ગાયક કિંજલ દવે/ કિંજલ દવે સામેનો કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ કોર્ટે કર્યો રદ્દ, આ સોંગ સાથે ફરી મચાવશે ધૂમ

ગુજરાતની લોકગાયિકા કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મુદ્દે મોટી જીત થઈ છે. ચાર ચાર બંગડી ગીત મામલે કિંજલ દવેની મોટી જીત થઈ છે.

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 01 30T104041.729 કિંજલ દવે સામેનો કોપીરાઈટ ઉલ્લંઘનનો કેસ કોર્ટે કર્યો રદ્દ, આ સોંગ સાથે ફરી મચાવશે ધૂમ

ગુજરાતની લોકગાયિકા કિંજલ દવેની ચાર ચાર બંગડી ગીત મુદ્દે મોટી જીત થઈ છે. ચાર ચાર બંગડી ગીત મામલે કિંજલ દવેની મોટી જીત થઈ છે. સિવિલ કોર્ટમાં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટ પ્રાઇવેટ લિમિટેડ આ ગીત પર કૉપીરાઇટ ક્લેમ સાબિત કરી શક્યું નહીં. જેથી કિંજલ દવેને આ ગીત ગાવા પર પ્રતિબંધ લાગ્યો હતો. આ કેસમાં કિંજલ દવે માટે સારા સમાચાર છે. કોર્ટ દ્વારા કોપીરાઇટનો આ કેસ ખારીજ કરવામાં આવ્યો છે.

લોકગાયિકા કિંજલ દવેએ ગાયેલું “ચાર ચાર બંગડી વાળી ગાડી” ગીત 20 ડિસેમ્બર 2016ના રોજ RDC ગુજરાતીની યુટ્યુબ ચેનલ પર અપલોડ કરાયું હતું. જે ખૂબ જ લોકપ્રિય બની ગયું હતું. ત્યાર બાદ વર્ષ 2017માં રેડ રિબિન એન્ટરટેઇનમેન્ટે કહ્યું હતું કે ઓસ્ટ્રેલિયાના કાર્તિક પટેલે આ ગીતની સંકલ્પના નવેમ્બર 2015માં કરી હતી. તેઓએ કાઠિયાવાડી કિંગ્સ નામની યુટ્યુબ ચેનલ પર 29 સપ્ટેમ્બર 2016ના રોજ આ ગીતને અપલોડ કર્યું હતું. કાર્તિક પટેલનું ગીતના કિંજલ દવેએ પોતાના શબ્દોમાં ગાયું હતું. કાર્તિક પટેલે આ મામલે કોર્ટનો દરવાજો ખખડાવ્યો હતો.

જે બાદ કોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ન ગાવાની સૂચના આપી હતી. કોર્ટના આ આદેશ સામે કિંજલ દવે ગુજરાત હાઈકોર્ટમાં પહોંચ્યા હતા. તેઓ એક અરજી કરીને કોર્ટના આદેશને ગુજરાત હાઈકોર્ટમાં પડકાર્યો હતો. જે બાદ વર્ષ 2019માં ગુજરાત હાઈકોર્ટે કિંજલ દવેને આ ગીત જાહેર કાર્યક્રમમાં ગાવાની છૂટ આપી હતી.
ઉલ્લેખનીય છે કે, કાર્તિક પટેલ નામના વ્યક્તિએ આ ગીત કોપીરાઈટ હોવાનો દાવો કર્યો હતો. ત્યારે આ ગીત અંગે તેમનો હક સાબિત ના કરી શકતા અમદાવાદ સિટી સિવિલ કોમર્શિયલ કોર્ટે સમગ્ર કેસને રદબાતલ કર્યો છે. અગાઉ કોર્ટે કિંજલ દવેને 1 લાખ રૂપિયાનો દંડ પણ ફટકાર્યો હતો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:મની એક્સચેન્જની આડમાં શંકાસ્પદ નાણાકીય વ્યવહારો ઝડપાયા

આ પણ વાંચો:અડાજણમાં 22 વર્ષીય પરિણીતાનો આપઘાત, પરિવારે ન્યાયની માગ કરી

આ પણ વાંચો:પાનના ગલ્લાની રૂપિયા 4500ની ઉઘરાણીમાં યુવાનને સરેઆમ રહેંસી નાંખ્યો