Russia-Ukraine war/ રશિયન સ્ટ્રેલા દ્વારા કચડી કાઢવામાં આવેલા વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ

યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાનેક સામાન્ય નાગરિકો પણ મોતને ભેટ્યા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. જયારે યુક્રેન કથિત રશિયન સ્ટ્રેલા દ્વારા એક વ્યક્તિની કારને ટક્કર મારવામાં આવ્યું હતી.

Top Stories World
Untitled 78 10 રશિયન સ્ટ્રેલા દ્વારા કચડી કાઢવામાં આવેલા વ્યક્તિનું કરાયું રેસ્ક્યુ

રશિયાના હુમલા વચ્ચે યુક્રેનમાં તબાહી સર્જાઈ છે. મળતું માહિતી અનુસાર રશિયન સેના યુક્રેનની રાજધાની કિવ પહોંચી ગઈ છે. આ પહેલા આજે કિવ પર છ વખત મિસાઈલ હુમલો કરવામાં આવ્યો હતો. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોડીમિર ઝેલેન્સકી લાચાર દેખાઈ રહ્યા છે અને અમેરિકી રાષ્ટ્રપતિ બિડેને પણ હાથ ઊંચા કરી દીધા છે. તેના પર ઝેલેન્સકીએ કહ્યું છે કે તે રશિયા સાથેની લડાઈમાં એકલા પડી ગયા છે. તેમણે દાવો કર્યો કે રશિયન હુમલામાં યુક્રેનના 137 લોકો માર્યા ગયા અને 316 ઘાયલ થયા.

યુક્રેનમાં રશિયા દ્વારા કરવામાં આવેલા હુમલામાનેક સામાન્ય નાગરિકો પણ મોતને ભેટ્યા છે. તો અનેક લોકો ઘાયલ થયા છે. જયારે યુક્રેન કથિત રશિયન સ્ટ્રેલા દ્વારા એક વ્યક્તિની કારને ટક્કર મારવામાં આવ્યું હતી. જોકે સદનસીબે આ ઘ્યા અને ફસાયેલી વ્યક્તિને બચાવી લેવામાં આઈ છે.

આવો જોઈએ રેસ્ક્યુંનો વિડીયો 

યુક્રેનમાં ચાલી રહેલા યુદ્ધને કારણે ભારતના 15 હજારથી વધુ લોકો ત્યાંના વિવિધ શહેરોમાં ફસાયેલા છે. લગભગ 4 હજાર લોકો ત્યાંથી નીકળી ગયા છે. એર ઈન્ડિયાની શરૂઆતની ફ્લાઈટમાંથી પણ ઘણા લોકોને દિલ્હી લાવવામાં આવ્યા હતા. રશિયન બોમ્બમારો અને બંને દેશોની સેનાઓ વચ્ચે ભીષણ લડાઈ ચાલુ છે. રશિયન ટેન્કોને પ્રવેશતા અટકાવવા માટે સેનાએ કિવની બહારના ત્રણ પુલને ઉડાવી દીધા. યુદ્ધની વચ્ચે ભારતીયોની મુશ્કેલીઓ વધી રહી છે. તેમની પાસે ખાવા પીવાનું પણ નથી.