Not Set/ દાણચોરીથી લાવવામાં આવેલું ઈરાની કેસર ઝડપાયું, એક ઈસમની ધરપકડ

દેવભૂમિ દ્વારકા દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના સલાયાનો એક શખ્સ ઈરાની કેસરના જંગી જથ્થા સાથે ગઈકાલે દ્વારકા એસઓજીના હાથમાં આવી ગયા પછી આ શખ્સે જથ્થો દાણચોરીથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે. સવા આઠ લાખની કિંમતનું કેસર કબજે કરી એસઓજીએ આ શખ્સની પૂછપરછ આરંભી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત આટલા મોટા જથ્થામાં દાણચોરીથી લાવવામાં આવેલું […]

Top Stories Gujarat Trending
hardik 2 દાણચોરીથી લાવવામાં આવેલું ઈરાની કેસર ઝડપાયું, એક ઈસમની ધરપકડ

દેવભૂમિ દ્વારકા

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામ ખંભાળિયાના સલાયાનો એક શખ્સ ઈરાની કેસરના જંગી જથ્થા સાથે ગઈકાલે દ્વારકા એસઓજીના હાથમાં આવી ગયા પછી આ શખ્સે જથ્થો દાણચોરીથી લાવ્યો હોવાની કબૂલાત આપી છે. સવા આઠ લાખની કિંમતનું કેસર કબજે કરી એસઓજીએ આ શખ્સની પૂછપરછ આરંભી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પ્રથમ વખત આટલા મોટા જથ્થામાં દાણચોરીથી લાવવામાં આવેલું કેસર ઝડપાયું છે.

રાજ્યના સરહદી જિલ્લા દેવભૂમિ દ્વારકામાં દરિયા કિનારે કોઈ શંકાસ્પદ હિલચાલ ન થાય તે માટે જિલ્લાના સ્પેશીયલ ઓપરેશન ગ્રુપ દ્વારા ચાંપતી નજર ગોઠવવામાં આવી છે. હાલમાં માછીમારીની સીઝન નથી અને કોઈ માછીમારો દરિયામાં નથી ત્યારે ખાસ તકેદારી રાખવા માટે મળેલી સૂચનાના આધારે દેવભૂમિ દ્વારકા એસઓજી પીઆઈ કે.જી. ઝાલાના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ ડી.બી. ગોહિલ, જી.જે. ઝાલા તથા સ્ટાફ દ્વારા અલગ અલગ ટૂકડીઓ બનાવી સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે.

hardik 3 દાણચોરીથી લાવવામાં આવેલું ઈરાની કેસર ઝડપાયું, એક ઈસમની ધરપકડ

તે દરમ્યાન ગઈકાલે એસઓજીના પો.કો. મહાવીરસિંહ ગોહિલ, ધર્મેન્દ્રસિંહ જાડેજા, જેસલસિંહ જાડેજાને બાતમી મળી હતી કે, જામખંભાળિયા તાલુકાના સલાયામાં વસવાટ કરતો આબીદ તાલબ ભગાડ નામનો શખ્સ થોડા દિવસો પહેલા જ દુબઈથી આવ્યો છે અને સાથે લાવેલી કોઈ ચીજવસ્તુ વેચાણ કરવા માટે જઈ રહ્યો છે. ઉપરોકત બાતમીના આધારે પરોડિયા રોડ પર એસઓજીએ ગઈકાલે વોચ ગોઠવી હતી ત્યારે આબીદ પ્લાસ્ટિકના બાચકા સાથે ત્યાંથી પસાર થયો હતો. આ શખ્સને અટકાવી એસઓજીએ બાચકાની તલાશી લેતાં તેમાંથી ઈરાની કેસરનો જથ્થો મળી આવ્યો હતોે તે કોથળામાંથી પચ્ચીસ ગ્રામની એક કોથળી એવી કુલ ૧૬૬ કોથળી જોવા મળી હતી. આથી એસઓજીએ ચાર કિલો દોઢસો ગ્રામ વજનનો અંદાજે રૃા.૮ લાખ ૩૦ હજારની કિંમતનો કેસરનો જથ્થો મળી આવ્યો હતો.

hardik 4 દાણચોરીથી લાવવામાં આવેલું ઈરાની કેસર ઝડપાયું, એક ઈસમની ધરપકડ

દરેક કોથળી પર ટર્મસ ઝીબાડ સેફરોન અને સેકન્ડ ફલોર ઓફ બઝાર રેઝા-મઝાદ-ઈરાન લખેલું જોવા મળતા એસઓજીએ આબેદીન ઉર્ફે આબીદની પૂછપરછ શરૃ કરી હતી જેમાં તેણે જણાવ્યું છે કે, પોતે સ્મગ્લીંગનો કેરિયર છે અને ત્રણેક મહિના પહેલા તે હવાઈ માર્ગે સલાયા આવ્યો હતો અને સાથે ઉપરોક્ત કેસરનો જથ્થો પણ લાવ્યો હતો. એસઓજીએ હાલમાં આધાર પુરાવા વગરના ઉપરોક્ત કેસરના જથ્થાને સીઆરપીસી ૧૦૨ હેઠળ કબજે કરી આબીદની સીઆરપીસી ૪૧ (૧) (ડી) હેઠળ અટકાયત કરી કસ્ટમ વિભાગ તથા અન્ય સંલગ્ન સુરક્ષા એજન્સીઓને જાણ કરી છે. દાણચોરીથી આવડા મોટા જથ્થામાં કેસરમાં ભારતમાં ઘૂસાડાયું હોય અને પોલીસે તેને પકડી પાડયો