ગુજરાત/ હોળીના તહેવારમાં સુરત ST ને ‘દિવાળી ‘ જેવી કમાણી

સુરતમાં હોળીના તહેવારને પગલે ST વિભાગે તગડી કમાણી કરી.હોળીના તહેવારમાં સુરત ST  વિભાગે ત્રણ દિવસમાં 565 ટ્રીપ દોડાવીને 73 લાખની કમાણી કરી છે.

Gujarat Surat
ST
  • સુરત એસટીને હોળી ફળી
  • એસટી વિભાગે કરી તગડી કમાણી
  • ત્રણ દિવસમાં 73 લાખની કમાણી
  • હોળીના દિવસે 565 ટ્રીપ દોડાવી

સુરતમાં હોળીના તહેવારને પગલે ST વિભાગે તગડી કમાણી કરી.હોળીના તહેવારમાં સુરત ST  વિભાગે ત્રણ દિવસમાં 565 ટ્રીપ દોડાવીને 73 લાખની કમાણી કરી છે. મહત્ત્વની વાત છે કે, આ ત્રણ દિવસમાં 30,888 મુસાફરોએ મુસાફરી કરી હોવાનું એસટી વિભાગે કહ્યું છે. હોળીના તહેવારને ધ્યાનમાં રાખીને સુરતથી ખાસ કરીને ગોધરા અને દાહોદ તરફ એસટી મુસાફરી માટે વધારાની ટ્રીપ દોડાવવાનું નક્કી કરાયું હતું.

સુરત ST વિભાગે હોળીના તહેવારને લઈને છેલ્લા ત્રણ દિવસમાં બસોની કુલ 565 ટ્રીપો દોડાવી છે. આ દરમિયાન એસટીમાંથી કુલ 30888 મુસાફરોએ મુસાફરી કરી હતી. સુરતથી દાહોદ અને સુરતથી જાલોદ વચ્ચે સૌથી વધુ બસો દોડાવવામાં આવી છે. આ બંને સ્થળો માટે કુલ 356 ટ્રીપ બસો દોડાવવામાં આવી હતી. જેના કારણે તેણે એકલા આ બે સ્થળો માટે 54 લાખની કમાણી કરી.

સુરત-દાહોદ રૂટ પર 156 ટ્રીપમાં 8984 મુસાફરોએ મુસાફરી કરી હતી. સુરત-જેએલડી રૂટ પર 200 ટ્રીપમાં 11110 મુસાફરોએ મુસાફરી કરી હતી. સુરત-લુણાવાડા રૂટ પર 11 ટ્રીપમાં 397 લોકોએ મુસાફરી કરી હતી. સુરત – છોટાઉદેપુર રૂટ પર 10 ટ્રીપમાં 621 લોકોએ મુસફરી કરી. સુરત-કવત રૂટ પર 7 ટ્રીપમાં 531 લોકોએ બસમાં મુસફરી કરી. સુરત-ઝાલોદ રૂટ પર 58 ટ્રીપમાં 2954 લોકોએ મુસાફરી કરી.

સુરત-અમદાવાદ રૂટ પર16 ટ્રીપમાં 875 લોકોએ મુસાફરી કરી. સુરત-ગોરીગર રૂટમાં 107 ટ્રીપમાં 5146 લોકોએ.મુસાફરી કરી.  આમ 3 દિવસમાં સુરત ST વિભાગે 565 ટ્રીપ મારી અને 30888 લોકોએ બસમાં મુસાફરી કરી જેના કારણે ST વિભાગને 73,28,909 રૂપિયાની આવક થઈ.

આ પણ વાંચો:અરવલ્લીના ખેડૂતો પર આવ્યું મુશ્કેલીઓનું ‘માવઠું’

આ પણ વાંચો:દેવાયત ખવડનો જેલમાંથી છૂટ્યા પ્રથમ ડાયરો, પુષ્પા સ્ટાઈલમાં કહ્યું “ઝુકેગા નહીં સાલા”

આ પણ વાંચો:રાજ્ય સરકાર માતૃશક્તિના સમગ્રતયા ગૌરવ-સન્માન માટે સંકલ્પબદ્ધ: CM ભૂપેન્દ્ર પટેલ

આ પણ વાંચો:ઉનાળામાં વરસાદે તારાજી સર્જી, અમદાવાદમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો