પિતાએ સળગાવ્યું દીકરીનું ઘર/ સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

પારિવારિક કલેશના કારણે પતિએ પત્ની પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી પરંતુ પરણીતાના પિતાએ જમાઈ પાસેથી 50 લાખ રૂપિયા અને 2bhk ફ્લેટ માગ્યો હતો.

Top Stories Gujarat Surat
છૂટાછેડા

@અમિત રૂપાપરા 

સુરતમાં એક અજીબ કિસ્સો સામે આવ્યો છે અને જેની ચર્ચા ચારે તરફ થઈ રહી છે. પારિવારિક કલેશના કારણે પતિએ પત્ની પાસેથી છૂટાછેડાની માગણી કરી હતી પરંતુ પરણીતાના પિતાએ જમાઈ પાસેથી 50 લાખ રૂપિયા અને 2bhk ફ્લેટ માગ્યો હતો. જમાઈએ સસરાને આટલા બધા રૂપિયા અને ફ્લેટ આપવાની ના કહેતા સસરા દ્વારા જમાઈના માતા-પિતા ભાઈ-ભાભીને મારી નાખવાની ધમકી આપી જમાઈનું ઘર ભડકે બાળવામાં આવ્યું હતું. આ બાબતે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે જમાઈનું ઘર સળગાવનાર સસરાની ધરપકડ કરી છે.

Untitled 37 2 સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

આ ઘટના સુરતના ડીંડોલી વિસ્તારની છે. ડીંડોલી વિસ્તારમાં વૃંદાવન રો હાઉસમાં દંપતી ને છેલ્લા કેટલાક દિવસોથી ઘર કંકાસ ચાલતો હતો. છૂટાછેડાને લઈને પણ વિવાદ ચાલતો હતો ત્યારે યુવકે તેની પત્ની સાથે છુટાછેડા લેવાની વાત કરતા પત્નીએ 30 લાખ રૂપિયા માંગ્યા હતા. યુવક પૈસા આપવા માટે તૈયાર થઈ ગયો હતો કે ત્યારબાદ પરિણીતાએ છૂટાછેડા માટે પતિ પાસેથી 50 લાખ રૂપિયાની માગણી કરી હતી કે ત્યારબાદ પતિ છૂટાછેડા માટે પત્નીને 45 લાખ રૂપિયા આપવા માટે તૈયાર હતો.

Untitled 37 3 સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

પતિ-પત્નીને છૂટાછેડા આપવા માટે 45 લાખ રૂપિયા આપવા માટે તૈયાર હોવા છતાં પણ પરિણીતાના પિતાને વધારે લાલચ જાગી અને તેમને જમાઈ પાસે વધુ પૈસાની માગણી કરી સસરાએ જમાઈ પાસેથી 50 લાખ રૂપિયા રોકડા અને સુરતના વેસુ વિસ્તારમાં બે રૂમ રસોડાના એક ફ્લેટની માગણી કરી હતી. સસરાની આ પ્રકારની માગણીને લઈને જમાઈ દ્વારા આટલી મોટી રકમ છૂટાછેડા આપવા માટે નહીં આપવાનું કહ્યું અને ત્યારબાદ જમાઈની આ વાત સાંભળી સસરો ઉશ્કેરાઈ ગયો હતો.

Untitled 37 4 સસરાએ દીકરીના છૂટાછેડા માટે માગ્યા 50 લાખ અને ફ્લેટ, જમાઈએ ના પાડતા સસરાએ સળગાવ્યું ઘર

સસરાએ જમાઈના માતા-પિતા અને ભાઈ-ભાભીને મારી નાખવાની ધમકી આપી હતી. ધમકી આપ્યા બાદ સસરો જમાઈના ઘરે પહોંચ્યો હતો પરંતુ ઘરે કોઈ ન હોવાના કારણે સસરા દ્વારા જ્વલનશીલ પદાર્થ છાંટીને આગ લગાવી દીધી હતી. આ ઘટનામાં જમાઈના ઘરમાં રહેલો ફર્નિચરનો સામાન પાર્કિંગમાં રહેલી બે સાયકલ, બુલેટ, એક મોપેડ અને બે AC સહિતનો સામાન બળી ગયો હતો. જે કે આ બાબતે જમાઈને જાણ થતા જ તે તાત્કાલિક ઘરે પહોંચ્યો હતો અને સમગ્ર મામલે ફાયર વિભાગને જાણ કરી હતી અને પોલીસને પણ સાથે સાથે માહિતી આપવામાં આવી હતી. જમાઈ દ્વારા આ મામલે સસરા સામે ફરિયાદ કરવામાં આવી હોવાના કારણે ડીંડોલી પોલીસ દ્વારા જમાઈના ઘરમાં આગ લગાવનાર સસરાની ધરપકડ કરવામાં આવી છે.

આ પણ વાંચો:મંતવ્ય ન્યુઝના વૃક્ષા રોપણ અભિયાન હેઠળ રાવીન્દ્રા ગામની પ્રાથમિક શાળામાં વૃક્ષા રોપણ કાર્યક્રમ યોજાયો,ધારાસભ્યએ વૃક્ષો વાવાની કરની અપીલ

આ પણ વાંચો:શાંત-સલામત સુરત શહેર અભિયાન હેઠળ પોલીસે અલગ અલગ વિસ્તારમાં જનભાગીદારીથી 15,920 લગાવ્યા CCTV

આ પણ વાંચો:6 વર્ષની બાળકીને થાપાના ભાગે ડામ આપનાર આરોપી સહિત 3ની ધરપકડ, જાણો શું કહ્યું પોલીસે…

આ પણ વાંચો:સુરતમાં એક જ પરિવારના ચાર લોકોએ પીધું ઝેર, માતા-પુત્રીનું મોત

આ પણ વાંચો:યુવાનનું અકસ્માતમાં થયું મોત, પરિવારે તેના નવ અંગોનું કર્યુ દાન