Recipe/ સ્વાદ થઇ જશે બમણો, આ રીતે ઘરે જ બનાવો રાજસ્થાની બાટી

દાલ-બાટીનું નામ આવે એટલે તરત રાજસ્થાનની યાદ આવી જાય. બાટી આખા રાજસ્થાનમાં સૌથી ફેવરિટ વાનગી છે. દાલની સાથે તેનો સ્વાદ ટેસ્ટી હોય છે.

Food Lifestyle
Untitled 9 સ્વાદ થઇ જશે બમણો, આ રીતે ઘરે જ બનાવો રાજસ્થાની બાટી

દાલ-બાટીનું નામ આવે એટલે તરત રાજસ્થાનની યાદ આવી જાય. બાટી આખા રાજસ્થાનમાં સૌથી ફેવરિટ વાનગી છે. દાલની સાથે તેનો સ્વાદ ટેસ્ટી હોય છે. બાટી બનાવવા માટે ઘણા લોકો તેને છાણામાં શેકીને બનાવે છે તો ઘણા લોકો ઓવનમાં પણ બનાવી છે. પરંતુ જો તમારી પાસે ઓવન નથી તો તમે બાટીના કુકરમાં પણ સ્વાદિષ્ટ બાટી બનાવી શકો છો. આવો જોઇએ કેવી રીતે કુકરમાં બાટી બનાવાય.

Untitled 10 સ્વાદ થઇ જશે બમણો, આ રીતે ઘરે જ બનાવો રાજસ્થાની બાટી

સામગ્રી

4 કપ – ઘઉંનો લોટ
1 ચમચી – અજમો
2 ચમચી – તેલ
સ્વાદાનુસાર – મીઠું
લોટ બાંધવા માટે – પાણી

Untitled 11 સ્વાદ થઇ જશે બમણો, આ રીતે ઘરે જ બનાવો રાજસ્થાની બાટી

બનાવવાની રીત

સૌ પ્રથમ એક વાસણમાં લોટ, અજમો, તેલ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે તેમા ધીમે- ધીમે પાણી ઉમેરી લોટ બાંધી લો. હવે હળવી આંચ પર કુકર ગરમ કરવા મૂકો. હવે કુકરમાં થોડૂક ઘી કે તેલ ઉમેરો. હવે લોટની બાટી બનાવી લો. હવે આ દરેક બાટીને બાટીના કુકરમાં બરાબર ગોઠવીને મૂકી દો. પછી ઢાંકી દો. તેને વચ્ચે – વચ્ચે બાટીને ફેરવતા રહો. અને તે બાદ ઢાંકણું બંધ કરી દો. બાટી બનતા 20-25 મીનિટ લાગી શકે છે. તૈયાર છે સ્વાદિષ્ટ બાટી.. બાટીને તમને દાળ સાથે સર્વ કરી શકો છો. બાટીની ઉપર તમે ચોખ્ખું ઘી ઉમેરી શકો છો. જેથી તેના સ્વાદ બમણો થશે.

Untitled 12 સ્વાદ થઇ જશે બમણો, આ રીતે ઘરે જ બનાવો રાજસ્થાની બાટી