Dwarkadhish Temple/ દિવાળી પર્વ દરમિયાન જગત મંદિર દર્શનના સમયમાં કરાયો ફેરફાર…

આગામી દિવાળી પર્વ દીપાવલી ઉત્સવ દરમિયાન દ્વારકાના જગત મંદિર માં દર્શન ના ક્રમ માં કરાયો ફેરવાર…

Gujarat Dharma & Bhakti Navratri 2022
3. Dwarka kesari tours દિવાળી પર્વ દરમિયાન જગત મંદિર દર્શનના સમયમાં કરાયો ફેરફાર...

દ્વારકા ખાતે આગામી દિવાળી પર્વ  દરમિયાન દ્વારકાના જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરવાર કરવામાં આવ્યો છે. જે નીચે પ્રમાણે છે. દ્વારકાધીશ ભગવાનના ભક્તો દિવાળી અને નૂતન વર્ષ ના દર્શન 13 નવેમ્બર થી 16 નવેમ્બર સુધી અલગ અલગ ઉત્સવો ની ધામધૂમથી ઉજવણી કરાશે.

  • 13 તારીખે ધનતેરસના દિવસે શ્રીજી નો ક્રમ નિત્ય મુજબ રહેશે…
  • 14 તારીખે શનિવાર ના રોજ રૂપ ચૌદસ અને દીપાવલી પર્વ ની ઉજવણી કરશે જેમાં સવારે મંગલા આરતી 5 વાગ્યે , શ્રીજી ના દર્શન નિત્ય મુજબ રહેશે , અનોસર(મંદિર બંધ ) બપોરે 1 વાગ્યે , ઉત્થાપન દર્શન સાંજે 5 કલાકે , હાટડી દર્શન રાત્રે 8 કલાક થી 8:30 કલાક સુધી અને અનોસર (બંધ) રાત્રે 9:45 વાગ્યે રહેશે…
  • 15 તારીખે રવિવાર ના રોજ નૂતન વર્ષ અન્નકૂટ ઉત્સવ માં મંગલા આરતી સવારે 6 કલાકે , શ્રીજી ના દર્શન સવારે નિત્ય મુજબ રહેશે , અનોસર (બંધ) બપોરે 1 કલાકે થશે જ્યારે સાંજ નો ક્રમ – અન્નકૂટ ઉત્સવ દર્શન સાંજે 5 થી 7 કલાક સુધી રહેશે , અનોસર (બંધ ) રાત્રે 9:45 વાગ્યે થશે…
  • 16 તારીખે સોમવાર ના રોજ ભાઈબીજ ના ઉત્સવ ઉજવાશે જેમાં સવાર નો ક્રમ – મંગલા આરતી સવારે 7 કલાકે , શ્રીજી ના દર્શન નિત્ય મુજબ રહેશે …