Interim Budget 2024/ નાણામંત્રી નિર્મલ સીતારમણ : ભારતમાં વિદેશી રોકાણ વધતા આર્થિક વ્યવસ્થા સુધરી, વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય રોકાણ પર થઈ રહી છે વાટાઘાટો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે 2005-14ના સમયગાળાની સરખામણીએ 2014-23 દરમિયાન વિદેશી પ્રત્યક્ષ રોકાણ ( FDI ) બમણું વધીને 596 અબજ ડોલર થયું છે. 2014 પછી દેશમાં અર્થવ્યવસ્થામાં વધુ સુધારો થયો છે.

Top Stories Union budget 2024 Business
YouTube Thumbnail 95 નાણામંત્રી નિર્મલ સીતારમણ : ભારતમાં વિદેશી રોકાણ વધતા આર્થિક વ્યવસ્થા સુધરી, વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય રોકાણ પર થઈ રહી છે વાટાઘાટો

નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે જણાવ્યું હતું કે , વિદેશી પ્રવાહને પ્રોત્સાહન આપવાના હેતુથી ભારત વિવિધ દેશો સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ પર વાટાઘાટો કરી રહ્યું છે. તેમણે જણાવ્યું હતું કે 2005-14ના સમયગાળાની સરખામણીએ 2014-23 દરમિયાન વિદેશી પ્રત્યક્ષ રોકાણ ( FDI ) બમણું વધીને 596 અબજ ડોલર થયું છે. 2014 પછી દેશમાં અર્થવ્યવસ્થામાં વધુ સુધારો થયો છે.

ભારત વિશ્વમાં એક મજબૂત અર્થવ્યવસ્થા બની રહી છે. છેલ્લા કેટલાક સમયમાં ભારતમાં વિદેશી રોકાણનો પ્રવાહ વધ્યો છે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં  જણાવ્યું કે “સતત વિદેશી રોકાણને પ્રોત્સાહિત કરવા માટે, અમે ‘પ્રથમ વિકાસ ભારત’ની ભાવના હેઠળ અમારા વિદેશી ભાગીદારો સાથે દ્વિપક્ષીય રોકાણ સંધિઓ પર વાટાઘાટો કરી રહ્યા છીએ,”  વચગાળાનું બજેટ 2024-25 રજૂ કરતી વખતે નિર્મલા સીતારમણે આ જણાવ્યું હતું. ભારત દુનિયાના ટોચના પ્રથમ ગણતા એવા યુકે જેવા દેશો સાથે આ સંધિ માટે વાટાઘાટ કરી રહ્યું છે. આ રોકાણ સંધિઓ એકબીજાના દેશોમાં રોકાણને પ્રોત્સાહિત કરવામાં અને તેનું રક્ષણ કરવામાં મદદ કરે છે. આ કરારો મહત્વપૂર્ણ છે કારણ કે ભારત અગાઉ બ્રિટિશ ટેલિકોમ જાયન્ટ વોડાફોન અને યુકેની કેઇર્ન એનર્જી પીએલસી સામે કરની પૂર્વનિર્ધારિત વસૂલાત અંગે બે આંતરરાષ્ટ્રીય આર્બિટ્રેશન કેસ હારી ચૂક્યું છે.

સરકારી ડેટા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર 2023માં ભારતમાં ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ (FDI) ઇક્વિટી પ્રવાહ 24 ટકા ઘટીને USD 20.48 બિલિયન થયો છે. કુલ FDI – જેમાં ઇક્વિટી ઇન્ફ્લો, પુનઃરોકાણ કરેલી કમાણી અને અન્ય મૂડીનો સમાવેશ થાય છે. એપ્રિલ-જૂન 2022માં 38.94 અબજ ડોલરની સરખામણીએ સમીક્ષા હેઠળના સમયગાળા દરમિયાન 15.5 ટકા ઘટીને USD 32.9 અબજ થયો હતો.

ભારતમાં ટોચના રોકાણકાર દેશોમાં સિંગાપોર, મોરેશિયસ , યુએસ, યુકે અને યુએઈનો સમાવેશ થાય છે. ભારતમાં FDI ને આકર્ષે તેવા કમ્પ્યુટર સોફ્ટવેર અને હાર્ડવેર, ટ્રેડિંગ, સર્વિસિસ, ટેલિકોમ્યુનિકેશન, ઓટોમોબાઈલ, ફાર્મા અને કેમિકલ્સ જેવા કેટલાક મુખ્ય ક્ષેત્રો છે. દેશમાં છેલ્લા કેટલાક સમયમાં માઈક્રોન જેવી દિગ્ગજ વિદેશી કંપનીઓ રસ દાખવી રહી છે. ટોચની કંપનીઓ દ્વારા રોકાણ વધતા અનેક તકો દેખાઈ રહી છે. એક અધિકારીએ અગાઉ જણાવ્યું હતું કે વૈશ્વિક સ્તરે કડક વ્યાજદર અને ભૌગોલિક રાજકીય પરિસ્થિતિને કારણે 2022-23માં ભારતમાં FDI ના પ્રવાહને અસર થઈ છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:

આ પણ વાંચો:

આ પણ વાંચો: