વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ/ નડિયાદમાં શ્રેયસ ગરનાળામાં ફસાઈ કોલેજ બસ, વિદ્યાર્થીઓને બારીમાંથી કાઢવા પડ્યા

કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા.

Gujarat Others Trending
Untitled 137 1 નડિયાદમાં શ્રેયસ ગરનાળામાં ફસાઈ કોલેજ બસ, વિદ્યાર્થીઓને બારીમાંથી કાઢવા પડ્યા

નડિયાદ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં વહેલી સવારથી વરસાદનું આગમન થયું હતું,  વરસાદી પાણીથી શ્રેયસ ગરનાળામાં કોલેજના વિદ્યાર્થીઓને લઈ જતી બસ અટવાઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં ડ્રાઇવરે ગરનાળામાંથી બસ પસાર કરવાનું સાહસ કર્યુ હતું. જોકે પાણીની વચ્ચે બસ અટવાતા વિદ્યાર્થીઓ ફસાયા હતા. જે બાદ સ્થાનિકોએ વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ  કર્યું હતું.

નડિયાદ શહેરમાં શનીવારે વહેલી સવારે વરસેલા વરસાદના કારણે શ્રેયસ ગરનાળામાં કોલેજ બસ ફસાઈ ગઈ હતી. ગરનાળામાં પાણી ભરેલું હોવા છતાં બસના ચાલકે સાહસ કરી પસાર કરતા બસ બંધ પડી ગઈ હતી. કોલેજ બસ પાણી ભરેલા ગરનાળામાંથી પસાર થતાં અધવચ્ચે ખોટકાઈ હતી. ગરનાળામાં અધવચ્ચે બસ બંધ પડી જતા કોલેજના વિદ્યાર્થીઓ બસમાં ફસાયા હતા.આસપાસના નાગરિકો દ્વારા વિદ્યાર્થીઓનું રેસ્ક્યુ કરી બસની બારીમાંથી વિદ્યાર્થીઓને બહાર કઢાયા હતા.

મહત્વનું છે કે અવારનવાર આ ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જાય છે, છતાં પણ વાહનચાલકોની બેદરકારીને કારણે તેઓ આ ગરનાળામાંથી નીકળતા હોય છે, અને ફસાઈ જાય છે. તો સ્થાનિક તંત્ર વરસાદ વરસ્યા બાદ ગરનાળામા પાણી ભરાતા હોવાનું જાણતા હોવા છતા ગરનાળું બંધ છે તેવા કોઈ પણ સૂચના બોર્ડ મૂકતા જ નથી. જેને લઈને પણ આ સમસ્યા સર્જાતી હોય છે.

નડિયાદમાં એક તરફ શ્રેયસ ગરનારામાં ભરાયેલા વરસાદી પાણીને કારણે એક કોલેજ બસ ફસાઈ, તો બીજી તરફ નડિયાદના કેટલાય નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાઈ જતા નગરપાલિકાની પ્રીમોનસૂન કામગીરીની પોલ ખુલી ગઈ છે. હજી થોડા સમય પહેલા જ બીપરજોય વાવાઝોડાને કારણે મધ્ય ગુજરાતમાં ભારેથી અધિકારી વરસાદની આગાહી કરવામાં આવી હતી.

આ પણ વાંચો:જામનગરમાં 30 વર્ષ જુની બિલ્ડીંગનો ત્રણ માળનો બ્લોક ધરાશાયી, 3 લોકોના મોત

આ પણ વાંચો:વિદ્યાર્થીઓ બની વિરાંગના,રોમીયોને જાહેરમાં જ ચખાડયો મેથીપાક

આ પણ વાંચો:અમદાવાદનો વેપારી ભરૂચમાં લૂંટાયો,200 તોલા સોનાની સનસનાટીભરી લૂંટ

આ પણ વાંચો:GIDCમાંથી મળી આવ્યું યુરિયા ખાતર,કંપનીની બે ડિરેકટરો સામે ફરિયાદ

આ પણ વાંચો:ઐતિહાસિક ત્રણ વાનરની પેન્ટિંગમાં જોવા મળ્યા “ચાર વાનર”, જાણો શું કહેવા માંગે છે ચોથો