ભુજ/ શું તમે Google Pay યુઝ કરો છો ? ..તો તમારી સાથે પણ બની શકે આવો બનાવ..!

ગુગલ-પેમાં થયેલ પેમેન્ટ પર કાંઈ અજૂગતુ લાગતા રીના ભુડીયાએ અજાણ્યા નંબરના વ્યક્તિને તેમના પતિ પોલીસ ખાતામાં હોવાનું જણાવતા જ અજાણ્યા નંબરના વ્યક્તિએ ફોન બ્લોક કર્યો હતો.

Top Stories Gujarat Others
Google Pay

@મહેન્દ્ર મારૂ,

ડીઝીટલ યુગમાં ગુગલ-પેનો વપરાશ દિન બદીન વધી રહ્યો છે તેમાં કેટલા ઉપભોગતાઓ નંબર તપાસ્યા વગર જ આંખ બંધ કરી ગુગલ પે પર પેમેન્ટ કરતાં હોય છે ત્યારે આજે Google Pay ના વપરાશકારો માટે ભુજ શહેરમાં ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે.

ભુજ શહેરના જૂની રાવલવાડી વિસ્તારમાં બ્યુટી પાર્લરનો વ્યવસાય કરતા મેકપ આર્ટીસ્ટ રીના ભૂડીયા (પટેલ) ઉ. વ.૩૭ને મેકપ માટે ઓર્ડર બુક કરવા વોટ્સએપ પર એક અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને ઓર્ડર બુક કરવા માટે 1 હજારના બદલે 10 હજાર રૂપિયા ગુગલ પે કર્યા હતા અને ગુગલ પે એકાઉન્ટ પર 10 રૂપિયાનો રિસીવ મેસેજ આવ્યો પણ રીના ભુડીયાએ બેન્કની એપ્લિકેશન ચેક કરતા ખાતામાં રૂપિયા જમા ન થતા ચોંકી ઉઠ્યા હતા.

Google Pay માં થયેલ પેમેન્ટ પર કાંઈ અજૂગતુ લાગતા રીના ભુડીયાએ અજાણ્યા નંબરના વ્યક્તિને તેમના પતિ પોલીસ ખાતામાં હોવાનું જણાવતા જ અજાણ્યા નંબરના વ્યક્તિએ ફોન બ્લોક કર્યો હતો.

આ સમગ્ર બનાવ મામલે રીના ભુડીયાએ ભુજ શહેરની પોલીસની સી-ટીમને જાણ કરી અન્ય લોકો આવી છેતરપીંડીનો ભોગ ન બને તેમ લેખીત રજૂઆત કરી હતી. ભુજ પોલીસની સી-ટીમ દ્વારા જાગૃતતા દાખવવા અને ઓનલાઈન પેમેન્ટ પર સચેત રહેવા અનુરોધ કર્યો હતો અને સાયબર ક્રાઇમ દ્વારા છેતરપીંડી કરનાર અજાણ્યા નંબરના ઇસમ સામે કાર્યવાહી કરવા વધુ તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો:સરકારી ભરતી પરીક્ષામાં અત્યાર સુધીનો સૌથી મોટો ખુલાસો, 11 વર્ષથી ચાલતું હતું કૌભાંડ; 36 લોકો સામે નોંધાઈ ફરિયાદ

આ પણ વાંચો:ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી મહિધરપુરા હીરા બજારની મુલાકાતે, વેપારીઓ સાથે ચાની ચૂસકી પણ માની

આ પણ વાંચો:બોટાદમાં કરાઇ નેશનલ ફાયર સર્વિસ દિવસની ઉજવણી, શહીદ થયેલા જવાનોને અપાઈ શ્રદ્ધાંજલિ

આ પણ વાંચો:રાજકોટની મારવાડી યુનિ.માંથી ઝડપાયું ગાંજાનું વાવેતર, મીડિયાને જોતા કર્યું આવું…

આ પણ વાંચો:2 વર્ષની સજા પર રાહુલ ગાંધીને કોઈ રાહત નથી, 5 કલાકથી વધુ ચાલી દલીલો; જાણો કોણે શું કહ્યું?