Trump arrest-Warrant/ જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ દાખલ, ધરપકડ વોરંટ જારી

અમેરિકાના ઇતિહાસના અભૂતપૂર્વ બનાવમાં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જ્યોર્જિયા રાજ્યના ચૂંટમીના પરિણામોને ઉથલાવી દેવાના પ્રયાસના આરોપમાં ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે.

Top Stories World
Trump Surrender જ્યોર્જિયામાં 2020ની ચૂંટણીમાં હસ્તક્ષેપ કરવા બદલ ડોનાલ્ડ ટ્રમ્પ સામે કેસ દાખલ, ધરપકડ વોરંટ જારી

વોશિંગ્ટનઃ અમેરિકાના ઇતિહાસના Trump-Arrest warrant અભૂતપૂર્વ બનાવમાં ભૂતપૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સામે 2020ની રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં જ્યોર્જિયા રાજ્યના ચૂંટમીના પરિણામોને ઉથલાવી દેવાના પ્રયાસના આરોપમાં ધરપકડનું વોરંટ જારી કરવામાં આવ્યું છે.

ટ્રમ્પ પર આ ષડયંત્રમાં સામેલ હોવાનો આરોપ છે. તેમના દ્વારા ગેરકાયદેસર રીતે ચૂંટણી પરિણામમાં ફેરફાર કરીને જો બિડેનને હરાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. આ અંગે ટ્રમ્પ વિરુદ્ધ ધરપકડ વોરંટ જારી Trump-Arrest warrant કરવામાં આવ્યું છે. તેમને 25 ઓગસ્ટ સુધીમાં આત્મસમર્પણ કરવાનું કહેવામાં આવ્યું છે. ટ્રમ્પની સાથે આ કેસમાં કુલ 19 આરોપીઓ છે, જેમાં તેમના વકીલ રૂડી જિયુલિયાની, જોન ઈસ્ટમેન અને વ્હાઇટ હાઉસના ભૂતપૂર્વ ચીફ ઓફ સ્ટાફ માર્ક મીડોઝનો સમાવેશ થાય છે.

ડોનાલ્ડ ટ્રમ્પ અને તેમના સહયોગીઓ પર 13 આરોપ Trump-Arrest warrant લગાવવામાં આવ્યા છે. તેમાં બનાવટ કરવાનો આરોપ પણ સામેલ છે. ટ્રમ્પ વિરુદ્ધ દાખલ કરાયેલા કેસમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે 2 જાન્યુઆરી, 2021ના રોજ ટ્રમ્પે જ્યોર્જિયાના ટોચના ચૂંટણી અધિકારીને ફોન કર્યો અને તેમને 11,780 વોટ એકત્રિત કરવા કહ્યું જેથી ચૂંટણી પરિણામ તેમની તરફેણમાં આવે. જો બિડેન જ્યોર્જિયાની ચૂંટણીમાં ઓછા મતોના માર્જિનથી જીતી ગયા અને તેમની જીતને હારમાં બદલવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

આ ચોથો કેસ છે જેમાં ડોનાલ્ડ ટ્રમ્પ સામે આરોપો ઘડવામાં Trump-Arrest warrant આવ્યા છે. બે અઠવાડિયા પહેલા, 6ઠ્ઠી જાન્યુઆરીની હિંસા દ્વારા યુએસ ચૂંટણી પરિણામને પલટાવવાના પ્રયાસના મામલામાં ટ્રમ્પ પર આરોપ ઘડવામાં આવ્યો છે. તેના પર અગાઉ વર્ગીકૃત દસ્તાવેજો ઘરે રાખવા અને સ્ટોર્મી ડેનિયલ્સ નામના પોર્ન સ્ટાર સાથેના તેના સંબંધોને ઢાંકવા માટે ચૂંટણી ફંડમાંથી ચૂકવણી કરવા બદલ પણ આરોપ મૂકવામાં આવ્યો છે.

 

આ પણ વાંચોઃ નિર્લજ્જ બેંક મેનેજર/જામનગરની આ બેંકમાં મેનેજરે લેડીઝ વોશરૂમમાં લગાવ્યા સ્પાય કેમેરા

આ પણ વાંચોઃ અમદાવાદ/તડકામાં કાયદાનું પાલન કરાવતાપોલીસ જવાનો ,ઠંડા મગજ સાથે મેમો ફાડશે કેવી રીતે !

આ પણ વાંચોઃ GPSC Exam/GPSC વર્ગ-1 અને 2ની ભરતીઓની જાહેરાત, જાણો ક્યારથી ફોર્મ ભરવાના થશે શરૂ

આ પણ વાંચોઃ Indepedence day confusion/આ વખતનો સ્વતંત્રતા દિન કયો, 76મો કે 77મો, ગૂંચવાડો દૂર કરો

આ પણ વાંચોઃ અંધશ્રદ્ધાથી મળ્યું મોત/જુઓ તો ખરા આપણા ગુજરાતમાં કઇ હદે પહોંચી અંધશ્રદ્ધા, અરવલ્લીમાં કિશોરી સાથે જે થયું તે જાણીને હચમચી જશો