Not Set/ આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી ડ્રોન ઉડતા જોવા મળ્યા, લોકોમાં છવાયો ભય

આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાં ડ્રોન કેમેરા જોવા મળ્યુ હતુ. રાત્રિના સમયે ડ્રોન કેમેરા જોવા મળ્યા હતા. માતર, મહેમદાવાદ, કઠલાલમાં દેખાયા હતા.  6 જેટલા ડ્રોન કેમેરા ઉડતા દેખાયા હતા. રાત્રે ઉડતા ડ્રોન કેમેરાને લઈને લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. સતત બે દિવસથી રાત્રે  ડ્રોન  ઉડી રહ્યા છે. રાતથી સવાર સુધી આકાશમાં ડ્રોન ઉડે છે. આણંદ અને […]

Gujarat Others
આણંદ અને ખેડાના

આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાં ડ્રોન કેમેરા જોવા મળ્યુ હતુ. રાત્રિના સમયે ડ્રોન કેમેરા જોવા મળ્યા હતા. માતર, મહેમદાવાદ, કઠલાલમાં દેખાયા હતા.  6 જેટલા ડ્રોન કેમેરા ઉડતા દેખાયા હતા. રાત્રે ઉડતા ડ્રોન કેમેરાને લઈને લોકોમાં ગભરાટ જોવા મળ્યો હતો. સતત બે દિવસથી રાત્રે  ડ્રોન  ઉડી રહ્યા છે. રાતથી સવાર સુધી આકાશમાં ડ્રોન ઉડે છે.

આણંદ અને ખેડાના વિસ્તારોમાં જોવા મળ્યા ડ્રોન 

આણંદ જિલ્લાના ઉમરેઠ તાલુકાના અરડી ગામની સીમ વિસ્તારમાં શંકાસ્પદ 6 જેટલા ડ્રોન દેખાયા હતા. સતત બે દિવસથી 6 જેટલા ડ્રોન  દેખાતા અરડીના ગ્રામજનોમાં ભયનો માહોલ છે. આ ઉપરાંત એક શંકાસ્પદ ડ્રોન નીચે પડતા ગ્રામજનોમાં કુતુહલ સર્જાયું છે. રાત્રિના સમયે ઉમરેઠના અરડી વિસ્તારમાં ડ્રોન દેખાતા હાલમાં ગ્રામજનોની નજર આકાશ તરફ મંડાયેલી રહે છે. આ વિસ્તારમાં રાત્રી 10થી સવાર સુધી ડ્રોન દેખાતા ગ્રામજનો ભયભીત બન્યા છે. સતત બે દિવસથી ડ્રોન દેખાતા ગ્રામજનોએ પોલીસને જાણ કરી છે.

a 22 આણંદ અને ખેડાના કેટલાક વિસ્તારોમાં બે દિવસથી ડ્રોન ઉડતા જોવા મળ્યા, લોકોમાં છવાયો ભય

લોકોનું કહેવું છે કે આણંદ અને ખેડા જિલ્લાના કેટલાક ગ્રામ્ય વિસ્તારોમાં છેલ્લા ચારથી પાંચ દિવસથી ડ્રોન ઉડી રહ્યા છે. અમુક વ્યક્તિએ એવો પણ દાવો કરી રહ્યા છે કે સત્તાધીશો તરફથી અમુક સર્વે કરવામાં આવી રહ્યો છે. હવે સવાલ એ પણ થાય કે રાત્રે ડ્રોન ઉડાવીને કોણ સર્વે કરી રહ્યું છે? આ મામલે ખેડા અને આણંદ જિલ્લાના સત્તાધીશો ખુલાસો કરે તે જરૂરી છે.

આ પણ વાંચો:સિદ્ધુ મુસેવાલાના ઘરે પહોંચ્યા રાહુલ ગાંધી, પરિવારને આપી સાંત્વના 

આ પણ વાંચો: ભાજપમાંથી સસ્પેન્ડ કરાયેલા નુપુર શર્માને દિલ્હી પોલીસે આપી સુરક્ષા, જાનથી મારી નાખવાની મળી ધમકી 

આ પણ વાંચો: ગુજરાતની આ ડેરીમાં હવે બનશે પ્રથમ આઇસ્ક્રીમ કોન મેકિંગ પ્લાન્ટ