Not Set/ Covid19/ અમેરિકામાં કોરોનાનું તાંડવ, કુલ મોતનો આંકડો પહોંચ્યો 97 હજારને પાર

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, કોવિડ-19 નાં કારણે, અમેરિકામાં અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 638 વધુ લોકોનાં મોત થયાં છે. જેના કારણે મૃત્યુઆંક 97,686 પર પહોંચી ગયો છે. સ્પેન અને ઇટાલીને વટાવી યુનાઇટેડ સ્ટેટ્સ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ અને મોતનું કેન્દ્ર બની રહ્યુ છે. […]

World
a94773693108bdca86549426045f1942 5 Covid19/ અમેરિકામાં કોરોનાનું તાંડવ, કુલ મોતનો આંકડો પહોંચ્યો 97 હજારને પાર

અમેરિકામાં કોરોના વાયરસનો કહેર યથાવત છે, કોવિડ-19 નાં કારણે, અમેરિકામાં અત્યાર સુધીમાં 97 હજારથી વધુ લોકો મૃત્યુ પામ્યા છે. અમેરિકામાં, છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસને કારણે 638 વધુ લોકોનાં મોત થયાં છે. જેના કારણે મૃત્યુઆંક 97,686 પર પહોંચી ગયો છે. સ્પેન અને ઇટાલીને વટાવી યુનાઇટેડ સ્ટેટ્સ કોરોના ચેપગ્રસ્ત દર્દીઓ અને મોતનું કેન્દ્ર બની રહ્યુ છે.

અગાઉ, અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એક નિવેદનમાં બધાને ચોંકાવી દીધા હતા, જેમાં તેમણે કહ્યું હતું કે, યુએસમાં વિશ્વમાં સૌથી વધુ કોરોના વાયરસનો ચેપ લાગવો એ સમ્માનની વાત છે, કારણ કે તે બતાવે છે કે અમરા દ્વારા કરવામા આવતુ કોરોના વાયરસનું ટેસ્ટિંગ અન્ય કરતા યોગ્ય છે. જણાવી દઇએ કે, પોતાના નિવેદનની રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ તે સાબિત કરવા માંગે છે કે તેમણે કોરોનાની વિરુદ્ધ જંગમાં મોટી કાર્યવાહી કરતા ટેસ્ટિંગને એક મોટા સ્તરે લઇ ગયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.