OMG!/ પાકિસ્તાનમાં હિન્દુ યુવકે કર્યા બકરી સાથે લગ્ન, પોલીસ પણ જાણીને ચોંકી ગઇ

પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિંધનાં મીરપુરખાસ જિલ્લાનાં ડિગરી નગરમાં ભીલ સમુદાયનાં એક વ્યક્તિએ બકરી સાથે લગ્ન કર્યા છે.

Ajab Gajab News
11 18 પાકિસ્તાનમાં હિન્દુ યુવકે કર્યા બકરી સાથે લગ્ન, પોલીસ પણ જાણીને ચોંકી ગઇ

પાકિસ્તાનનાં સિંધ પ્રાંતમાંથી એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. સિંધનાં મીરપુરખાસ જિલ્લાનાં ડિગરી નગરમાં ભીલ સમુદાયનાં એક વ્યક્તિએ બકરી સાથે લગ્ન કર્યા છે, જેને જોઈને બધા સ્તબ્ધ થઈ ગયા હતા. પાકિસ્તાની ન્યૂઝ ચેનલ અનુસાર, આ વ્યક્તિએ મીરપુરખાસની ડિગરીમાં એક બકરી સાથે લગ્ન કર્યા છે. બકરી સાથે લગ્ન કરનાર હિન્દુ પુરુષનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.

11 20 પાકિસ્તાનમાં હિન્દુ યુવકે કર્યા બકરી સાથે લગ્ન, પોલીસ પણ જાણીને ચોંકી ગઇ

આ પણ વાંચો – Interesting / બગીચામાં ફરતી મહિલા પર 100 થી વધુ ઉંદરોએ કર્યો હુમલો, કોતરવા લાગ્યા પગ

વળી સ્થાનિક પોલીસનાં જણાવ્યા અનુસાર, ભીલ સમુદાયનાં વ્યક્તિએ હિન્દુ ધાર્મિક વિધિ અનુસાર બકરી સાથે સાત ફેરા પણ લીધા હતા. પોલીસે જણાવ્યું હતું કે, આ ઘટના ડિગરી પાસેનાં મંદરાનવાલા ગામમાં બની હતી. લગ્ન સમારંભમાં વ્યક્તિનાં પરિવારનાં સભ્યો પણ હાજર હતા. પોલીસનું કહેવું છે કે, લગ્નની ગોઠવણ કરનાર ગુનેગારોની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે તે વ્યક્તિને પકડવા માટે દરોડા પાડવામાં આવી રહ્યા છે. આપને જણાવી દઈએ કે, અગાઉ બ્રાઝિલમાં એક વૃદ્ધ વ્યક્તિએ પણ બકરી સાથે લગ્ન કર્યાનો દાવો કર્યો હતો અને કહ્યું હતું કે, તેની પાસે બકરી સાથે લગ્ન કરવા માટે પૂરતું કારણ છે. થોડા વર્ષો પહેલા, ઉત્તરાખંડનાં ધનોલ્ટીમાં બકરીઓનું સ્વયંવરનું આયોજન કરવામાં આવ્યું હતું અને તે સંપૂર્ણ રિવાજો સાથે બકરીનું સ્વયંવર હોવાનો દાવો કરવામાં આવ્યો હતો. આ મામલો જાણ્યા બાદ દરેક વ્યક્તિ ચોંકી ગયા હતા.

11 19 પાકિસ્તાનમાં હિન્દુ યુવકે કર્યા બકરી સાથે લગ્ન, પોલીસ પણ જાણીને ચોંકી ગઇ

આ પણ વાંચો – OMG! / મિત્રોએ મહિલાનું માથું પકડી કેક પર માર્યુ અને પછી જે થયુ તે જાણીને ચોંકી જશો

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પાકિસ્તાનથી એક શરમજનક ઘટના સામે આવી છે. થોડા દિવસો પહેલા અહી પાંચ લોકોએ એકસાથે મળીને બકરી પર દુષ્કર્મ ગુજાર્યો હતો અને બાદમાં તેને ઘતકી રીતે મોતને ઘાટ ઉતારી હતી. પાકિસ્તાનનાં પંજાબ પ્રાંતનાં ઓકારા શહેરનો આ કિસ્સો છે. પોલીસે પાંચ લોકો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. જોકે, આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ઘણો ગુસ્સો ફાટી નીકળ્યો છે. સ્થાનિક મીડિયા અનુસાર, પાંચ આરોપીઓએ નજીકનાં ઘરમાંથી એક મજૂરની બકરી ઉપાડી ગયા હતા. જે બાદ તેઓએ તેની સાથે દુષ્કર્મ કર્યું હતુ. દુષ્કર્મ બાદ તેની હત્યા પણ કરવામાં આવી હતી. કહેવામાં આવી રહ્યું છે કે, આજુબાજુનાં લોકોએ આ લોકોને આ જઘન્ય અપરાધ કરતા જોયા હતા, ત્યારબાદ તેઓ સ્થળ પરથી ભાગી ગયા હતા.