Cyclone Biparjoy/ વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો

બિપરજોયે કચ્છમાં બરબાદી મચાવ્યા પછી હવે તે રાજસ્થાનમાં કેર વર્તાવી રહ્યુ છે. વાવાઝોડાના લીધે રાજસ્થાન જળબંબાકાર થઈ ગયું છે અને ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના લીધે જાલોર જિલ્લાના સાંચોરનો ડેમ તૂટતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે.

Top Stories Gujarat
Rajasthan Biparjoy વાવાઝોડાની કચ્છમાં તબાહી પછી રાજસ્થાનમાં બરબાદીઃ સાંચોરમાં ડેમ તૂટ્યો

બિપરજોયે કચ્છમાં બરબાદી મચાવ્યા પછી હવે તે રાજસ્થાનમાં Biparjoy કેર વર્તાવી રહ્યુ છે. વાવાઝોડાના લીધે રાજસ્થાન જળબંબાકાર થઈ ગયું છે અને ભારે પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે. ભારે વરસાદના લીધે જાલોર જિલ્લાના સાંચોરનો ડેમ તૂટતા અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે. તેના લીધે એનડીઆરએફની વધુને વધુ કુમકો જાલોર જિલ્લામાં મોકલવામાં આવી રહી છે, જેથી બચાવકાર્યને વધુ વેગવંતુ બનાવી શકાય.

જાલોર જિલ્લામાં ડેમ તૂટતા નર્મદા લિફ્ટ કેનાલમાં પાણીની સતત Biparjoy આવક વધતા કેનાલ પણ તૂટી હતી. તેથી હવે સૌથી ભય સાંચોર શહેર પર મંડરાયો છે. ડેમ તૂટયા પછી કેનાલ પણ તૂટતા સાંચોર શહેર ભયમાં છે. સમગ્ર શહેરને ખાલી કરાવવાના પ્રયાસ હાથ ધરવામાં આવ્યા છે. આ ઉપરાંત આજે પણ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે.

બાડમેર અને સિરોહીમાં પણ છેલ્લા 36 કલાકથી પડી રહેલા વરસાદને Biparjoy કારણે શહેરોમાં નદીઓની જેમ પાણી વહી રહ્યા છે. જાલોર, સિરોહી, બાડમેરમાં રવિવારે સવારે પણ વરસાદ પડી રહ્યો છે. આ જિલ્લાઓના કેટલાક વિસ્તારોમાં અત્યાર સુધીમાં 10 થી 13 ઇંચ (એક ફૂટ) વરસાદ નોંધાયો છે. બિપરજૉય વાવાઝોડાને કારણે સાંચોર સહિત આસપાસના વિસ્તારોમાં અવિરત વરસાદ પડી રહ્યો છે.ગુજરાત બાજુથી અહીં બનેલા સુરવા ડેમમાં પાણી સતત આવી રહ્યું હતું. શનિવારની મોડી રાત્રે વધુ પાણી ભરાતા ડેમ તૂટી ગયો હતો.

ડેમનું પાણી સાંચોર તરફ આગળ વધી રહ્યું છે. શહેરમાં અચાનક Biparjoy પાણી આવવાની માહિતી મળતાં લોકોએ બપોરે 2 વાગ્યાથી બજારમાં પોતાની દુકાનો ખાલી કરવાનું શરૂ કરી દીધું હતું. નીચાણવાળા વિસ્તારોના લોકોને પણ સલામત સ્થળે ખસી જવા માટે કહેવામાં આવ્યું છે. સુરવાથી હડેતર થઈને પાણી જાજુસણ પહોંચ્યું હતું. ત્યારબાદ આગળ બની રહેલો ભારતમાલા એક્સપ્રેસ વે રાત્રે 4 વાગે સાંચોર તરફ આગળ વધ્યો હતો. નર્મદા કેનાલની સાંચોર લિફ્ટ કેનાલ પણ વધુ પાણી આવતાં તૂટી ગઈ છે.જાલોર ઉપરાંત સિરોહી અને બાડમેર પણ પૂરનો ખતરો છે. અહીં અનેક વિસ્તારોમાં 4-5 ફૂટ સુધી પાણી ભરાઈ ગયું છે. આ પછી લોકોને NDRF-SDRFની મદદથી બચાવવું પડ્યું.

આ પણ વાંચોઃ Boat Accident/ ગ્રીસમાં બોટ ઊંધી વળતા 300 પાક માઇગ્રન્ટ્સના મોત

આ પણ વાંચોઃ રથયાત્રા/ 146મી રથયાત્રાના નિમિતે ભગવાન જગન્નાથની આજે નેત્રોત્સવ વિધિ, તૈયારી પૂર જોશથી

આ પણ વાંચોઃ અંબાજી/ વાવાઝોડાના લીધે અંબાજીમાં લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા

આ પણ વાંચોઃ Solar Plant/ વાવાઝોડાના લીધે સોલર પ્લાન્ટ સંપૂર્ણપણે બરબાદ

આ પણ વાંચોઃ Junagadh/ પોલીસ અને લોકો વચ્ચે ઘર્ષણનો મામલો,ધાર્મિક સ્થળોને નોટિસ પાઠવતા બની હતી ઘટના