજારથી વધુ હોર્ડિંગ્સ દૂર કરાયા છે. વાવાઝોડા બાદ વીજળી પુરવઠો પૂર્વવત કરવા પીજીવીસીએલની 597 ટીમો તૈયાર કરવામાં આવી છે. વાયર-પોલ નો જરૂરી જથ્થો પણ સબ સ્ટેશનોમાં ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. એટલું જ નહિ, સંભવિત અસરગ્રસ્ત વિસ્તારોમાં અન્ય જિલ્લાઓમાંથી ટીમ બોલાવીને વીજ પુરવઠો ત્વરાએ પૂર્વવત કરવા સજ્જ રહેવા તાકીદ કરવામાં આવી છે. કેન્દ્રીય હવામાન વિભાગના પ્રાદેશિક નિયામક સુશ્રી મોહંતીએ વાતાવરણના વર્તારા અંગે કહ્યું કે 15 જૂનના દિવસે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ જેવા જિલ્લાઓમાં પણ વરસાદ પડી શકે તેમ છે.

CM Assessment 2 સીએમ ભુપેન્દ્ર પટેલે વાવાઝોડા માટે વહીવટીતંત્રએ કરેલી કામગીરીની સમીક્ષા કરી
મુખ્ય સચિવ રાજકુમારે આ સંદર્ભમાં ઉત્તર ગુજરાતના જિલ્લાઓના કલેક્ટર તંત્રને પણ પૂર્વતૈયારીઓ કરી લેવા દિશાનિર્દેશો આપ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, દરિયાકિનારાના જિલ્લાઓમાં સરકારી શાળાઓ-કચેરીઓમાં શેલ્ટર હોમ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં રહેવા, ખાવા-પીવા તેમજ દવા સહિતની તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આ ઉપરાંત નજીકના સ્થળોએ Bipperjoy હેલ્થ સેન્ટર તેમજ સરકારી અને ખાનગી હોસ્પિટલમાં પૂરતા પ્રમાણમાં તબીબી સ્ટાફ તેમજ દવા સહિતનો જરૂરી જથ્થો ઉપલબ્ધ કરાવવામાં આવ્યો છે. જનરેટર સેટ અને આરોગ્ય વિષયક અન્ય જરૂરી સેવાઓ પણ તૈયાર રાખવામાં આવ્યા છે.
ભારે વરસાદ કે સંભવિત વાવાઝોડાને પગલે કોમ્યુનિકેશન સિસ્ટમને અસર પડે તો તેને પહોંચી વળવા સેટેલાઇટ ફોન્સ, હેમ રેડિયોની સેવાઓ પણ તકેદારીના ભાગરૂપે તૈયાર રાખવામાં આવી છે. આ ઉપરાંત ઇન્ટ્રા સર્કલ Bipperjoy પદ્ધતિ એટલે કે મોબાઇલ સર્વિસ ઓપરેટર્સને પણ તકેદારીના ભાગરૂપે અલ્ટરનેટીવ ટાવર્સ ચાલુ રાખવા જણાવવામાં આવ્યું છે. બચાવ કાર્ય માટે સંબંધિત જિલ્લા વહીવટી તંત્રને જરૂરી તમામ સહાય તાત્કાલિક પૂરી પાડવા રાજ્ય સરકાર સતત સંપર્કમાં છે તેમ પાંડેએ વધુમાં જણાવ્યું હતું. આ સમીક્ષા બેઠકમાં મહેસૂલ અને આરોગ્ય વિભાગના અધિક મુખ્ય સચિવો સહિત વરિષ્ઠ અગ્ર સચિવો, સચિવો અને અધિકારીઓએ પોતાના વિભાગ દ્વારા અત્યાર સુધી હાથ ધરાયેલી કામગીરીની વિગતો સીએમ ભૂપેન્દ્ર પટેલને આપી હતી.

આ પણ વાંચોઃ હિતકારક નિર્ણય/ ઉનાળુ બાજરી, જુવાર, રાગી અને મકાઇની ખેડૂતો પાસેથી ખરીદીની તારીખ મહિનો લંબાવાઈ

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ નડ્ડાએ ગુજરાત ભાજપના નેતાઓને બિપરજોય પ્રભાવિત વિસ્તારોને મદદ કરવા આપ્યા નિર્દેશ

આ પણ વાંચોઃ Bipperjoy/ બીએસએફ ગુજરાત આવનારા ચક્રવાતી તોફાન માટે તૈયાર

આ પણ વાંચોઃ Cyclone Biparjoy Track/ ગુજરાત તરફ ઝડપથી આગળ વધી રહ્યું છે વાવાઝોડું, જાણો કયા રાજ્યમાં ક્યારે આપશે દસ્તક

આ પણ વાંચોઃ દ્વારકાધીશ મંદિર/ ભારે પવનના લીધે દ્વારકાધીશના મંદિર પરની ધ્વજા ખંડિત થઈઃ અશુભના સંકેત