મની લોન્ડરિંગ કેસ/ જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની મુશ્કેલીઓ વધી, EDએ ₹538 કરોડની સંપત્તિ કરી જપ્ત

ED દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, M/s Jet Airways (India) Limited (JIL) સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.

Top Stories India
YouTube Thumbnail 2023 11 01T180627.151 જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની મુશ્કેલીઓ વધી, EDએ ₹538 કરોડની સંપત્તિ કરી જપ્ત

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બેન્ક ફ્રોડ કેસમાં જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલ અને અન્ય પાંચ સામે મોટી કાર્યવાહી કરી છે. EDએ આ કેસમાં ₹538 કરોડની સંપત્તિ જપ્ત કરી છે. અગાઉ 31 ઓક્ટોબરે EDએ નરેશ ગોયલ અને અન્ય આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. આ મામલો કેનેરા બેંકમાં 538 કરોડ રૂપિયાની છેતરપિંડી સાથે સંબંધિત છે. આ કેસમાં ઈડીએ નરેશ ગોયલની 1 સપ્ટેમ્બરે ધરપકડ કરી હતી. હાલમાં તે ન્યાયિક કસ્ટડીમાં છે અને મુંબઈની આર્થર રોડ જેલમાં બંધ છે.

EDએ શું કહ્યું

ED દ્વારા જારી કરવામાં આવેલા નિવેદન અનુસાર, M/s Jet Airways (India) Limited (JIL) સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (PMLA) 2002ની જોગવાઈઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આ કાર્યવાહીમાં રૂ. 538.05 કરોડની સંપત્તિ અસ્થાયી રૂપે જપ્ત કરવામાં આવી છે. અટેચ કરેલી મિલકતોમાં વિવિધ કંપનીઓ અને વ્યક્તિઓના નામે 17 રહેણાંક ફ્લેટ/બંગલા અને કોમર્શિયલ કેમ્પસનો સમાવેશ થાય છે. તમને જણાવી દઈએ કે મેસર્સ જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડ (JIL) ના સ્થાપક નરેશ ગોયલ છે. EDએ ગોયલની પત્ની અનિતા ગોયલ અને પુત્ર નિવાન ગોયલને પણ આરોપી બનાવ્યા છે.

કેનેરા બેંકની ફરિયાદ પર કાર્યવાહી

કેનેરા બેંકની લેખિત ફરિયાદના આધારે EDએ આ કાર્યવાહી કરી છે. આ મામલામાં સીબીઆઈએ એફઆઈઆર નોંધી હતી. EDએ FIRના આધારે તપાસ શરૂ કરી. એફઆઈઆરમાં, મેસર્સ કેનેરા બેંક દ્વારા છેતરપિંડી, ગુનાહિત કાવતરું, વિશ્વાસનો ફોજદારી ભંગ અને ગુનાહિત ગેરવર્તણૂકના આરોપો મૂકવામાં આવ્યા હતા.

ED તપાસમાં બહાર આવ્યું છે કે જેટ એરવેઝ (ઈન્ડિયા) લિમિટેડે SBI અને PNBની આગેવાની હેઠળની બેંકો પાસેથી લીધેલી લોનનો ગેરઉપયોગ કર્યો હતો. નરેશ ગોયલે મોટા પાયે નાણાકીય છેતરપિંડી કરી હતી. જેટ એરવેઝની બેલેન્સ શીટ સાથે છેડછાડ કરવામાં આવી હતી અને જોગવાઈઓ કરીને લોનને રદ કરવામાં આવી હતી.


whatsapp ad White Font big size 2 4 જેટ એરવેઝના સ્થાપક નરેશ ગોયલની મુશ્કેલીઓ વધી, EDએ ₹538 કરોડની સંપત્તિ કરી જપ્ત


આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા શિરડી, સાંઈબાબાના મંદિરમાં કરી પૂજા અર્ચના

આ પણ વાંચો:સચિન ઉપાધ્યાયની હત્યા કેસમાં એક મોટું અપડેટ, લાશને 17 કલાક સુધી છુપાવી

આ પણ વાંચો:‘હું લેખિતમાં આપી રહ્યો છું, હવે મોદી સરકાર નહીં આવે…’, જાણો કોને કહી આ વાત

આ પણ વાંચો:પૂર્વ CM હરીશ રાવતની કારને નડ્યો અકસ્માત, જાણો કેવી છે તેમની હાલત?