એલર્ટ/ “તૌકતે” વાવાઝોડા સામે રાજ્યનું વહિવટી તંત્ર સજ્જ

વાવઝોડા માટે રાજ્યનું વહિવટીતંત્ર સજ્જ

Gujarat
cm 1 "તૌકતે" વાવાઝોડા સામે રાજ્યનું વહિવટી તંત્ર સજ્જ

રાજ્યમાં કોરોના મહામારી ચાલી રહી છે ત્યાં ગુજરાતમાં તૈાકતે વાવાઝોડાની આફત આવી છે. તૈાકતે વાવાઝોડું 17મે ના રોડ ગુજરાતના દરિયા કિનારે આવી પહોચે તેવી પ્રબળ સંભાવના છે. તેના માટે રાજ્ય સરકારે અગમચેતી પગલાં ભરીને તંત્રને એલર્ટ રહેવા આદેશ આપી દીધાં છે. તૈાકત વાઝોડા સામે તંત્ર સજ્જ છે અને તેના માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે.

રાજ્યમાં તૈાકાત વાવઝોડા માટે ગુજરાતના મુખ્ય સચિવ અનિલ મુકીમની અધ્યક્ષતામાં તમામ વિભાગના વડાઓ સાથે સમીક્ષા બેઠખ યોજાઇ હતી. તમામ અગમચેતી પગલાં ભરવાના નિર્દેશ અને સૂચનો પણ આપવામાં આવ્યા છ રાજ્યના ગૃહમંત્રી પ્રદીપસિંહએ જણાવ્યું હતું કે વાવાઝોડા માટે તંત્ર સંપૂર્ણપણે સજ્જ છે. જયારે ગુજરાતના મુખ્યંત્રી વિજ્યભાઇ રૂપાણીએ રાજ્યના તમામ વહીવટીતંત્રને સતર્ક રહેવા માટે જરૂરી સૂચનો આપ્યા હતાં.

તૈૈાકતે વાવાઝોડુ અસર કરે તેવા 14 જિલ્લાના કલેકટર સહિત ઉચ્ચ અધિકારીઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વાવાઝોડા સામે તંત્રની તૈયારી અંગે સમીક્ષા કરવામાં આવી છે. આ સાથે દરિયો ખેડવા ગયોલા માછીમારોને આવતીકાલ સુધીમાં પરત આવવાને સંદેશો પહોચાડવામાં આવ્યો છે. સૈારાષ્ટ્રના 14 જેટલા સંભવિત જિલ્લાઓને વાવાઝોડું અસર કરી શકે છે.

ઉલ્લેખનીય છે કે હવામાખાતાની આગાહી મુજબ અરબી સમુદ્વનું ડિપ્રેશન છે તે 15 મે ના રોજ સાયકલોનમાં પરિણમે તેવી સંભાવના છે. આ વાવઢોડું સૈારાષ્ટ્રના દરિયાકિનારે  અથડાશે. હાલમાં અનુમાન છે કે 140 કે 150ની ગતિથી વાવાઝોડાનો પવન ફંૂંકાશએ તેવું આઇએણડી વિભાગનું સૂચન છે.