Open/ રાજ્યની આ અદાલતોમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી થશે શરુ

રાજ્યની આ અદાલતોમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી થશે શરુ

Gujarat Others Trending
Untitled 4 રાજ્યની આ અદાલતોમાં આજથી પ્રત્યક્ષ સુનાવણી થશે શરુ

ગુજરાત રાજ્યમાં કોરોના કાળથી બંધ પડેલી નીચલી કોર્ટ આજથી શરુ થશે. રાજ્યના ચારેય મહાનગરોમાં આજથી કોરોના કેસ ઘટતા ગુજરાત હાઇકોર્ટના નિર્ણય અનુસાર હવે પ્રત્યક્ષ સુનાવણી કરી શકાશે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં જેવા મોટા શહેરોમાં આજથી નીચલી અદાલતો વિધિવત રીતે શરુ થશે. કોરોનાનું સંક્રમણ વધતા 26-3-2020ના રોજ કોર્ટોમાં પ્રત્યક્ષ બંધ કરી વીડિયો કોન્ફરન્સથી અરજન્ટ કેસોની સુનાવણી શરૂ કરવામાં આવી હતી.

Gandhinagar / ૧લિ માર્ચથી વિધાનસભાના બજેટ સત્રનો થશે પ્રારંભ, વિપક્ષ શાસકને ભીસમાં લેવામાં થશે સફળ ?

છેલ્લા ઘણા સમયથી બંધ રહેતા નાના વકીલો આર્થીક ભીસનો પણ સામનો કરી રહ્યા હતા. જેને લઈને બાર એસો. દ્વારા કોર્ટમાં પ્રત્યક્ષ કામગીરી માટે હાઇકોર્ટમાં વિનંતી કરવામાં આવી હતી. જે માન્ય રાખીને નિર્ણય કરવામાં આવ્યો છે. માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોનમાં કોર્ટ શરૂ નહીં થાય. તમામ કોર્ટ 10-45થી 6-10 કલાક સુધી ખુલ્લી રહેશે.

Business / રિલાયન્સે ખરીદ્યો અમેરિકન કંપની સ્કાયટ્રેનમાં હિસ્સો, હવામાં લટકતા ડબ્બા દોડાવી શકે છે સ્કાયટ્રેન

પહેલી માર્ચના રોજ નીચલી અદાલતો શરૂ થવાની હોવાથી ગત બે દિવસમાં કોર્ટ સંકુલોને સંપૂર્ણ રીતે સ્વચ્છ કરી સેનેટાઇઝ કરવામાં આવ્યા હતા. કોર્ટના વહીવટી વિભાગ તરફથી વકીલોને સૂચના અપાઇ છે કે જેલમાં રહેલા આરોપીઓને કેસની મુદતમાં કોર્ટ સમક્ષ હાજર ન કરવામાં આવે. જરૂર જણાય તો જ કેદીઓને જેલથી કોર્ટમાં લઇ આવવા. ગુજરાત હાઇકોર્ટમાં પણ આગામી દિવસોમાં પ્રત્યક્ષ સુનાવણી શરૂ થાય તેવી શક્યતા છે.