Not Set/ રોગચાળાના ભરડામાં ગુજરાત, ધોરાજી સહિતના મોટાભાગના જીલ્લામાં વકરતો રોગચાળો

હાલની તારીખે જો ગુજરાતની પ્રજાના જો કોઈ મુખ્ય પ્રશ્ન હોય તો એ છે, ખાડે ગયેલા રોડ અને બીજો વરસાદ બાદ વકરેલો રોગચાળો. વરસાદ બાદ ગુજરાતનાં દરેક જીલ્લામાં ગંદકી, કાદવ કીચડ નું સામ્રાજ્ય પ્રસરી ગયું છે. ગુજરાતમાં અત્યારે ગંદકી અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે. અત્યારે આપણે વાત કરીશું ધોરાજીની. તો અંહી પણ ડેન્ગ્યુ અને મચ્છરજન્ય […]

Top Stories Gujarat Others
122218 6 SM mosquito feat રોગચાળાના ભરડામાં ગુજરાત, ધોરાજી સહિતના મોટાભાગના જીલ્લામાં વકરતો રોગચાળો

હાલની તારીખે જો ગુજરાતની પ્રજાના જો કોઈ મુખ્ય પ્રશ્ન હોય તો એ છે, ખાડે ગયેલા રોડ અને બીજો વરસાદ બાદ વકરેલો રોગચાળો. વરસાદ બાદ ગુજરાતનાં દરેક જીલ્લામાં ગંદકી, કાદવ કીચડ નું સામ્રાજ્ય પ્રસરી ગયું છે. ગુજરાતમાં અત્યારે ગંદકી અને મચ્છરજન્ય રોગોએ માઝા મૂકી છે.

અત્યારે આપણે વાત કરીશું ધોરાજીની. તો અંહી પણ ડેન્ગ્યુ અને મચ્છરજન્ય રોગચાળો દિવસે ને દિવસે વધતો જાય છે. કાદવ, કીચડ, ગંદકીનું સામ્રાજ્ય હોવાથી રોગચાળો વધુ વકરી રહ્યો છે.

મચ્છર 1 રોગચાળાના ભરડામાં ગુજરાત, ધોરાજી સહિતના મોટાભાગના જીલ્લામાં વકરતો રોગચાળો

જેમાં હાલમાં ધોરાજી ખાતે  ડેન્ગ્યુનાં રોગે માઝા મૂકી છે. રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય ખાતું તથા નગરપાલિકા તંત્ર સદંતર નિષ્ફળ નીવળ્યું છે.  ધોરાજીનાં જાગૃત નાગરિકો દ્વારા ડેપ્યુટી કલેકટરને મૌખીક રજુઆત કરવામાં આવી છે.

 છેલ્લા બે અઢી મહિના ની ધોરાજી માં ડેન્ગ્યુ અને મચ્છર જન્ય રોગ ચાળો વકર્યો છે અને સરકારી હોસ્પિટલ હોય કે પ્રાઈવેટ હોસ્પિટલમાં માંદગીનાં ખાટલો ઓમાં વધારો થયો છે.  કાદવ કીચડ ગંદકી નું સામ્રાજ્ય ખડકાયેલુ હોવાથી રોગ ચાળો વકર્યો છે.  જેમાં હાલ ડેન્ગ્યુનાં રોગચાળાએ માઝા મૂકી છે.  ઘરે ઘરે માંદગી જોવાં મળે છે સરકારી હોસ્પિટલ તથા પ્રાઈવેટ હોસ્પિટલમાં દર્દીઓની લાંબી લાઈનો જોવાં મળે છે ત્યારે આ રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય ખાતું કે નગરપાલિકા તંત્ર ખાતું નિષ્ફળ નીવડ્યું છે.  જેને કારણે ધોરાજીનાં જાગૃત નાગરિકો દ્વારા ડેપ્યુટી કલેકટરને મૌખીક રજુઆત કરાઈ હતી.

ત્યારે આરોગ્ય ખાતાં પાસે પૂરતો સ્ટાફ નથી એવું જાણવા મળ્યું હતું, તો ડેપ્યુટી કલેકટરે અને તંત્ર વચ્ચે કોઈ તાલમેલ ન હોય એવું લાગી રહ્યું છે. બંને એક બીજા પર જવાબદારીઓ  થોપતા હોય એવું લાગ્યુ તો ધોરાજી નાં જાગૃત નાગરિકો ની રજૂઆત ને ડેપ્યુટી કલેકટર કે આરોગ્ય ખાતું તથા જવાબદાર તંત્ર કેટલી ધ્યાન માં લે છે એતો આવનારો સમય જ બનાવશે અને આ ડેન્ગ્યુ જેવાં રોગચાળા ને અટકાવવા માટે સફળ રહેશે એ જોવાંનું રહ્યું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.