Accident/ અંબાજીથી પરત ફરતા શ્રદ્ધાળુનું અકસ્માતમાં મોત

અંબાજીમાં હાલ અનેક ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારે જીતપુરના સોમાભાઈ પગપાળા અંબાજી આવ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ ઘરે પરત જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો.

Gujarat Others
Mantavyanews 15 4 અંબાજીથી પરત ફરતા શ્રદ્ધાળુનું અકસ્માતમાં મોત
  • મોડાસાના ઇસરોલ પાસે ટ્રોલીમાથી પટકાયો યાત્રી
  • દર્શન કર્યા બાદ પરત આવતી વેળાએ સર્જાયો અકસ્માત
  • ટ્રોલી પાછળ બેઠેલા યાત્રી અચાનક નીચે પટકાયા

Aravalli News: ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસે એટલે આજે છે. ભાદરવી પૂનમના મેળાને લઇ માઈ ભક્તોમાં ઘણો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. બોલ મારી અંબે જય જય અંબેના નારથી અંબાજીના માર્ગો ગૂંજી રહ્યા છે. અંબાજીમાં ભક્તોનો ઘણો જમાવડો જોવા મળી રહ્યો છે.આ દરમિયાન એક શ્રદ્ધાળુનું અકસ્માતમાં મોત થયું હોવાનું સામે આવ્યું છે. મોડાસાના ઇસરોલ પાસે ટ્રોલીમાથી પટકાતા યાત્રીનું મોત નીપજ્યું હતું.

આપને જણાવી દઈએ કે, અંબાજીમાં હાલ અનેક ભક્તો પગપાળા માતાજીના દર્શન કરવા આવે છે. ત્યારે જીતપુરના સોમાભાઈ પગપાળા અંબાજી આવ્યા હતા. માતાજીના દર્શન કર્યા બાદ ઘરે પરત જતી વેળાએ અકસ્માત સર્જાયો હતો. જેમાં સોમાભાઈએ ઘટનાસ્થળે જ જીવ ગુમાવ્યો હતો.

આ આગાઉ, અંબાજી હડાદ માર્ગ પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બસના બે ટુકડા થઇ ગયા હતા. જ્યારે બસ અકસ્માતમાં 40થી વધુને ઇજા પહોંચી હતી. તમામ ઈજાગ્રસ્તોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. અકસ્માતમાં બાળકો, મહિલાઓ, પુરુષોને ઈજા પહોંચી હતી.

આ પણ વાંચો:ધાનેરાના ધરણોધર ગામમાં બે જૂથ વચ્ચે માથાકૂટ, છૂટા હાથની મારામારીનો વીડિયો વાયરલ

આ પણ વાંચો:ઓખા નજીક દરિયામાંથી ઇરાની શખ્સો સાથે શંકાસ્પદ બોટ ઝડપાઇ

આ પણ વાંચો:ભાવનગરની આ હોસ્પિટલમાં મોદી રાત્રે ફાયરિંગ, શારીરિક સંબંધને લઈને ગોળીબાર

આ પણ વાંચો:માતા અને બાળકને મોત આપનાર તબીબો સામે પોલીસની લાલાઆંખ