બ્લાસ્ટ/ અંકલેશ્વરની ફાર્મા કંપનીના પ્લાન્ટમાં વિસ્ફોટ, બે કામદારોના મોત,ત્રણ ઘાયલ

અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના અધિકારીએ જણાવ્યું કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અભિલાષા ફાર્માના કેમિકલ પ્લાન્ટમાં વિસ્ફોટ થયો હતો.

Gujarat Others
વિસ્ફોટ

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર ખાતે ફાર્માસ્યુટિકલ કંપનીના પ્લાન્ટમાં થયેલા વિસ્ફોટમાં બે કામદારોના મોત થયા હતા અને ત્રણ ઘાયલ થયા હતા. પોલીસે શનિવારે આ માહિતી આપી હતી. અંકલેશ્વર જીઆઈડીસી પોલીસના અધિકારીએ જણાવ્યું કે અંકલેશ્વર ઔદ્યોગિક વિસ્તારમાં આવેલ અભિલાષા ફાર્માના કેમિકલ પ્લાન્ટમાં શુક્રવારે મોડી સાંજે વિસ્ફોટ થયો હતો. તેમણે જણાવ્યું હતું, વિસ્ફોટમાં ઓછામાં ઓછા પાંચ કામદારો ઘાયલ થયા હતા, જેમાંથી બે ખાનગી હોસ્પિટલમાં સારવાર દરમિયાન મૃત્યુ પામ્યા હતા,  અધિકારીએ જણાવ્યું કે મૃતકોની ઓળખ હરિ ઓમ ઉપાધ્યાય (53) અને સુંદર સિંહ (22) તરીકે કરવામાં આવી છે.

આ પણ વાંચો :સુરતમાં છેડતી કરવાથી રોકવા પર પિતાની હત્યા, પુત્ર થયો ઘાયલ, વીડિયો થયો વાયરલ

અંકલેશ્વર GIDCમાં આવેલી અભિલાષા ફાર્મા કંપનીમાં શુક્રવારે મધરાતે ગોપાલ સુદામ, સુંદરસિંહ ઇન્દ્રવન સિંગ, રઘુનાથ બુધી સંકેત, હરિઓમ ઉપાધ્યાય, રામદિન મંડલ રિએક્ટરમાં આઇસો પ્રોપાઇલ આલ્કોહોલ નાખી નજીકમાં કામ કરી રહ્યા હતા. રીએક્ટરનું ઢાંકણ ખોલતા ઘટના સર્જાઈ હતી.

કામદારરોએ ઢાકણ ખોલતા રિએક્ટરમાં સ્પાર્ક થતાં બ્લાસ્ટ થયો હતો. જેને પગલે નજીકમાં કામ કરી રહેલા 5 કામદારો દાઝી જતાં દોડધામ મચી જવા પામી હતી. કંપની સત્તાધીશોએ દાઝી ગયેલા તમામ કામદારોને તાત્કાલિક સારવાર માટે અંકલેશ્વરની ખાનગી હોસ્પિટલમાં ખસેડયા હતા. સારવાર બાદ મૂળ મધ્ય પ્રદેશનો અને હાલ અંકલેશ્વર GIDCમાં આવેલી મોઘમણી ચોકડી સ્થિત યોગી એંજિનિયરિંગ પાસેના ભાડાના રૂમમાં રહેતો 22 વર્ષીય સુંદરસિંગ ઇન્દ્રસિંગ અને હરિઓમ ઉપાધ્યાયનું કરૂણ મોત નીપજયું હતું. જ્યારે અન્ય ત્રણ કામદારો હાલ સારવાર હેઠળ હોવાનું જાણવા મળ્યું છે. આ બનાવ અંગે GIDC પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચો :જુનાગઢ ઉપરકોટમાં રીનોવેશન દરમ્યાન ઘુમટ ધરાશાય થતાં એક શ્રમિકનું મોત

આ પણ વાંચો :બક્ષીપંચ સમાજના ઉમેદવારોને નોન-ક્રિમીલેયર પ્રમાણપત્ર માટે મામલતદારની કચેરીમાં કરવાની રજૂઆત

આ પણ વાંચો : કોંગ્રેસ કોર્પોરેટર જમનાબેન વેગડા સપડાયા વધુ એક વિવાદમાં, AMCએ આપી નોટિસ

આ પણ વાંચો : ભરૂચનો આજે 8002 મો જન્મ દિવસ, અંગ્રેજોના બ્રોચથી હાલના ભરૂચ સુધીની જન્મગાથા