Winter/ શું તમે જાણો છો શિયાળાની સવારે કેમ પડે છે ઝાકળ

દરેક ઋતુની સવાર નું મહત્વ અલગ જ હોય છે. પરંતુ શિયાળાની સવારની વાત શું કહેવાય. શાળામાં ભણતા તો પરીક્ષામાં પણ શિયાળાની સવાર વિશે નિબંધ પૂછતો હતો અને તેના જ આપણને ગુણ મળતા હતા. આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ. જેમા સૌથી વધુ શિયાળાની ઋતુ લોકોને ખૂબ પસંદ હોય છે. શિયાળામાં વહેલી સવારે બગીચામાં […]

Mantavya Vishesh
corona 198 શું તમે જાણો છો શિયાળાની સવારે કેમ પડે છે ઝાકળ

દરેક ઋતુની સવાર નું મહત્વ અલગ જ હોય છે. પરંતુ શિયાળાની સવારની વાત શું કહેવાય. શાળામાં ભણતા તો પરીક્ષામાં પણ શિયાળાની સવાર વિશે નિબંધ પૂછતો હતો અને તેના જ આપણને ગુણ મળતા હતા.

આપણા દેશમાં મુખ્ય ત્રણ ઋતુનો આપણે અનુભવ કરીએ છીએ. જેમા સૌથી વધુ શિયાળાની ઋતુ લોકોને ખૂબ પસંદ હોય છે. શિયાળામાં વહેલી સવારે બગીચામાં જાવ તો ફૂલ છોડ ઉપર પાણીના ઝીણા ટીપાં બાઝેલા જોવા મળે. એકદમ શુધ્ધ પાણીના ટીપાં સૂર્યપ્રકાશમાં સપ્તરંગી પ્રકાશ વેરે તે દૃશ્ય મનોરમ્ય હોય છે. આ ફોરાંને ઝાકળ કહે છે. રાત્રે વરસાદ ન આવ્યો હોય તો પણ પાણીના ટીપાં ક્યાંથી આવે તે જાણો છો ? આપણે જાણીએ છીએ કે હવામાં ભેજ રહેલો હોય છે. તેને આર્દ્રતા પણ કહે છે. ભેજ એટલે પાણીની વરાળ, શિયાળામાં હવા ઠંડી હોય છે પરંતુ વનસ્પતિનાં પાન તેનાથી ય વધુ ઠંડા હોય છે.

ફૂલ અને પાનની ઠંડી સપાટી પર હવામાંની વરાળ ઠરીને પાણીના ટીપાં સ્વરૃપે બાઝે છે. રાત્રે જેમ જેમ ઠંડી વધે તેમ તેમ ઝાકળ વધુ જામે અને સવારે દેખાય. તડકો વધે અને ગરમી વધે કે તરત જ આ ટીપાં વરાળ બની ઊઠી જાય.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો