Biperjoy/ બિપરજોયનો સામનો કરવા માટો કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ ખડેપગે

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા વાવાઝોડાને લઈને તંત્ર હાઇ એલર્ટ મોડમાં છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ પણ બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા માટે  ખડે પગે છે.

Top Stories Gujarat
Indian Coast Guard બિપરજોયનો સામનો કરવા માટો કોસ્ટ ગાર્ડ અને ભારતીય નૌકાદળ ખડેપગે

ગુજરાતના દરિયાકાંઠે ત્રાટકનારા વાવાઝોડાને લઈને તંત્ર હાઇ એલર્ટ મોડમાં છે. ભારતીય નૌકાદળ અને કોસ્ટ ગાર્ડ પણ બિપોરજોય વાવાઝોડાનો સામનો કરવા માટે  ખડે પગે છે. ગુજરાતના દરિયાકાંઠે જહાજો, ડોર્નિયર અને ચેતક સહિતના વાહનો ગોઠવવામાં આવ્યા છે. લોકોને સલામત સ્થળે લઈ જવા માટે એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમો ચોવીસ કલાક કામ કરી રહી છે.

વાવાઝોડા બિપરજોય શક્તિશાળી હોવાથી ભારતીય કોસ્ટ ગાર્ડ પર લોકોના સુરક્ષા માટે પગલાં લઈ રહી છે. ભારતીય કોસ્ટ ગાર્ડના ડેપ્યુટી ડાયરેક્ટર જનરલ એમ.વી.પાઠકે જણાવ્યું કે, ‘અમે બચાવ અને રાહત કાર્ય માટે અમારા જહાજોને બંદર પર તૈનાત કર્યા છે. અમે ગુજરાતમાં અમારા 3 ઓફશોર પેટ્રોલિંગ વાહનો, 4 ઝડપી પેટ્રોલિંગ વાહનો, 8 ઈન્ટરસેપ્ટર બોટ, 3 ડોર્નિયર, 1 ALH તૈયાર છે. દમણમાં 4 ડોર્નિયર, 4 ચેતક અને 1 ALH તૈનાત કરાયા છે. અમે ગુજરાતમાં 23 DRT (ડિઝાસ્ટર રિસ્પોન્સ ટીમ) તૈયાર કરી છે.

વાવાઝોડું રાત્રે 9થી 10 વાગે ટકરાવાની સંભાવના
ઉલ્લેખનિય છે કે, વાવાઝોડું સાંજે 4 વાગ્યાથી રાત્રે 8 વાગ્યા સુધીમાં કચ્છના દરિયા કાંઠે ટકરાવાનું હતું, જોકે હવે તેની સ્પિડમાં ફેરફાર થતાં રાત્રે 9થી 10 વાગ્યા સુધી ટકરાવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. વાવાઝોડું જેમ જેમ દરિયાકાંઠાની નજીક આવશે તેમ તેમ પવનની ગતિ અને વરસાદમાં વધારો થશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આ વાવાઝોડું માંડવી અને કરાચી વચ્ચે ટકરાશે. જ્યારે વાવાઝોડું ટકરાશે ત્યારે 140 કિમીની ઝડપે પવન ફૂંકાશે.

 

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ ચક્રવાત દરમિયાન 100 અથવા 150 KMની ઝડપનો પવન કેટલી તબાહી સર્જી શકે છે, તે ક્યારે ખતરનાક બને છે?

આ પણ વાંચોઃ Biperjoy/ કચ્છ માટે આફત સમાન બિપરજોય વાવાઝોડું ઉત્તર ગુજરાત માટે સોનું

આ પણ વાંચોઃ Biperjoy/ વાવાઝોડાને પહોંચી વળવા કચ્છની છેલ્લામાં છેલ્લી કેવી છે તૈયારી તે જાણો

આ પણ વાંચોઃ Cyclone Biparjoy/ આજે રાત્રે દરિયાકાંઠે અથડાઈ શકે છે બિપરજોય, જખૌ બંદરથી 140 કિમી દૂર

આ પણ વાંચોઃ Cyclone Biporjoy/ બિપરજોય વાવાઝોડાને લઈને પાટણ વહીવટી તંત્રએ લીધો નિર્યણ, પાટણમાં શૈક્ષણિક કાર્ય બંધ