Not Set/ કાંડાના દુખાવાને ન કરો નજરઅંદાજ, નહિ તો ભોગવવા પડશે માઠા પરિણામ

અમદાવાદ, કાંડાના ભાગે જો  અચાનક તમને દુખાવો થવા લાગ્યો હોય અને આ દુખાવો સતત થતો હોય તો આ બાબતને નજરઅંદાજ કરવા જેવ નથી. ખાસ કરીને તમે સતત કમ્પ્યૂટર પર કામ કરતા હો કે પછી તમારે ઘણું વજન ઉઠાવવું પડતું હોય. –અને તેના કારણે થતા દુખાવાને ઘણા લોકો ગણકારતા નથી પરંતુ તેના કારણે મોટી શારિરીક સમસ્યાનો […]

Health & Fitness Lifestyle
makk 18 કાંડાના દુખાવાને ન કરો નજરઅંદાજ, નહિ તો ભોગવવા પડશે માઠા પરિણામ

અમદાવાદ,

કાંડાના ભાગે જો  અચાનક તમને દુખાવો થવા લાગ્યો હોય અને આ દુખાવો સતત થતો હોય તો આ બાબતને નજરઅંદાજ કરવા જેવ નથી. ખાસ કરીને તમે સતત કમ્પ્યૂટર પર કામ કરતા હો કે પછી તમારે ઘણું વજન ઉઠાવવું પડતું હોય. –અને તેના કારણે થતા દુખાવાને ઘણા લોકો ગણકારતા નથી પરંતુ તેના કારણે મોટી શારિરીક સમસ્યાનો સામનો કરવો પડે છે. ખાસ તો કાંડાના ભાગે થતા કાર્પલ ટનલ સિનડ્રોમનો ભોગ બનવું પડે છે.

કી બોર્ડ પર સતત કામ કરવાને કારણે  આંગણીઓ અને કાંડા પર વજન પડે છે. અને ઘણી વાર તે ભાગ સૂઝી જાય છે.  જેનાથી કાડું સુન્ન થઈ જાય છે અને તેમાં ખાલી ચઢી જાય છે. જેને કાર્પલ ટનલ  સિન્ડ્રોમ કહે છે. કાર્પલ ટનલ કાંડા પાસેનો  સાંકડો ભાગ છે. જેની સાથે જોડાયેલા કોષો અને માળખું અંગૂઠા તેમજ મધ્યમા અને અનામિકા આગળીઓ સાથે જોડાયેલો રહે છે. અને સતત કામને લીધે આ ભાગ પર અસર થાય છે તેના કારણે દુખાવો થાય છે.

જૂની ઇજાને કારણે પણ આવો કાંડાનો દુખાવો થઈ શકે છે. ઘણી વાર વાગેલી જગ્યાએ અચાનક જ દુખાવો થઈ જાય છે. મહિલાઓમાં  ગર્ભાવસ્થામાં તેમજ મેનોપોઝ અને વજન વધવાને કારણે આ સમસ્યા ઉભી થાય છે.

આવો દુખાવ થતો હોય તો તેને દૂર કરવા અપનાવો આ ઉપાય

સવારે અને સાંજે  પીડાનાશક તેલનથી તે ભાગે માલિશ કરવી

કાંડાને આરામદાયક સ્થિતિમાં રાખો .ડોકટરે પ્લિંલંટ પહેરવાનું સૂચન કર્યું હોય તો તેનું પાલન કરવું.

કાંડામાં પીડા થતી હોય ત્યારે કાંડાને વધારે હલાવવું નહીં તેમજ વજન ન ઉચકવું

કમ્પ્યૂટર પર સતત કામ કરતા હો તો વચ્ચે વચ્ચે થોડો સમય હાથને આરામ આપવો અને હાથને લગતી હળવી કસરતો કરવી.

જો તે ભાગે પીડા થતી હોય તો  તે ભાગે બર્ફ લગાવવો

તેમજ ડોક્ટરની સલાહ તો અવશ્ય લેવી જ