Not Set/ મણીકર્ણીકાનું ટીઝર રીલીઝ, કંગનાના મર્દાના અંદાજ પર લોકો વારી ગયા

મુંબઇ કંગના રનૌતની ફિલ્મ  ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ના ટીઝરને રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ઓફિસિયલ ટીઝર આજે એટલે કે ગાંધી જયંતીના દિવસે લોન્ચ કરવામાં આવ્યું છે.ટીઝર જબરદસ્ત છે જેમાં રાણી લક્ષ્મીબાઈની વીરગાથાનું વર્ણન સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. શાનદાર અંદાજમાં રાણી લક્ષ્મીબાઈ દ્રારા દુશ્મનના છક્કા છોડવાથી લઈને સાહસ અને શક્તિને દર્શાવવામાં આવ્યું છે. આ ટીઝરની […]

Trending Entertainment Videos
uj મણીકર્ણીકાનું ટીઝર રીલીઝ, કંગનાના મર્દાના અંદાજ પર લોકો વારી ગયા

મુંબઇ

કંગના રનૌતની ફિલ્મ  ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ના ટીઝરને રિલીઝ કરવામાં આવ્યું છે. આ ફિલ્મનું ઓફિસિયલ ટીઝર આજે એટલે કે ગાંધી જયંતીના દિવસે લોન્ચ કરવામાં આવ્યું છે.ટીઝર જબરદસ્ત છે જેમાં રાણી લક્ષ્મીબાઈની વીરગાથાનું વર્ણન સ્પષ્ટ રીતે જોવા મળી રહ્યું છે. શાનદાર અંદાજમાં રાણી લક્ષ્મીબાઈ દ્રારા દુશ્મનના છક્કા છોડવાથી લઈને સાહસ અને શક્તિને દર્શાવવામાં આવ્યું છે. આ ટીઝરની ખાસ વાત એ છે કે ટીઝરનો મોનોલોગ અમિતાભ બચ્ચનના અવાજમાં છે. જે આ ટીઝરને ખુબ જ સુંદર બતાવે છે.

ટીઝરમાં કંગનાને રાણી લક્ષ્મીબાઈની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ અંદાજને આપણે તાજેતરમાં રિલીઝ થયેલ પોસ્ટરમાં પણ જોવા મળી હતી. કંગનાની આ ફિલ્મ શરૂઆતથી ચર્ચાનો વિષય બનેલી છે. આ મુવીથી શુટિંગ લોકેશનથી ફોટો સામે આવતા રહ્યા છે. જેને દર્શકોએ ખુબ જ પસંદ કર્યા છે અંને ખાસ કરીને કંગનાના લૂકને વધુ પંસદ કરવામાં આવ્યો છે.

જુઓ ટીઝર..

કંગના રનૌતએ આ મુવીને વધુ રીયાલીસ્ટીક બનાવવા માટે જોખમ ભર્યા સ્ટંટ પણ જાતે કરવાનું નક્કી કર્યું હતું. કંગનાની ફિલ્મ ‘મણિકર્ણીકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ 25 જાન્યુઆરીના રોજ રિલીઝ કરવામાં આવશે.