શરમજનક/ ડાયમંડ સિટી સુરત ફરી એકવાર થયું શર્મશાર, 13 વર્ષની સગીરા સાથે બની દુષ્કર્મની ઘટના

સુરતમાં ફરી એક વખત શાર્મશાર ઘટના સામે આવી છે. એક 13 વર્ષની સગીરા સાથે સાવકા પિતા, કાકા બે ભાઈ અને અન્ય એક ઇસમે દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે.

Gujarat Surat
Untitled 29 4 ડાયમંડ સિટી સુરત ફરી એકવાર થયું શર્મશાર, 13 વર્ષની સગીરા સાથે બની દુષ્કર્મની ઘટના

@અમિત રૂપાપરા 

સુરતમાં ફરી એક વખત શાર્મશાર ઘટના સામે આવી છે. એક 13 વર્ષની સગીરા સાથે સાવકા પિતા, કાકા બે ભાઈ અને અન્ય એક ઇસમે દુષ્કર્મ કર્યું હોવાનો મામલો સામે આવ્યો છે. આ સમગ્ર મામલે સગીરાની માતા દ્વારા અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી અને પોલીસ દ્વારા આ ઘટનાને લઇ ત્રણ આરોપીની ધરપકડ કરી એક બાળ કિશોરની અટકાયત કરી છે.

અડાજણ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલી ફરિયાદ અનુસાર ઓગસ્ટ 2021થી ડિસેમ્બર 2021 દરમિયાન સગીરા સાથે દુષ્કર્મની ઘટના બની હતી. આ ઘટનામાં આરોપી વત્સલ મહેતા, નીરજ મહેતા, નિકુંજ ગામીત અને પ્રજ્ઞેશ મહેતા ઉપરાંત પંદર વર્ષના એક બાળ કિશોર આમ કુલ પાંચે આરોપીએ અવારનવાર સગીરા સાથે તેની મરજી વિરુદ્ધ ઘરના પહેલા માળે લઈ જઈ દુષ્કર્મ આચાર્ય હતું.

સગીરા દ્વારા આ ઘટનાની જાણ તેની માતાને કરવામાં આવી હતી. ત્યારબાદ સગીરાની માતા દ્વારા સમગ્ર મામલે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી હતી..મહત્વની વાત છે કે ઘટનામાં સગીરાના સાવકા પિતા, કાકા, બે પિતરાઈ ભાઈઓ અને અન્ય એક સામે દુષ્કર્મનો આરોપ છે. ત્યારે પોલીસની તપાસમાં એવી પણ માહિતી સામે આવી છે કે, આ બાળકી જ્યારે 5 મહિનાની હતી તે સમયે તેને નારી સંરક્ષણ ગૃહમાંથી દત્તક લેવામાં આવી હતી.

સુરતના ઘોડદોડ રોડ વિસ્તારમાં આવેલા નારી સંરક્ષણ ગૃહમાંથી આ કિશોરીને દત્તક લેવામાં આવી હતી. ત્યારબાદ પરિવાર બાળકીને પોતાની સાથે જ રાખતા હતા. દત્તક લીધેલી આ બાળકી જ્યારે મોટી થઈ ત્યારે સાવકા પિતા, ભાઈ અને કાકાએ જ તેને હવસનો શિકાર બનાવી હતી. આ સમગ્ર મામલે અડાજણ પોલીસે કુલ પાંચ ઈસમો સામે ગુનો દાખલ કર્યો છે. જેમાંથી ત્રણ આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક બાળક કિશોરની અટકાયત કરવામાં આવી છે અને અન્ય એક આરોપી ફરાર છે. ત્યારે આગામી દિવસોમાં પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવેલા આરોપીઓની પૂછપરછ કરવામાં આવશે.

એવી પણ માહિતી સામે આવી રહી છે કે, આ સગીરા સાથે તેના પિતા અને કાકાએ તો અવારનવાર શારીરિક સંબંધ બાંધ્યા હતા પરંતુ કાકાએ જે મહિલા સાથે લગ્ન કર્યા હતા તે મહિલાના પુત્રએ પણ આ બાળકી સાથે સંબંધ જબરદસ્તીથી બાંધ્યા હતા. તો જ્યારે બાળકીની માતાએ બાળકીના સાવકા પિતાને દીકરી સાથે આ પ્રકારનું કૃત્ય કરવાની ના કહી પ્રતિકાર કર્યો ત્યારે સાવકા પિતાએ જણાવ્યું હતું કે દીકરીને આપણે ક્યાં જન્મ આપ્યો છે એટલે ચિંતા સાની.

આ બાબતે પતિ પત્નીને અવારનવાર ઝઘડો પણ થતો હોવાની વિગતો સામે આવી છે. પતિની આ પ્રકારની હરકતોથી કંટાળી મહિલા દ્વારા જ બાળકીને ન્યાય અપાવવા માટે પતિ અને અન્ય પરિવારના સભ્યો સામે અડાજણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે.  એવું પણ જાણવા મળ્યું છે કે અગાઉ આ બાબતે પતિ-પત્નીઓને ઝઘડો થયો હોવાના કારણે આ સગીરાને ભણવા માટે સાપુતારાની એક હોસ્ટેલમાં પણ મોકલી દેવામાં આવી હતી પરંતુ ત્યારબાદ બાળકીનો સાવકો પિતા તેને ફરીથી સુરત લાવ્યો હતો અને સુરતની સ્કૂલમાં એડમિશન કરાવી ફરી તેની સાથે ફરીથી શારીરિક સંબંધો જબરદસ્તીથી બાંધવામાં આવતા હતા અને અંતે આ સમગ્ર મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો.

આ પણ વાંચો:કર્ણાટકની ચૂંટણીમાં કોંગ્રેસે બજરંગ દળની સરખામણી આતંકી સંગઠન સાથે કરતા સુરતમાં વિરોધ

આ પણ વાંચો:રવિવારે યોજનારી તલાટીની પરીક્ષાને લઈને સુરત ST વિભાગ એકસ્ટ્રા બસો દોડાવશે, એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરાયો

આ પણ વાંચો:સુરત કોર્ટથી 200 મીટરના અંતરે જ જાહેરમાં હત્યા કેસના આરોપીની થઇ હત્યા

આ પણ વાંચો:સુરતને પીએમ કેરમાંથી મળેલાં વેન્ટિલેટરની ‘ધૂળદશા’, ઘોર બેદરકારી આવી સામે