મહેસાણા/ ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ, ભેળસેળ જોઈ અધિકારીઓ ચોંક્યા

ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઊંઝાના ગંગાપુર રોડ ખાતે આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા.

Gujarat Others
નકલી જીરૂ
  • ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેક્ટરી ઝડપાઈ
  • ખોરાક અને ઔષધ નિયમનના દરોડા
  • 3200 કિલોનો જથ્થો કર્યો જપ્ત
  • નમૂના એકત્ર કરી ચકાસણી માટે મોકલયા
  • ફેક્ટરી સંચાલક બીનેશની અટકાયત કરાઈ

મહેસાણાના ઊંઝામાં નકલી જીરૂ બનાવતી ફેકટરી ઝડપાઈ છે.ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ ઊંઝાના ગંગાપુર રોડ ખાતે આવેલી ક્લીનીંગ ફેક્ટરીમાં દરોડા પાડ્યા હતા. ફેક્ટરીમાં વરિયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાઉડર અને ગોળની રસીને મિક્સ કરી નકલી જીરૂ તૈયાર કરાતુ હતુ.દરોડામાં ફેક્ટરીના સંચાલક બીનેશની અટકાયત કરવામાં આવી છે.દરોડા દરમિયાન 3200 કિલો જીરૂ જપ્ત કરી તેની ચકાસણી માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.

આ પણ વાંચો :ભામૈયા ચોકડી પાસે ટ્રક અને એક્ટિવા વચ્ચે અકસ્માત, બે લોકોના મોત

દરોડો પાડીને ટીમે સ્થળ પરથી ઊંઝાના પટેલ બિનેશકુમાર રમેશભાઈને આ બનાવટી જીરું બનાવવાની કામગીરી કરતા પકડ્યા હતા. તપાસ દરમિયાન આ વ્યક્તિ વરીયાળીનું ભુસુ, ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મીક્ષ કરી તડકામાં સુકવી જીરુના આકાર અને કલર જેવુ બનાવટી જીરુ બનાવી રહ્યા હોવાનુ ધ્યાને આવ્યું હતું. આ સ્થળેથી બનાવટી જીરુ અને તે બનાવવા માટે વપરાતા તમામ કાચા પદાર્થો (રો-મટીરીયલ)ના કુલ-04 નમુનાઓ કાયદાનુસાર લઈ અને જરૂરી પૃથ્થકરણ માટે પ્રયોગશાળામાં મોકલી આપવામાં આવ્યા છે.

ખોરાક અને ઔષધ નિયમન તંત્રની ટીમે સ્થળ પરથી રૂ.84,800ની કિંમતનો 3200 કિલોનો જથ્થો જપ્ત કરીને ગોળની રસીનો આશરે 200 લીટરનો જથ્થો પેરીસેબલ હોવાથી આ જથ્થાનો સ્થળ ઉપર નાશ કરવામાં આવ્યો હોવાનું ખોરાક અને ઔષધ નિયમન કમિશનર ડો. એચ.જી કોશિયાએ જણાવ્યું હતુ.

આ પણ વાંચો : પાટડી ના ખારાઘોડા મા આવેલુ સેતુ ચેરીટેબલ ટ્રસ્ટના અથાગ પ્રયાસોથી મળેલા સારા પરિણામ

આ દરોડા દરમિયાન ટીમના ધ્યાને આવ્યું હતું કે ફેક્ટરીમાં વરિયાળીના ભૂસા સાથે ક્રીમ કલરનો પાવડર અને ગોળની રસીને મિક્સ કરવામાં આવે છે જે બાદ તડકામાં સુકવી જીરુંના આકાર અને કલર જેવું બનાવટી જીરું બનવવામાં આવે છે અને ઉંઝાના પટેલ બિનેશ રમેશભાઈ આ બનાવટી જીરું બનાવતાં ટીમના હાથે રંગેહાથે ઝડપાઈ ગયા હતા. જે બાદ અત્યાર સુધી કેટલું જીરું બનાવ્યુ અને કોણે કોણે વેચ્યું તેની તપાસ થઈ રહી છે.

આ પણ વાંચો :સુરેન્દ્રનગરના નવા બસ સ્ટેન્ડની છેલ્લા સાત વર્ષથી કાચબાની મંદ ગતિએ ચાલતી કામગીરીથી લોકો પરેશાન

આ પણ વાંચો :ચુડામાં 12 વર્ષની સગીરા ઉપર 2 હવસખોરોએ દુષ્કર્મ આચર્યું

આ પણ વાંચો :  દ્વારકા નજીક અકસ્માતમાં અમદાવાદનાં ચાર યાત્રાળુનાં કમકમાટી ભર્યા મોત