જીવલેણ હુમલો/ ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા ચપ્પુ વડે જીવલેણ હુમલો

સુરતના ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા રોષે ભરાયેલા કારીગરે રેસ્ટોરન્ટના માલિક પર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ

Gujarat Surat
khatodra 29 1 ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા ચપ્પુ વડે જીવલેણ હુમલો

સંજય મહંત, સુરત @ મંતવ્ય ન્યૂઝ

સુરતના ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા રોષે ભરાયેલા કારીગરે રેસ્ટોરન્ટના માલિક પર ધારદાર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. આ બનાવમાં કારીગરને કાબુમાં લેતી વેળા અન્ય કારીગરને પણ ઇજા થઈ હતી. સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં દાખલ રેસ્ટોરન્ટ માલિકની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.

khatodra 29 2 ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા ચપ્પુ વડે જીવલેણ હુમલો

 સુરતમાં રેસ્ટોરન્ટના માલિકે કારીગરને ચીઝ નહી લાવવા બાબતે ઠપકો આપતા કારીગરે માલિક પર જીવલેણ હુમલો કરી દીધો હોવાની ઘટના સામે આવી છે. ઘટનાની વિગતવાર વાત કરીએ તો સિટીલાઇટ અગ્રસેન ભવન પાસે રહેતા યોગેશભાઇ ભોજવાણી અલથાણ ભીમરાડ કેનાલ રોડ રઘુવીર સીમ્ફોની ખાતે ચાટ-ચટોરે ફાસ્ટ ફૂડ રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમને ત્યાં ચાર કારીગર સુરેન્દર શાહ, મોનુ જસુદ, સુલેન્દર અને કમલ ચૌધરી કામ કરે છે. ગત બપોરે 2.30 વાગ્યાના અરસામાં રેસ્ટોરન્ટમાં ચીઝ ખૂટી જતા યોગેશભાઈએ ચીઝ અંગેની જવાબદારી કમલની હોય તેને ચીઝ લાવવા બાબતે ઠપકો આપ્યો હતો.khatodra 29 3 ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા ચપ્પુ વડે જીવલેણ હુમલો

આથી કમલ ઉશ્કેરાઈ ગયો હતો અને ઝઘડો કરી હાથમાં રહેલ શાકભાજી તથા બ્રેડ કાપવાના ધારદાર ચોપર વડે યોગેશભાઈને ઉપરાછાપરી ઘા મારતા તેમને માથામાં, પગમાં, હાથમાં ગંભીર ઇજા થઈ હતી અને લોહીલુહાણ હાલતમાં ફસડાઈ પડયા હતા.ત્યાં હાજર અન્ય કારીગરોએ યોગેશભાઈને બચાવવા પ્રયાસ કર્યો હતો. તે પૈકી સુરેન્દર શાહે કમલને પકડી રાખી જેમતેમ કરી તેના હાથમાંથી ચોપર છોડાવી નીચે પાડી દીધું હતું. તે સમયે અન્ય કારીગર મોનુને હાથમાં ઇજા થઈ હતી. કમલ કારીગરોની પકડમાંથી છૂટી ભાગી ગયો હતો.

khatodra 29 4 ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા ચપ્પુ વડે જીવલેણ હુમલો

સમગ્ર મામલે પોલીસે તપાસ શરુ કરી

બનાવ અંગે મોનુએ યોગેશભાઈના શિક્ષીકા પત્ની સોનમબેનને જાણ કરતા તે દોડી આવ્યા હતા અને યોગેશભાઈને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. હાલ યોગેશભાઈની હાલત ગંભીર હોવાનું જાણવા મળ્યું છે. બનાવ અંગે ખટોદરા પોલીસે સોનમબેનની ફરિયાદના આધારે કમલ ચૌધરી વિરુદ્ધ હત્યાનો પ્રયાસનો ગુનો નોંધી તેને ઝડપી પાડવા તજવીજ હાથ ધરી છે.

majboor str 22 ખટોદરામાં આવેલા એક રેસ્ટોરન્ટમાં કારીગરને ચીઝ લેવા બાબતે ઠપકો આપતા ચપ્પુ વડે જીવલેણ હુમલો