World Cup 2023/  ભારતના પૂર્વ ચીફ સિલેક્ટરે World Cup 2023 માટે કરી ટીમ ઈન્ડિયાની પસંદગી, આ નિર્ણયથી ચાહકો આશ્ચર્યચકિત

કૃષ્ણમાચારી શ્રીકાંતે ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને જગ્યા આપી છે. કૃષ્ણમ્માચારી શ્રીકાંતે શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનને સ્થાન નથી આપ્યું. કૃષ્ણમ્માચારી શ્રીકાંતે વિશ્વ કપ 2023ની ટીમમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સ્પિન બોલર તરીકે પસંદ કર્યા છે

Trending Sports
Team India for World Cup 2023,

ભારતના ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર કૃષ્ણમ્માચારી શ્રીકાંતે વર્લ્ડ કપ 2023 માટે ભારતની 15 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. સૌથી ચોંકાવનારી વાત એ છે કે કૃષ્ણમચારી શ્રીકાંતે વર્લ્ડ કપ 2023ની ટીમમાંથી ભારતના બે સૌથી મોટા મેચ વિનરને બહાર કરી દીધા છે. તમને જણાવી દઈએ કે ICC ક્રિકેટ વર્લ્ડ કપ 5 ઓક્ટોબર 2023 થી 19 નવેમ્બર 2023 સુધી ભારતની યજમાનીમાં રમાશે. ટુર્નામેન્ટમાં 10 ટીમો ભાગ લેશે. કુલ 48 મેચો રમાશે. અત્યાર સુધી તેની 12 આવૃત્તિઓમાં ઓસ્ટ્રેલિયાની ટીમે સૌથી વધુ 5 વખત વર્લ્ડ કપ જીત્યો છે. આ સિવાય ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 2-2 વખત અને શ્રીલંકા, પાકિસ્તાન અને ઈંગ્લેન્ડ એક-એક વખત ટાઈટલ જીતી ચૂક્યા છે.

ભૂતપૂર્વ ચીફ સિલેક્ટરે વર્લ્ડ કપ 2023 માટે ટીમ ઇન્ડિયાની કરી પસંદગી

ભૂતપૂર્વ ચીફ સિલેક્ટર કૃષ્ણમ્માચારી શ્રીકાંતે શુભમન ગિલ, ઈશાન કિશન અને રોહિત શર્માને વર્લ્ડ કપ 2023ની ટીમમાં ઓપનિંગ બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે. કૃષ્ણમ્માચારી શ્રીકાંતે વિરાટ કોહલી, કેએલ રાહુલ અને સૂર્યકુમાર યાદવને વર્લ્ડ કપ 2023ની ટીમમાં મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે પસંદ કર્યા છે. કૃષ્ણમ્માચારી શ્રીકાંતે વર્લ્ડ કપ 2023 ટીમમાં વિકેટકીપર બેટ્સમેનની ભૂમિકા માટે કેએલ રાહુલ અને ઈશાન કિશનની પણ પસંદગી કરી છે.

આ નિર્ણયથી ચાહકો આશ્ચર્યચકિત 

કૃષ્ણમ્માચારી શ્રીકાંતે ટીમ ઈન્ડિયામાં ઓલરાઉન્ડર તરીકે હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુરને જગ્યા આપી છે. કૃષ્ણમ્માચારી શ્રીકાંતે શ્રેયસ અય્યર અને રવિચંદ્રન અશ્વિનને સ્થાન આપ્યું નથી. કૃષ્ણમ્માચારી શ્રીકાંતે વિશ્વ કપ 2023ની ટીમમાં યુઝવેન્દ્ર ચહલ અને કુલદીપ યાદવને સ્પિન બોલર તરીકે પસંદ કર્યા છે. કૃષ્ણમચારી શ્રીકાંતે ઝડપી બોલર તરીકે જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી અને મોહમ્મદ સિરાજની પસંદગી કરી છે.

કૃષ્ણમચારી શ્રીકાંતના વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયા 

ઓપનર – રોહિત શર્મા, શુભમન ગિલ, ઈશાન કિશન

મિડલ ઓર્ડર – વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, કેએલ રાહુલ

ઓલરાઉન્ડર – હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર

સ્પિનર્સ – યુઝવેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ

ફાસ્ટ બોલર – જસપ્રીત બુમરાહ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ

આ પણ વાંચો:odi series/પાકિસ્તાને ભારે રોમાંચક મેચમાં અફઘાનિસ્તાને એક વિકેટથી હરાવ્યું

આ પણ વાંચો:FIDE World Cup Chess Tournament/ભારતનો પ્રજ્ઞાનંદ ઇતિહાસ રચવામાં ચૂકી ગયો, ચેસ વર્લ્ડ કપની ફાઇનલમાં વર્લ્ડ નંબર 1 મેગ્નસ કાર્લસને હરાવ્યો

આ પણ વાંચો:United World Wrestling/ભારતને મોટો ફટકો, યુનાઈટેડ વર્લ્ડ રેસલિંગે રેસલિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયાનું સભ્યપદ કર્યું રદ