ગુજરાત/ વલસાડ જિલ્લામાં પોલીસવડા દ્વારા શહેરની અંદર ફ્લેગ માર્ચ

મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. આથી વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. આજે વલસાડ શહેરમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસે શહેરમાં ફૂટ માર્ચ કર્યું હતું. આ ફૂટ માર્ચમાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે ભારત પાકિસ્તાનની મેચ પણ […]

Gujarat Others
Flag march within the city by Valsad District Police Station

મા શક્તિની આરાધનાના પર્વ નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. આથી વલસાડ જિલ્લામાં પોલીસ એલર્ટ મોડ પર છે. આજે વલસાડ શહેરમાં વલસાડ જિલ્લા પોલીસવડા ડૉ કરણરાજ વાઘેલાની આગેવાનીમાં જિલ્લા પોલીસે શહેરમાં ફૂટ માર્ચ કર્યું હતું.

આ ફૂટ માર્ચમાં વલસાડ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓ અને પોલીસ કર્મીઓ જોડાયા હતા. મહત્વપૂર્ણ છે કે આવતીકાલે ભારત પાકિસ્તાનની મેચ પણ યોજાઈ રહી છે. સાથે જ ઇઝરાયેલ અને હમાસના યુદ્ધને લઈ કોઈ અનિચ્છનીય બનાવ ન બને અને સોશિયલ મીડિયામાં કોઈ ઉશ્કેરણી જનક પ્રયાસ ન થાય તે માટે પોલીસે એલર્ટ છે.

સોશિયલ મીડિયામાં ઉશ્કેરની જનક પોસ્ટ કે મેસેજ વાયરલ કરનાર વ્યક્તિઓ વિરુદ્ધ કાયદાકીય કાર્યવાહીની પણ તૈયારી કરી છે. વલસાડ જિલ્લા પોલીસવડા એ લોકોને નવરાત્રિના તહેવાર દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે શાંતિમય માહોલમાં તહેવાર ઉજવવા અપીલ કરી હતી.

આવતીકાલે બપોરના 12:00 વાગ્યાથી રાત્રિના બાર વાગ્યા સુધી જિલ્લા પોલીસ નો સઘન બધોબસ્ત ગોઠવવા માં આવ્યો છે.જિલ્લા માં 2 ડી.વાય એસ પી 13 પી.આઈ. 30 પી.એસ.આઈ અને 300 પોલીસ જવાનો તેમજ 300 હોમગાર્ડ ના જવાનો તૈનાત કરવામાં આવ્યા છે.આમ વલસાડમાં આજે એસ.પી ની આગેવાનીમાં યોજાયેલી ફૂટ પેટ્રોલિંગમાં પોલીસે શહેરના લોકોને સુરક્ષાનો અહેસાસ કરાવી લોકોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

આ પણ વાંચો:nadiad/નડિયાદ ખાતે વાઇબ્રન્ટ ખેડા અંતર્ગત ઇપકો વાલા હોલ ખાતે કાર્યક્રમનું આયોજન

આ પણ વાંચો:ભાવનગર/બાળકને ચોકલેટ આપતા પહેલા ચેતજો…..

આ પણ વાંચો:સુરત/જમવાનું બનવાની ના પડતા પતિએ પત્નીનું કાપ્યું ગળું અને પછી કર્યું એવું કે….