Not Set/ ઓહ, કેટરિના કૈફ શાહરૂખની મીડિયા મેનેજર બની ગઈ.. વાઈરલ ફોટો

મુંબઈ બોલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ઝીરોના શુટીંગમાં હાલ વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ કેટરિના કૈફ  અને અનુષ્કા શર્મા લાંબા સમય બાદ એક સાથે જોવા મળશે. ફિલ્મ ઝીરોના સેટના ફોટા શાહરુખ અવારનવાર શેર કરતા હોય છે. ત્યારે વધુ એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં શાહરુખ સુતા હોય તેમ લાગી રહ્યું છે અને ફિલ્મના ડાયરેક્ટર તેમના ઉઠવાની રાહ […]

Entertainment
ttty ઓહ, કેટરિના કૈફ શાહરૂખની મીડિયા મેનેજર બની ગઈ.. વાઈરલ ફોટો

મુંબઈ

બોલીવુડના સુપર સ્ટાર શાહરુખ ખાનની અપકમિંગ ફિલ્મ ઝીરોના શુટીંગમાં હાલ વ્યસ્ત છે. આ ફિલ્મમાં શાહરૂખ કેટરિના કૈફ  અને અનુષ્કા શર્મા લાંબા સમય બાદ એક સાથે જોવા મળશે.

ફિલ્મ ઝીરોના સેટના ફોટા શાહરુખ અવારનવાર શેર કરતા હોય છે. ત્યારે વધુ એક તસ્વીર વાયરલ થઇ રહી છે. જેમાં શાહરુખ સુતા હોય તેમ લાગી રહ્યું છે અને ફિલ્મના ડાયરેક્ટર તેમના ઉઠવાની રાહ જોય રહ્યા હોય તેમ લાગી રહ્યું છે ત્યારે કેટરિના કેફ પોઝ આપીને કોઈના જોડે ફોટો કિલક કરાવી રહી છે. કેટરિના કૈફ શાહરૂખ ખાન માટે મીડિયા મેનેજર છે તેમ જણાવ્યું છે.

ttttt ઓહ, કેટરિના કૈફ શાહરૂખની મીડિયા મેનેજર બની ગઈ.. વાઈરલ ફોટો

તમને જણાવી દઈએ કે, ફિલ્મ ઝીરોનું શુટિંગ જલ્દી પૂર્ણ થઇ શકે છે.

આ ફિલ્મ ડીસેમ્બર મહિનામાં ક્રિસમસ પર રીલીઝ થઇ શકે છે. આ ફિલ્મમાં શાહરૂખ પહેલીવાર ઠીંગુજીની ભૂમિકામાં જોવા મળશે. સાથે કેટરિના કેફ અને અનુષ્કા શર્મા જોવા મળશે.

ttt ઓહ, કેટરિના કૈફ શાહરૂખની મીડિયા મેનેજર બની ગઈ.. વાઈરલ ફોટો

ઉલ્લેખનીય છે કે, આ ફિલ્મ ક્રિસમસ પર રીલીઝ થશે તો આ ફિલ્મને ઘણો ફાયદો થશે. કારણ કે ક્રિસમસના સમયે લોકોને રજાઓ હોવાથી આ ફિલ્મને ફાયદો થઇ શકે છે.

શાહરુખ છલ્લે ઓક્ટોમ્બર ૨૦૧૭ પછી હવે ડીસેમ્બર ૨૦૧૮માં  જોવા મળશે. આનંદ એલ રાઈની આ ફિલ્મ ૨૦૧૮ની મોંધી ફિલ્મોમાં શામિલ કરવામાં આવશે. આ ફિલ્મનો લગભગ ૧૫૦-૧૬૦ કરોડના બજેટમાં તૈયાર કરવામાં આવી છે

tt ઓહ, કેટરિના કૈફ શાહરૂખની મીડિયા મેનેજર બની ગઈ.. વાઈરલ ફોટો