Not Set/ શું તમે બેન્ક લોકર Use કરો છો? તો એકવાર વાંચી લો આ સમાચાર

જો તમે પણ તમારા ઘરેણા અને અન્ય કિંમતી વસ્તુઓ બેન્ક લોકરમાં મુકો છો તો તમારે આ સમાચાર ખાસ વાંચવા જરૂરી છે. જણાવી દઇએ કે, RBI એ નિયમોમાં એક સુધાર કર્યો છે.

Top Stories Business
બેન્ક લોકર યુઝ કરો છો રાખો આ જાણકારી

આજનાં સમયમાં લોકો પોતાની મોંઘી જ્વેલરી અને અન્ય કિંમતી વસ્તુઓ ઘરમાં રાખવાનું ટાળે છે. તેની પાછળ એક ખાસ કારણ રહેલુ છે. ઉલ્લેખનીય છે કે, સમાજમાં ચોરીની વધતી જતી ઘટનાઓને કારણે લોકો તેમના ઘરેણા અને અન્ય કિંમતી સામાન બેન્ક લોકરમાં જ રાખવાનું પસંદ કરે છે. જેથી તેમનો સામાન પણ સુરક્ષિત રહે અને તેઓ ભયમુક્ત રહી શકે, પરંતુ હવે તમારી આ વિશેષ સુવિધાને પણ ગ્રહણ લાગી શકે છે. તો આવો જાણીએ શું છે સમગ્ર મામલો…

બેન્ક લોકર યુઝ કરો છો રાખો આ જાણકારી

આ પણ વાંચો – કટ્ટરપંથી વિચારધારા / પાકિસ્તાનની મદરેસાઓમાં ધર્મનિંદા કરનારાઓનું માથું કાપવાનું શીખવવામાં આવે છે, વીડિયો આવ્યો સામે 

જો તમે તમારા ઘરેણા, કિંમતી સામાન, મહત્વપૂર્ણ દસ્તાવેજો રાખવા માટે બેન્ક લોકરનો ઉપયોગ કરો છો, તો આ સમાચાર તમારા માટે મહત્વપૂર્ણ છે. જણાવી દઇએ કે, રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ બેન્ક લોકર સંબંધિત નિયમોમાં ફેરફાર કર્યો છે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયાએ બેન્ક લોકરનાં નિયમોમાં ફેરફાર કર્યા છે, જો તમે આ નિયમ વિશે જાણતા નથી તો તમને નુકસાન થઈ શકે છે. RBI નાં નિયમો અનુસાર, જો તમે લાંબા સમય સુધી તમારા લોકરનો ઉપયોગ નહી કરો તો તમારું લોકર તૂટી શકે છે. જી હા, તમે સાચું વાંચી રહ્યા છો. હવે RBI ની સુધારેલી માર્ગદર્શિકામાં, એવું કહેવામાં આવ્યું છે કે બેન્ક લોકરને તોડી પાડવા અને લોકરની સામગ્રી તેના નોમિની/કાનૂની વારસદારને ટ્રાન્સફર કરવા અથવા વસ્તુઓનો પારદર્શક રીતે નિકાલ કરવા માટે સ્વતંત્ર હશે. રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (RBI) એ સેફ ડિપોઝિટ લોકર્સ અંગે સુધારેલી માર્ગદર્શિકા જારી કરી છે. RBI નાં નવા નિર્દેશો અનુસાર, Bank ને નિર્દેશ આપવામાં આવ્યો છે કે જો કોઈ લોકર લાંબા સમયથી ખોલવામાં આવતુ નથી, તો બેન્ક તેને ખોલી શકે છે. જો ગ્રાહક તે લોકર માટે નિયમિતપણે ચૂકવણી કરતો હોય, પરંતુ જો લોકર લાંબા સમયથી ખોલ્યું ન હોય તો તે બેન્ક દ્વારા ખોલી શકાય છે.

બેન્ક લોકર યુઝ કરો છો રાખો આ જાણકારી

આ પણ વાંચો – ગજબ હો, / આ પશુનું દૂધ 10 હજાર રૂપિયા પ્રતિ લિટર વેચાઈ રહ્યું છે, લોકો પણ ખરીદવા માટે લગાવી રહ્યા છે લાંબી લાઈનો

RBI એ તેની ગાઈડલાઈન્સમાં કહ્યું છે કે, બેન્ક બિનઉપયોગી લોકરનાં ગ્રાહકનો સંપર્ક કરવાના તમામ પ્રયાસો કરશે. પત્ર, ઈમેલ, એસએમએસ દ્વારા સંદેશ મોકલવામાં આવશે. જો હજુ પણ બેન્ક લોકર અંગે ગ્રાહકો દ્વારા કોઇ પગલા લેવામાં ન આવે અથવા લોકર સક્રિય ન થાય, તો બેન્ક લોકર ભાડે આપનાર અંગે સ્થાનિક અખબાર (અંગ્રેજી અને હિન્દી)માં જાહેર સૂચના બહાર પાડશે. બેન્કિંગ અને ટેક્નોલોજીનાં ક્ષેત્રમાં વિવિધ વિકાસ, ફરિયાદ અને ભારતીય બેન્ક એસોસિએશન તરફથી મળેલી ફરિયાદોને ધ્યાનમાં રાખીને, RBIએ લોકરનાં નિયમમાં ફેરફાર કર્યો છે. બેન્કમાંથી આવી ફરિયાદો મળી રહી છે જેમાં વર્ષોથી બેન્ક લોકર ખોલવામાં આવતા નથી. આવી ફરિયાદોનાં સમાધાન માટે બેન્કે આ આદેશ નિષ્ક્રિય બેન્ક લોકર્સનાં સંદર્ભમાં આપ્યો છે.