Bharuch district/ ભરૂચમાં SP ના નામના ખોટા સસ્પેન્સન લેટરને પગલે ચકચાર

પોલીસકર્મીએ જ લેટર તૈયાર કર્યો હોવાનું ખુલ્યું

Top Stories Gujarat
Beginners guide to 99 ભરૂચમાં SP ના નામના ખોટા સસ્પેન્સન લેટરને પગલે ચકચાર

Bharuch News : ભરૂચમાં એસપીના નામનો ખોટો લેટર તૈયાર કરવામાં આવતા ચકચાર મચી છે. તપાસમાં એક પોલીસકર્મીએ જ આ ખોટો લેટર તૈયાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું.જેને પગલે આ પોલીસકર્મી વિરૂધ્ધ ફરિયાદ નોઁધાઈ છે.ભરૂચમાં સુપરિટેન્ડન્ટ ઓફ પોલીસના નામનો ખોટો લેટર તૈયાર કરવામાં આવતા પોલીસ વિભાગ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી.

જેમાં એક પોલીસકર્મીએ જ એસપીના નામનો ખોટો સસ્પેન્સન લેટર તૈયાર કર્યો હોવાનું બહાર આવ્યું હતું. વધુ તપાસ કરવામાં આવતા આરોપી પોલીસકર્મીએ પત્નીને પોતે સસ્પેન્ડ થયો હોવાનું જણાવવા માટે તેણે આ ખોટો લેટર બનાવ્યો હોવાનું બહાર આવ્યું હતું.તે સિવાય આ પોલીસકર્મીએ પત્ની સાથે ઝઘડો થતા તેણે કોમ્પ્યુટરમાં આ ખોટો લેટર બનાવ્યો હોવાનું જાણવા મળ્યું હતું. આ પોલીસકર્મીનું નામ મહેશ સોલંકી હોવાનું બહાર આવ્યું હતું.

આમ એસપીનો ખોટો સસ્પેન્સન લેટર બનાવનારા મહેશ સોલંકી વિરૂધ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે. આ અંગે પોલીસ વધુ તપાસ કરી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: સિક્કિમના લાચુંગમાં વડોદરાનો પરિવાર ફસાયો

આ પણ વાંચો: ગુજરાત યુનિ.એ 17 કરોડની ગેરરીતિના મામલે કમલજીત લખતરિયાને સસ્પેન્ડ કર્યા

આ પણ વાંચો: જૂનાગઢમાં દલિત યુવાનને માર મારવાના મામલે ગણેશ જાડેજા સહિત 11 આરોપીઓ જેલમાં