કાયદાની વાત/ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી POCSO હેઠળ ગુનો નથી

શુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી POCSO અંતર્ગત ગુનો બને છે ? આ સંદર્ભે

Top Stories India
POCSO

મદ્રાસ હાઈકોર્ટે ચાઈલ્ડ પોર્ન જોવા સંદર્ભે એક મહત્વપુર્ણ ફેંસલો સંભળાવ્યો છે. હાઈકોર્ટે સ્પષ્ટ કહ્યું હતું કે કેવળ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી અને જોવી POCSO અંતર્ગત ગુનો નથી.

શુ ચાઈલ્ડ પોર્નોગ્રાફી જોવી કે ડાઉનલોડ કરવી POCSO અંતર્ગત ગુનો બને છે ? આ સંદર્ભે મદ્રાસ હાઈકોર્ટે કહ્યું કે કેવળ ચાઈલ્ડ પોર્નોગ્રાફી ડાઉનલોડ કરવી કે જોવી POCSO અધિનિયમ અને સુચના પ્રૌદ્યોગિક અધિનિયમ હેઠળ ગુનો નથી. કોઈ બાળકનો ઉપયોગ પોર્નોગ્રાફી બનાવવા માટે કરવામાં આવ્યો હોય ત્યારે પોક્સો એક્ટ હેઠળ ગુનો બને છે.

મદ્રાસ હાઈકોર્ટે 28 વર્ષના એક યુવક વિરૂધ્ધની કાર્યવાહી રદ્દ કરી દીધી હતી. આ યુવક પર પોતાના મોબાઈલ પર બાળકો સાથે સંકળાયેલી અશ્લિલ સામગ્રી ડાઉનલોડ કરવાનો આરોપ મુકાયો હતો. કોર્ટે પોતાના ચુકાદામાં જણાવ્યું કે સુચના પ્રાદ્યોગિક એક્ટ, 2000 આવી સામગ્રી જોવા માત્રથી ગુનો બનાવતો નથી. અરજકર્તા પર તામિલનાડુ સેસન્સ કોર્ટમાં ચાઈલ્ડ પોર્ન કન્ટેન્ટ રાખવાનો કેસ ચાલી રહ્યો હતો. આરોપીએ બે વિડીયો ક્લિપ રાખી હોવાનો સ્વીકાર કર્યો હતો. જેમાં સગીર છોકરાઓ સામેલ હતા. તેણે આ ક્લિપો ડાઉનલોડ કરી લીધી હતી. આ કન્ટેન્ટ અરજકર્તાના મોબાઈલમાં ઉપલ્બ્ધ હતું. હોઈકોર્ટે કહ્યું કે આ સામગ્રી પ્રકાશિત કરવામાં આવી ન હતી. ઉપરાંત બીજાને ફોરવર્ડ પણ કરવામાં આવી ન હતી. આ સામગ્રી તેના મોબાઈલના અંગત ડોમેનમાં હતી.

કોર્ટે કહ્યું કે સુચના પ્રાદ્યોગિક એક્ટ,2000 ની કલમ 67 બી અંતર્ગત ગુનો નક્કી કરવા માટે આરોપી વ્યક્તિએ બાળકોના યૌન કૃત્ય તથા આચરણમાં ચિત્રિત કરતી સામગ્રી પ્રકાશિત, પ્રસારિત બનાવી હશે.

જસ્ટીસ એન.આનંદ વેંકટેશે ગુરૂવારે એક આદેશમાં કહ્યું હતું કે અસ્લિલ સાહિત્ય, સુચના પ્રાદ્યોગીકી એક્ટ,2000 ની કલમ 67-બી અંતર્ગત એક ગુનો છે. કોર્ટે કહ્યું કે ભલે આ આઈટી અધિનિયમ કલમનું વ્યાપક રૂપમાં વર્ણન કરાયું છે, પરંતુ તે આ મામલાને કવર કરતો નથી જ્યાં કોઈ વ્યક્તિએ પોતાના ઈલેકટ્રોનિક ગેજેટમાં ફક્ત ચાઈલ્ડ પોર્ન ડાઉનલોડ કરી છે અને તેણે બીજુ કંઈ કર્યા વિના તેને જોઈ છે.

આ આઈટી નિયમ અનુસાર કોઈ પણ પાઠ અથવા ડિજીટલ ઈમેજ બનાવે છે, એકઠી કરે છે, શોધે છે, બાઉઝ કરે છે, ડાઉનલોડ કરે છે, જાહેરાત કરે છે, પ્રચાર કરે છે, આદાન પ્રદાન કરે છે અથવા તો કોઈપણ આ સંબંધે ઈલેકટ્રોનિક રૂપમાં બાળકોને અશ્લિલ અથવા અશ્લિલ યૌન રૂપે સ્પ્ષ્ટ રીતે ચિત્રિત કરતી સામગ્રી નું વિતરણ કરે છે. આ સંબંધે દોષી ઠરે તો તેને સાત વર્ષ સુધીની જેલની સજા થઆપવામાં આવશે.

પોક્સો એક્ટ 2012ની કલમ 15(2) મુજબ કોઈપણ વ્યક્તિ જે રિપોર્ટીંગના આશયને છોડીને કોઈપણ સમયે કોઈપણ રીતે પ્રસારિત કરવા અથવા પ્રચારિત કરવા, પ્રદર્શિત કરવા અથવા વિતરીત કરવા માટે કોઈપણ રૂપે અશ્લિલ સામગ્રી એકઠી કરે કે રાખે છે. જે નિર્ધારિત કરી શકાય છે અથવા કોર્ટમાં સબૂત રૂપે ઉપયોગ કરવા પર સાત વર્ષની સજા થઈ શકે છે.

@નિકુંજ પટેલ


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:illegal immigration/ગેરકાયદે અમેરિકામાં ઘુસાડવાના કેસમાં 14 એજન્ટો સામે માનવ તસ્કરીનો ગુનો દાખલ

આ પણ વાંચો:Bangalore/મહિલા સીઈઓએ પોલીસને બતાવ્યું કેવી રીતે દિકરાની લાશ સુટકેશમાં રાખી

આ પણ વાંચો:આપઘાત/પ્રેમીએ મંદિરમાં જાહેરમાં અપમાન કરતા યુવતીએ ગળાફાંસો ખાધો