Not Set/ Video:ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર થયું રિલીઝ….

મુંબઇ, અનુપમ ખેરની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મનમોહન સિંહ પર આધારિત સંજય બારૂની પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર આધારિત આ ફિલ્મનું લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે અને ટ્રેલર રિલીઝ થતાની સાથે જ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસએ ફિલ્મને રિલીઝ કર્યા પહેલા જોવાની માંગ કરી દીધી. તો ફિલ્મમાં મનમોહન […]

Trending Entertainment Videos
bqp Video:ફિલ્મ 'ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર'નું ટ્રેલર થયું રિલીઝ....

મુંબઇ,

અનુપમ ખેરની ફિલ્મ ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’નું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે. મનમોહન સિંહ પર આધારિત સંજય બારૂની પુસ્તક ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ પર આધારિત આ ફિલ્મનું લાંબા સમયથી રાહ જોવામાં આવી રહી છે અને ટ્રેલર રિલીઝ થતાની સાથે જ મહારાષ્ટ્ર યુથ કોંગ્રેસએ ફિલ્મને રિલીઝ કર્યા પહેલા જોવાની માંગ કરી દીધી. તો ફિલ્મમાં મનમોહન સિંહનું પાત્ર નિભાવી રહેલ અનુપમ ખેરની માતાએ જ્યારે ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ નું ટ્રેલર જોયું તો તેઓ તેમના પુત્રને ઓળખી શક્યા નહીં અને તેમને વિશ્વાસ જ નથી કે મનમોહન સિંહનું પાત્રમાં અનુપમ ખેર છે.

Instagram will load in the frontend.

અનુપમ ખેરે તેમના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક વીડીયો પોસ્ટ કર્યો છે જેમાં તેઓ પોતાના મમ્મી ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ફિલ્મની પોસ્ટર બતાવે છે અને તેમના મમ્મીનું ખૂબ જ સારી પ્રતિક્રિયા છે. અનુમપ ખેરની માતા તેમના ઇમ્પ્રસ હોવાની સાથે કન્ફ્યુજ પણ થાય છે. તેઓ સમજી શકતા નથી કે શું કરીએ કારણ કે અનુપમ ખેર સંપૂર્ણ રીતે મનમોહન સિંહ જેવા દેખાય છે. છેલ્લે માં કહે છે, ‘આ તો પાગલ છે. હું શું કરું તારું તો? ‘

‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ ને વિજય રાત્નાકર ગુટ્ટેએ ડાયરેકર કરી  છે. હંસલ મહેતા તેના ક્રિએટિવ  પ્રોડ્યુસર છે. ફિલ્મની શૂટિંગ લંડન સિવાય ભારતના અલગ અલગ ભાગોમાં કરવામાં આવ્યું છે. ‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ 11 જાન્યુઆરીના રોજ રિલીઝ થવાની છે.

‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર’ માં ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહના રોલમાં અનૂપમ ખેર છે એન  પુસ્તકના લેખક સંજય બારૂનો રોલ બોલિવૂડ એક્ટર અક્ષય કુમાર નિભાવી રહ્યા છે.

‘ધ એક્સિડેન્ટલ પ્રાઇમ મિનિસ્ટર”માં પ્રિયંકા ગાંધીની ભૂમિકામાં ટેલીવિઝન એક્ટ્રેસ અહાના કુમરા નિભાવી રહી છે. તો રાહુલ ગાંધીના રોલમાં ટીવી એક્ટર અર્જુન માથુર છે.