Not Set/ નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી અને બાંધકામ સમિતિના પ્રમુખની વરણી થઇ

કારોબારી અને બાંધકામ સમિતિના પ્રમુખની વરણી

Gujarat
navsari નવસારી-વિજલપોર પાલિકાના કારોબારી અને બાંધકામ સમિતિના પ્રમુખની વરણી થઇ

વિજલપોર નગરપાલિકાની પ્રથમ ઐતિહાસિક વર્ચ્યુઅલ સભા વિવાદાસ્પદ રહી હતી. વિવિધ સમિતિઓનાં પ્રમુખની વરણીને લઈને નવસારી અને વિજલપોર વચ્ચે ખેંચતાણ રહી હતી. જેમાં વિજલપોરના ફાળે ગયેલી ટીપી સમિતિના પ્રમુખ રાતોરાત બદલાઈ જતા શહેરના પાંચ વોર્ડના 20 કોર્પોરેટરો વર્ચ્યુઅલ સામાન્ય સભામાંથી લેફ્ટ થયા હતા. સાથે જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચી વિરોધ પણ નોંધાવ્યો હતો.નગરપાલિકાનું હદ વિસ્તરણ કરી વિજલપોર નગરપાલિકા સહિત આસપાસના 8 ગામડાઓનો સમાવેશ કરાયો છે. જેમાં પણ પાલિકાની ચુંટણી બાદ નવસારી અને વિજલપોર ભાજપમાં પાલિકાના મુદ્દાઓને લઇ ખેંચતાણ રહી છે. જેમાં પાલિકાના પ્રમુખ નવસારીના અને ઉપપ્રમુખ વિજલપોરના રહ્યા છે. દરમિયાન કોરોનાકાળને કારણે મહિનાથી અટવાયેલી સામાન્ય સભા સોમવારે ઓનલાઇન યોજાઇ હતી.

પાલિકાની પ્રથમ ઐતિહાસિક વર્ચ્યુઅલ સામાન્ય સભામાં પાલિકાની વિવિધ 16 સમિતિઓના પ્રમુખોની વરણી કરવામાં આવી હતી. પાલિકાના સી.ઓ. દશરથસિંહ ગોહિલની ચેમ્બરમાંથી વર્ચ્યુઅલ સભાનું સંચાલન થયું હતુ.પાલિકા પ્રમુખ જીગીશ શાહે સભા શરૂ કરી, પાલિકાની વિવિધ 16 સમિતિઓના સભ્યો અને તેની સાથે સમિતિ પ્રમુખોની નિયુક્તિની જાહેરાત કરી હતી. જ્યારે એજન્ડાના 56 કામોમાંથી 44 કામો પર મંજૂરીની મહોર લગાવાઈ હતી. જેમાં ખાસ કરીને પ્રિમોન્સુન કામગીરી, રસ્તા અને પ્રમુખના હુકમથી કરાયેલા કામોને બહાલી અપાઇ હતી.

નવસારી -વિજપોર પાલિકાની વર્ચ્યુઅલ સામાન્ય સભામાં થયેલી જાહેરાતમાં કારોબારી સમિતિના પ્રમુખ પદે નવસારી પાલિકાના પૂર્વ ઉપપ્રમુખ અશ્વિન કાસુન્દ્રા અને બાંધકામ સમિતિના પ્રમુખ પદે વિજલપોર પાલિકાના પૂર્વ પ્રમુખ જગદીશ મોદીની વરણી થઈ હતી. પરંતુ વિજલપોરના ફાળે રહેલી ટીપી સમિતિમાં અચાનક ફેરફાર કરી પ્રમુખ પદે નવસારીના ચિરાગ લાલવાણીને અપાતા વિજલપોરના કોર્પોરેટરો આશ્ચર્યમાં પડ્યા હતા.