Not Set/ સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, હડમતીયા ગામ

આજે જ્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બનીને જવાબદારીઓ સંભાળી રહી છે.  ત્યારે આ ગામે પણ મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો ચીલો ચાતર્યો છે.

Gujarat Others
hindu 8 11 સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, હડમતીયા ગામ

હવે મહિલાઓ માત્ર ઘરકામ જ નહીં પરંતુ ગામનાં વિકાસનાં કામોમાં પણ આગવું સ્થાન ધરાવતી થઇ છે. ગુજરાતનું એક ગામ એવું કે જ્યાં સરપંચ સહિતના ગ્રામ પંચાયતના તમામ હોદ્દાઓ પર મહિલાઓ કામગીરી સંભાળી રહી છે.

  • હડમતીયા ગામનું પ્રસંશનીય કામ
  • સમગ્ર કાર્યભાર મહિલાઓ જ સંભાળશે
  • ગ્રા.પંચાયતમાં તમામ હોદ્દાઓ પર મહિલાઓ
  • ચૂંટણી પહેલા જ ગામ સમરસ જાહેર

રાજ્યમાં હાલ ગ્રામ પંયાયતોની ચૂંટણી યોજાઇ રહી છે ત્યારે રાજકોટ જિલ્લાનું એક એવું ગામ છે જ્યાં ગ્રામપંચાયતના સભ્યથી લઈ સરપંચ સુધીનો કાર્યભાર માત્ર મહિલાઓના શિરે રહેશે.  જ્યાં ચૂંટણી પહેલા જ ગામ સમરસ જાહેર થયું છે અને સમગ્ર કાર્યભાર મહિલાઓ જ સંભાળશે. વાત છે રાજકોટ જિલ્લાનાં ધોરાજી તાલુકામાં આવેલ હડમતીયા ગામની છે.  જ્યાં ચૂંટણી પહેલા જ ગામ લોકોના સહયોગથી અને વડીલ આગેવાનોના નિર્ણયથી ગ્રામ પંચાયતનો કાર્યભાર એટલે કે સરપંચ તરીકે મહિલા ઉમેદવાર સાથે જ પંચાયતના સદસ્ય તરીકે પણ મહિલા ઉમેદવારો કાર્યભાર સંભાળશે. આઝાદ ભારતમાં પ્રથમ વખત એવું ગામ જોવા મળ્યું છે જ્યાં ચૂંટણી પહેલા તમામ કાર્યભાર મહિલાઓના શિરે છે.

hindu 8 12 સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ, હડમતીયા ગામ

એટલું જ નહીં પરંતુ સ્ત્રીને પુરુષ સમોવડી ગણવાના સુત્રને પણ સમગ્ર હડમતિયા ગામના ગ્રામજનોએ ચરિતાર્થ કરી બતાવ્યું છે.  ગામના તમામ આગેવાનો અને યુવાનોએ સાથે મળી ગામમાં એકતા અને સુમેળ જળવાય રહે તે હેતુસર ઇલેક્શન ટાળી સિલેક્શન પર પસંદગી ઉતારી હતી અને ગ્રામ પંચાયત માત્ર સમરસ જ નહીં પરંતુ પંચાયતમાં સરપંચથી લઇ અને તમામ સભ્યોનું પદ અને કાર્યભાર મહિલાઓને સોંપવામાં આવ્યો છે.  જેમાં નવ નિયુક્ત હોદેદારોમા સરપંચ તરીકે તેજલબેન કલ્પેશભાઈ ચાવડા, ઉપસરપંચ તરીકે કમળાબેન ડાંગરની વરણી કરાઈ છે.

આજે જ્યારે દરેક ક્ષેત્રમાં મહિલાઓ પુરુષ સમોવડી બનીને જવાબદારીઓ સંભાળી રહી છે.  ત્યારે આ ગામે પણ મહિલા સશક્તિકરણની દિશામાં એક નવો ચીલો ચાતર્યો છે.