કેશોદ/ કાર પલટી જતા કાર ચાલક સહિત પિતા-પુત્રના મોત થયા ,4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા

જૂનાગઢમાં કેશોદની મંગલપુર બાયપાસ ચોકડી પાસે પહોંચતા વાહનચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ઇનોવા મોટર કાર પલ્ટી મારી ગઈ હતી.

Gujarat Rajkot
Untitled 568 કાર પલટી જતા કાર ચાલક સહિત પિતા-પુત્રના મોત થયા ,4 વ્યક્તિ ઇજાગ્રસ્ત થયા

રાજયમાં  દરરોજને  દરરોજ અકસ્માત કેસ વધતા જોવા મળી  રહ્યા છે. ક્યારેક એવા ગંભીર અકસ્માત હોય છે જેમાં  ઘણા લોકો મૃત્યુ પામતા  હોય છે . ક્યારેક લોકો સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવવાના કારણે અનેક જીવલેણ અકસ્માત સર્જાતા હોય છે ત્યારે આજે કેશોદના મંગલપુર બાયપાસ ચોકડી પાસે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવવાના બનાવે 3 લોકોના મૃત્યુથયા તો અન્ય 4 લોકોને ગંભીર ઇજા પહોંચી છે. કારચાલકે સ્ટેયરીંગ પર કાબુ ગુમાવતાં ડ્રાઇવર સહિત પિતા-પુત્રના મોત થયા છે.

આ પણ વાંચો ;કેપ્ટને કર્યું ખંડન / સોનિયા ગાંધીનો આભાર, પડદા પાછળની વાતોનું કેપ્ટન અમરિંદરસિંહે કર્યું ખંડન

જાણવા મળતી વિગત મુજબ, ડ્રાઇવર સહિત 7 લોકો નવસારીથી વાયા તાર્થધામના દર્શન કરી સોમનાથ મહાદેવના દર્શને જઇ રહ્યા હતા. જૂનાગઢમાં કેશોદની મંગલપુર બાયપાસ ચોકડી પાસે પહોંચતા વાહનચાલકે સ્ટેયરિંગ પર કાબૂ ગુમાવતા ઇનોવા મોટર કાર પલ્ટી મારી ગઈ હતી.

આ પણ વાંચો ;મોરબી / માર્કેટિંગ યાર્ડમાં વિકરાળ આગ ભભૂકતા 8 હજાર મણથી વધુ કપાસ ભસ્મીભૂત થયો

મોટરકારે પલ્ટી મારતાં ડ્રાઇવર સહિત પિતા-પુત્રના મોત થયા છે જ્યારે અન્ય 4ને ગંભીર ઇજા પહોંચતા જુનાગઢ રીફર કરાયા છે. ઘટનાની જાણ થતાં જ 108 તેમજ પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોચી ગયો હતો.  આ મામલે વધુ વિગત એકત્ર કરવા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.