Not Set/ હવે પૂર્વ ધારાસભ્યોએ જ સરકાર સામે ચઢાવી બાંયો, માંગણીઓ ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી

ગુજરાતની રૂપાણી સરકાર સામે રોજ કોઈ ને કોઈ નવી મુસીબત આવી રહી છે. ક્યારેય બિન અનામત મામલે વિધાર્થીઓ ધારણા પર બેસે છે, તો કયારેય આરોગ્ય કર્મચારી, તો કયારેય મહેસુલ કર્મચારી, તો તો LRD ના ધરણા પણ હાલ ચાલુ જ છે. ખેડૂતોમાં પણ પાક વિમાને લઈને અસંતોષ છે. આદિવાસી પણ પોતાના પ્રશ્નોને લઈને સરકારથી નારાજ ચાલી […]

Gujarat Others
rajiv satav 4 હવે પૂર્વ ધારાસભ્યોએ જ સરકાર સામે ચઢાવી બાંયો, માંગણીઓ ના સંતોષાય તો પ્રતિક ઉપવાસની ચીમકી

ગુજરાતની રૂપાણી સરકાર સામે રોજ કોઈ ને કોઈ નવી મુસીબત આવી રહી છે. ક્યારેય બિન અનામત મામલે વિધાર્થીઓ ધારણા પર બેસે છે, તો કયારેય આરોગ્ય કર્મચારી, તો કયારેય મહેસુલ કર્મચારી, તો તો LRD ના ધરણા પણ હાલ ચાલુ જ છે. ખેડૂતોમાં પણ પાક વિમાને લઈને અસંતોષ છે. આદિવાસી પણ પોતાના પ્રશ્નોને લઈને સરકારથી નારાજ ચાલી રહ્યા છે. ત્યાં વળી નવી મુસીબત પૂર્વ ધારાસભ્યો એ પણ હવે રૂપાણી સરકાર સામે બાયો ચડાવી છે.

એક ને મનાવે છે ત્યાં બીજું રિસાય તેવી હાલત અત્યારે રાજ્ય સરકાર ની થઇ ગઈ છે. કાઈ બાકી રહ્યું હોય તેમ પૂર્વ ધારાસભ્યોએ પણ સરકાર સામે બાયો ચઢાવી છે. પેન્શન ન મળતા ગુજરાતના ધારાસભ્યોએ હવે ધરણા કરવાનો નિર્ણય લીધો છે.

અનેક વખત સરકારમાં રજૂઆત કરવા છતાય તેમની માંગણીઓ પર સરકાર દ્વારા કોઈ નિર્ણય લેવામાં નાં આવતા આ પૂર્વ ધારાસભ્યોએ હવે ગાંધી ચિંધ્યા માર્ગે ધરણા પર બેસવાનો નિર્ણય લીધો છે.

પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલમાં 450થી વધુ પૂર્વ ધારાસભ્યો

પૂર્વ ધારાસભ્ય કાઉન્સિલની બેઠકમાં ધરણા કરવાનો નિર્ણય લેવાયો છે. પેન્શન-તબીબી સારવારના લાભ, વર્તમાન ધારાસભ્યોને અપાતા લાભની પૂર્વ ધારાસભ્યોએ માગ કરી છે. જો તેમની માંગણીઓ સમય રહેતા સ્વીકારવામાં નહિ આવે તો આગામી 27 જાન્યુઆરીના રોજ પૂર્વ ધારાસભ્યો પ્રતિક ઉપવાસ પર ઉતરશે. 450થી વધુ ધારાસભ્યોનું કાઉન્સિલ દ્વારા પ્રતિનિધિત્વ કરવામાં આવે છે.

ધારાસભ્યોની માંગણીઓ  શું છે..?

સરકારે લોકસભાના ધોરણે મહિને રૂ.10 હજારથી રૂ.20 હજાર પ્રમાણે પેન્શન આપવું જોઈએ. લોકસભાના પૂર્વ સભ્યને 1991થી પેન્શન આપવામાં આવી રહ્યું છે તો ગુજરાતના પૂર્વ ધારાસભ્યોને કેમ નહીં ?  બીજી માંગણી મફત દવાની માંગણી, 20 હજાર કિમીની રેલ્વેની મફત મુસાફરી, એસ ટીમાં મફત મુસાફરી

1997થી પેન્શનની માંગણી કરતાં આવ્યા છે.

1997માં કાઉન્સિલની સ્થાપનાથી અત્યાર સુધીની ભૂતપૂર્વ ધારાસભ્યોને પેન્શન આપવાની માંગણી કરવામાં આવી રહી છે. અને જેનો ગુજરાતના લોકો વિરોધ કરતાં આવ્યા છે. પ્રથમ વિધાનસભામાં નડિયાદના પૂર્વ ધારાસભ્ય મહેન્દ્ર દેસાઈ કાઉન્સિલના સભ્ય બન્યા હતા અને તેઓ પેન્શનની વિરૂદ્ધમાં હતા. એમણે પેન્શન  વિરોધમાં અમદાવાદના સાબરમતી આશ્રમમાં બે વાર જાહેર ઉપવાસ પણ કર્યા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.