Earthquake/ તુર્કીમાં ફરી ધ્રૂજી ધરતી, 5મી વખત ભૂકંપના કારણે મચ્યો હડકંપ, રિક્ટર સ્કેલ પર આટલી માપવામાં આવી તીવ્રતા

ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સોમવારે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારથી આ સમાચાર લખાય છે ત્યાં સુધી તુર્કીમાં કુલ 5 ભૂકંપ આવી ચૂક્યા છે.

Top Stories World
ભૂકંપ

તુર્કીમાં 5મી વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આ આંચકા આજે બીજી વખત અને સોમવાર પછી પાંચમી વખત અનુભવાયા છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 5.4 માપવામાં આવી છે. આપને જણાવી દઈએ કે સોમવારે તુર્કીમાં 7.8ની તીવ્રતાનો શક્તિશાળી ભૂકંપ આવ્યો હતો. ત્યારથી આ સમાચાર લખાય છે ત્યાં સુધી તુર્કીમાં કુલ 5 ભૂકંપ આવી ચૂક્યા છે. ભૂકંપના કારણે અહીં મૃત્યુઆંક 5000 પર પહોંચી ગયો છે.

શું છે સમગ્ર મામલો

સોમવારે તુર્કી અને સીરિયામાં આવેલા ભૂકંપને કારણે ઘણો વિનાશ થયો છે. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 7.8 હતી. આ સમાચાર લખાય છે ત્યાં સુધી 5000 થી વધુ લોકોના મોતનો મામલો સામે આવ્યો છે. આ સિવાય હજારો લોકો લાપતા છે અને હજારો ઘાયલ પણ છે. અહીં દરેક જગ્યાએ કાટમાળ દેખાઈ રહ્યો છે અને બચાવ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

સોમવારથી તુર્કીમાં 5 વખત ભૂકંપ આવ્યા છે. 24 કલાકમાં આવેલા ભૂકંપની તીવ્રતા અનુક્રમે 7.8, 7.6, 6.0, 5.6 અને 5.4 નોંધવામાં આવી છે. આ દરમિયાન વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)નો એક દાવો પણ સામે આવ્યો છે. WHOએ કહ્યું છે કે ભૂકંપના કારણે મૃત્યુઆંક 8 ગણો વધી શકે છે.

તુર્કીના સ્વાસ્થ્ય મંત્રીએ કહ્યું કે હવામાન અને દુર્ઘટનાનો વિસ્તાર બચાવ ટીમો માટે પડકારો ઉભો કરી રહ્યો છે. ખરાબ હવામાનને કારણે રેસ્ક્યુ ટીમના હેલિકોપ્ટર પણ ઉડી શકતા નથી. એટલું જ નહીં તાજેતરમાં તુર્કી અને સીરિયાના ઘણા વિસ્તારોમાં ભારે હિમવર્ષા થઈ છે. જેના કારણે તાપમાનમાં પણ ઘટાડો થયો છે.

આ પણ વાંચો:દ્વારકાની સિવિલ હોસ્પિટલમાં લાગ્યા તાળાં, 108 એમ્બ્યુલન્સના દર્દીઓને પણ સારવાર ન મળી

આ પણ વાંચો: મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર આવ્યો ધમકીભર્યો ફોન, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

આ પણ વાંચો:શા માટે તુર્કીમાં વારંવાર ભૂકંપ આવે છે?