Not Set/ ડિમ્પલ કાપડિયાની ફિલ્મે જીત્યો એવોર્ડ તો પ્રિયંકા ચોપડાનું તૂટ્યું સપનું, જાણો વિજેતાઓના નામ

દરેક લોકો આતુરતાથી ઓસ્કાર 2021 ની રાહ જોઈ રહ્યા હતા. દર વર્ષે, દરેક વ્યક્તિની નજર આ એવોર્ડ ફંક્શન પર રહેલી હોય છે, કઈ ફિલ્મ, એક્ટર અને એક્ટ્રેસ બાજી મારે છે. 

Top Stories Entertainment
A 307 ડિમ્પલ કાપડિયાની ફિલ્મે જીત્યો એવોર્ડ તો પ્રિયંકા ચોપડાનું તૂટ્યું સપનું, જાણો વિજેતાઓના નામ

દરેક લોકો આતુરતાથી ઓસ્કાર 2021 ની રાહ જોઈ રહ્યા હતા. દર વર્ષે, દરેક વ્યક્તિની નજર આ એવોર્ડ ફંક્શન પર રહેલી હોય છે, કઈ ફિલ્મ, એક્ટર અને એક્ટ્રેસ બાજી મારે છે. આ વર્ષે, આ સમારોહ ખૂબ જ અલગ રીતે થયો છે. આ વર્ષે ના કોઈ હોસ્ટ છે અને ના કોઈ ઓડિયન્સ. ચાલો આપને જણાવીએ કે આ વર્ષે કોણે જીત મેળવી છે.

આ વર્ષે અભિનેતા એંથની હોપકિન્સને ફિલ્મ ધ ફાધર માટે બેસ્ટ એક્ટરનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મે ઘણા એવોર્ડ જીત્યા છે.

Ocsar 1

ઓસ્કાર 2021 માં સર્વશ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ આ વર્ષે ફ્રાંસેસ મેકડોર્મને જીત્યો છે. ફિલ્મ નોમાડલેન્ડમાં તેની શાનદાર અભિનય માટે તેમને આ બિરુદ મળ્યું છે.

Oscar 2

આ પણ વાંચો :બોલીવુડમાં કોરોનાનું ખોફ, પીપીઈ કીટ પહેરીને ફરી રહ્યા છે સિતારાઓ

નોમાડલેન્ડને આ વર્ષની શ્રેષ્ઠ ફિલ્મનો એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મે આ વર્ષે ઘણા એવોર્ડ જીત્યા છે. અભિનેત્રી ફ્રાંસેસ મેકડોર્મને આ ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ પણ મળ્યો છે.

Oscar Min

પ્રિયંકા ચોપડાની ફિલ્મ ધ વ્હાઇટ ટાઇગરને પણ શ્રેષ્ઠ અડેપ્ટેડ સ્ક્રીનપ્લે કેટેગરીમાં નામાંકિત કરાઈ હતી. પરંતુ આ વર્ષે પણ ભારત તેની બેગમાં ઓસ્કર એવોર્ડ લાવી શક્યો નથી. ફાધર ફિલ્મને બેસ્ટ એડેપ્ટેડ સ્ક્રીનપ્લે માટે ઓસ્કર એનાયત કરવામાં આવ્યો છે.

ડિમ્પલ કાપડિયાની ફિલ્મ ટેનેટને પણ ઓસ્કર એવોર્ડ મળ્યો છે. આ ફિલ્મને બેસ્ટ વિઝ્યુઅલ ઇફેક્ટ માટે ઓસ્કાર એવોર્ડથી નવાજવામાં આવી છે.

આ પણ વાંચો :નિવૃત્ત IAS અધિકારી સાથે ઘર્ષણમાં ઉતરી કંગના કહ્યું, વડાપ્રધાન દેશના પિતા સમાન છે

આ પણ વાંચો :જયાપ્રદા અને શ્રીદેવીને બોલતા કરવા માટે જીતેન્દ્ર અને રાજેશ ખન્નાએ બંનેને એક રૂમમાં પૂરી દીધા હતા,Indian Idolના સેટ પર અભિનેત્રીનો ખુલાસો

Untitled 43 ડિમ્પલ કાપડિયાની ફિલ્મે જીત્યો એવોર્ડ તો પ્રિયંકા ચોપડાનું તૂટ્યું સપનું, જાણો વિજેતાઓના નામ