Not Set/ શેખર કપૂર, તમને સારા મનોચિકિત્સકની જરૂર છે : જાવેદ અખ્તર

મુંબઈ, દેશમાં મોબ લિંચીગની ઘટનાઓ પર રોજ નવા નવા વિવાદો સામે આવે છે.દેશમાં વધતી જતી મોબ લિંચિંગ ઘટનાઓ પર દેશના જાણીતા 49 સેલેબ્સે ચિંતા પ્રગટ કરીને પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મોબ લિંચિંગ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની વાત કરી હતી. હવે આ પત્રને લઈને ફિલ્મ હસ્તિઓમાં અંદર અંદર વિખવાદ શરૂ થયો […]

Top Stories Entertainment
aae4 11 શેખર કપૂર, તમને સારા મનોચિકિત્સકની જરૂર છે : જાવેદ અખ્તર

મુંબઈ,

દેશમાં મોબ લિંચીગની ઘટનાઓ પર રોજ નવા નવા વિવાદો સામે આવે છે.દેશમાં વધતી જતી મોબ લિંચિંગ ઘટનાઓ પર દેશના જાણીતા 49 સેલેબ્સે ચિંતા પ્રગટ કરીને પીએમ મોદીને એક પત્ર લખ્યો હતો. આ પત્રમાં તેમણે મોબ લિંચિંગ વિરુદ્ધ કડક કાયદો બનાવવાની વાત કરી હતી.

હવે આ પત્રને લઈને ફિલ્મ હસ્તિઓમાં અંદર અંદર વિખવાદ શરૂ થયો છે.જાણીતા ફિલ્મ ડિરેક્ટર શેખર કપૂર અને ગીતકાર જાવેદ અખ્તર વચ્ચે ટ્વીટર વોર છેડાઈ ગયું છે.

શેખર કપૂરે ટ્વીટ કરી હતી, ભાગલા થયા બાદ રેફ્યુજી તરીકે જીવન શરૂ કર્યું હતું. માતા-પિતાએ બાળકોનું સારું  જીવન જાય એ માટે બધું જ કર્યું. હંમેશાથી બુદ્ધિજીવીઓથી ડરીને જીવ્યો છું. તેમણે મને હંમેશા તુચ્છ હોવાનો અહેસાસ કરાવ્યો છે.આજે પણ તેમનાથી ડરું છું. તેમનું ગળે લગાવવું સાપના ડંખ જેવું છે. આજે પણ હું એક રેફ્યુજી છુ.

શેખર કપૂરની આ ટ્વીટ બાદ ગીતકાર જાવેદ અખ્તરે ઉગ્ર પ્રતિક્રિયા આપી હતી.જાવેદ અખ્તરે  શેખર કપૂરને મનોચિકિત્સક ને બતાવવાની  સલાહ પણ આપી દીધી હતી.

તેમણે કહ્યું હતું, આજે પણ રેફ્યુજી હોવાનો અર્થ શું છે. શું આનો અર્થ એ છે કે તમે આજે પણ પોતાને ભારતીય નહીં પરંતુ બહારની વ્યક્તિ માનો છે અને તમને લાગે છે કે આ તમારી માતૃભૂમિ નથી. જો તમને ભારતમાં રેફ્યુજી જેવું લાગતું હોય તો તમે કઈ જગ્યાએ પોતાને રેફ્યુજી જેવું ફિલ નહીં કરો પાકિસ્તાનમાં? આ ડ્રામા બંધ કરી દો.

જાવેદ આટલેથી અટક્યા નહોતા.તેમને લખ્યું કે તમને ગળે લગાવનાર આ બુદ્ધિજીવીઓ કોણ છે અને તેમની સાથે સાપનું ડસવું કેવું લાગે છે?શ્યામ બેનેગલ,અદુર ગોપાલ  ક્રિષ્નન કે પછી  રામ ચંદ્ર ગુહા ? શેખરસાહેબ તમે ઠીક નથી લાગતા, તમારે મદદની જરૂર છે. આ વાતમાં કોઈ શરમ નથી, તમે એક સારા સાઇકિયાટ્રિસ્ટને મળી લો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન