Not Set/ કપિલ શર્મા ગીન્નીના લગ્ન: માતાએ કર્યો ડાન્સ, વીડીયો થયો વાયરલ

મુંબઇ, કોમેડિયન કપિલ શર્મા તેમની ગર્લફ્રેન્ડ ગીન્ની ચરતથ સંગ 12 ડીસેમ્બરના રોજ (એટલે કે આજે) પંજાબના જાલંધરમાં લગ્ન કરી રહ્યા છે. પ્રી-વેડિંગ શરુ થઇ ચુક્યું છે. સેલિબ્રેશના ઘણા ફોટો સામે આવી રહ્યા છે. આ પહેલા કપિલના ઘરે માતાની ચોકી લગાવામાં આવી હતી. આ દરમિયાન કપિલની માતાનો ઉત્સાહ જોવા મળ્યો. સોશિઅલ મીડિયા પર એક વીડીયો વાયરલ […]

Trending Entertainment
raap કપિલ શર્મા ગીન્નીના લગ્ન: માતાએ કર્યો ડાન્સ, વીડીયો થયો વાયરલ

મુંબઇ,

કોમેડિયન કપિલ શર્મા તેમની ગર્લફ્રેન્ડ ગીન્ની ચરતથ સંગ 12 ડીસેમ્બરના રોજ (એટલે કે આજે) પંજાબના જાલંધરમાં લગ્ન કરી રહ્યા છે. પ્રી-વેડિંગ શરુ થઇ ચુક્યું છે. સેલિબ્રેશના ઘણા ફોટો સામે આવી રહ્યા છે. આ પહેલા કપિલના ઘરે માતાની ચોકી લગાવામાં આવી હતી. આ દરમિયાન કપિલની માતાનો ઉત્સાહ જોવા મળ્યો. સોશિઅલ મીડિયા પર એક વીડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં કપિલની માતા ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.

કપિલ શર્માના લગ્નથી તેમની માતા ખુબ જ ખુશ છે. કપિલે ઘણીવાર ઇન્ટરવ્યુમાં કહ્યું છે કે તેમની માતાની દિલથી ઈચ્છા રહી છે કે તેઓ લગ્ન કરી લે. હવે જયારે કપિલ તેમની ગર્લફ્રેન્ડ ગીન્ની સાથ્ગે લગ્ન કરી રહ્યા તો તેનાથી તેમની માતા ખુબ જ ખુશ છે. કપિલના ઘરે માતાની ચોકીનો એક વીડીયો તેમના ફેન પેજ  પર વાયરલ થઇ રહ્યો છે. જેમાં તેઓ ખુબ જ મસ્તીમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે. વીડીયોમાં સિંગર રીચા શર્મા ભક્તિ સોંગ ગાતા જોવા મળી રહી છે.

Instagram will load in the frontend.

જણાવીએ કે તાજેતરમાં ગીન્નીની મહેંદી સેરેમની થઇ હતી. જેના ફોટો કપિલ શર્માના ફેન્સે તેમના સોશિઅલ મીડિયા પર શેર કર્યા હતા. કપિલની માતાની તસ્વીર પણ સામે આવી હતી. જેમાં તેમની માતાએ હાથોમાં મહેંદી લગાવેલી હતી.

Image result for kapil sharma mehndi ceremony

આપને જણાવી દઈએ કે લગ્નમાં મહેમાનો આવાના શરુ થઇ ચુક્યા છે.કપિલના ગાઢ મિત્રો પણ તેમના લગ્ન માટે પંજાબ પહોંચી ચુક્યા છે. કૃષ્ણા અભિષેક, સુમોના ચક્રવર્તી, રાજીવ ઠાકુર અંને સિંગર રિચા શર્મા પણ લગ્નમાં સામિલ થવા માટે આવ્યા છે. બધાએ કપિલ સાથે ગ્રુપ ફોટોશૂટ પણ કરાવ્યું. આ દરમિયાન કપિલ મસ્તીના મૂડમાં જોવા મળ્યા.

Image result for kapil sharma mata ki chowki