ગમખ્વાર અકસ્માત/ ધોળકા-બગોદરા હાઇવે પર માતાજીના મંદિરે જતા પાંચ લોકોના અકસ્માતમાં મોત

ઈકો ગાડીમાં સવાર ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા.

Gujarat Others
ધોળકા-બગોદરા હાઇવે
  • ધોળકા-બગોદરા હાઇવે પર અકસ્માત
  • અકસ્માતમાં 5 લોકોના ઘટના સ્થળે મોત
  • અજાણ્યા વાહન અને ઇકો કાર વચ્ચે અકસ્માત
  • બરોડાથી બરવાડા માતાજીના દર્શને જતા હતા
  • 3 મહિલા અને 2 પુરૂષના ઘટના સ્થળે મોત
  • અકસ્માતમાં 10 લોકો થયા ઇજાગ્રસ્ત

 ગુજરાતમાં એક તરફ જય કોરોના કેસ વધી રહ્યા છે. તો બીજીબાજુ માર્ગ અકસ્માતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે. એક પછી એક સામે આવતી માર્ગ અકસ્માતની ઘટનામાં અનેક માસૂમ લોકોએ પોતાનો જીવ ગુમાવવાનો વારો આવે છે. ત્યારે આવામાં વધુ એક અકસ્માતની ઘટના ધોળકા-બગોદરા હાઇવે પર બની છે. જેમાં પાંચ લોકોએ પોતાની જીવ ગુમાવ્યો છે. જ્યારે 10 જેટલા લોકોને ઇજા પહોંચી છે. ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ધોળકાની સરકારી હોસ્પિ. ખસેડ્યા છે. તો આ મામલે પોલીસને જાણ થતાં પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી અને તપાસ હાથ ધરી હતી.

આ પણ વાંચો :સરકારે ગુજરાતના 3 શહેરોમાં 6 ટાઉન પ્લાનિંગ સ્કીમને આપી મંજૂરી

મળતી માહિતી અનુસાર, ઈકો ગાડીમાં સવાર ખેડા જિલ્લાના વારસંગના રહેવાસી ઠાકોર પરિવારના સભ્યો વારસંગથી નીકળીને બરવાળા ખાતે માતાજીનાં દર્શન કરવા માટે જતા હતા. આ દરમિયાન ધોળકા-બગોદરા હાઈવે પર સાંઈ દર્શન સોસાયટી નજીક વહેલી સવારે ઈકો ગાડી કોઈ અજાણ્યા વાહન સાથે ટકરાઈ હતી  ઈકો કારમાં સવાર ત્રણ મહિલા અને બે પુરુષ સહિત 5 વ્યક્તિઓના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. જોકે 10 આ બનાવમાં 10 વ્યક્તિઓ ઇજાગ્રસ્ત થતા સારવાર અર્થે 108 મારફતે ધોળકાની હોસ્પિટલ ખસેડાયા હતા.

આ પણ વાંચો :  ત્રીજી લહેર પુરપાટ વેગે ઝડપ પકડી રહી છે, જાણો આજે ક્યાં નોંધાયાં કેટલા કેસ..?

મહત્વનું છે કે 10 દિવસ પહેલાં જ બગોદરા-વટામણ હાઈવે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. એકાએક ટ્રક પાછળ એક તૂફાન ગાડી ઘૂસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ત્રણનાં મોત નીપજ્યાં હતાં અને 10 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. અકસ્માત થયેલી તૂફાન કારમાં સવાર લોકો રાજકોટની અલગ-અલગ સ્કૂલના વિદ્યાર્થીઓ અને શિક્ષકો હતા. તેઓ રાજકોટથી વાપી કિકેટ રમવા માટે સ્પર્ધામાં ગયા હતા. આ અકસ્માતમાં મૃતક અને ઈજાગ્રસ્તોને સરકારે સહાયની જાહેરાત કરી છે.

આ પણ વાંચો :કોરોના સંક્રમણ વધતાં હવે આવતીકાલથી શરૂ થતો કલા મહાકુંભ પણ નહી યોજાઈ…

આ પણ વાંચો :શહેરમાં માઇક્રોકન્ટેનમેન્ટ ઝોનમાં વધારો, જાણો કયા વિસ્તારનો થયો ઉમેરો ?

આ પણ વાંચો :ઉત્તરાયણને લઈને શહેર પોલીસનું જાહેરનામું, ગાઈડલાઈનનો ભંગ કરનારા સામે થશે કડક કાર્યવાહી