ક્રાઈમ/ સુરતમાં કાળજું કંપાવી દે તેવી હાલતમાં બે યુવતીનો મળ્યો મૃતદેહ

સુરતના અલથાણ વિસ્તારમાંથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.

Top Stories Gujarat Surat
YouTube Thumbnail 91 1 સુરતમાં કાળજું કંપાવી દે તેવી હાલતમાં બે યુવતીનો મળ્યો મૃતદેહ
  • સુરત:શંકાસ્પદ હાલતમાં બે યુવતીના મૃતદેહ મળ્યા
  • અલથાણ વિસ્તારમાંથી બે યુવતીના મૃતદેહ મળ્યા
  • શંકાસ્પદ હાલતમાં ફાંસી ખાધેલી હાલતમાં મૃતદેહ
  • ઝાડી ઝાંખરામાં બંને યુવતીના લટકેલા હતા મૃતદેહ

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરા માંથી બે યુવતીઓ સજોડે ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી.આ બંને યુવતીઓના શરીર પર ઇજાના નીશાનો પણ જોવા મળ્યા હતા.સ્થાનિકો એ પોલીસને જાણ કરતા બને યુવતીઓની લાશને પીએમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી હજુ તપાસ હાથ ધરી છે.

સુરતના અલથાણ વિસ્તારમાંથી બે યુવતીઓના ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવતા ચકચાર મચી જવા પામી હતી.અલથાણ વિસ્તારમાં ઝાડી ઝાંખરા પાસે બંને યુવતીઓ ગળે ફાંસો ખાધેલી હાલતમાં જોવા મળી હતી.તેથી સ્થાનિકોએ તાત્કાલિક જ પોલીસને જાણ કરતા લાશને પી એમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડી વધુ તપાસ હાથ ધરી છે.

મહત્વનું કહી શકાય કે આ બંને યુવતીઓના શરીર પર ઇજાના નિશાન પણ જોવા મળી રહ્યા છે જેથી આ બંનેનું મોત પણ શંકાસ્પદ હોય તેમ લાગી રહ્યું છે.હાલ બંને યુવતીઓની લાશને સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી છે.મોતનું સાચું કારણ પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ માલુમ પડશે. પરંતુ જે પ્રકારે આ યુવતીઓના શરીર પર ઇજા જોવા મળી રહી છે તે જોતા કાંઈક અજુગતું થયા હોવાની શંકા લાગી રહી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:ભરથાણા ટોલનાકા પાસેથી જંગી કિંમતનો વિદેશી દારૂ ઝડપાયો

આ પણ વાંચો:રાજ્યના 12 જિલ્લામાં બ્લડ બેન્ક જ નથી

આ પણ વાંચો:ટુ અને ફોર વ્હીલર પછી ગુજરાતમાં હવે ઇલેક્ટ્રિક ટ્રકનું પણ ઉત્પાદન થશે

આ પણ વાંચો:નર્મદા યોજના સાચા અર્થમાં જીવાદોરી સાબિત થઇ, પીવાના પાણીની 80 ટકા જરૂરિયાત સંતોષે છે – મંત્રી ઋષિકેશ પટેલ